પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી મોદી મોરિશિયસના પ્રધાનમંત્રીને મળ્યા
प्रविष्टि तिथि:
28 JUN 2026 8:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વિક્ટોરિયા, માહે ખાતે મોરિશિયસના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. નવીનચંદ્ર રામગુલામને મળ્યા હતા. બંને નેતાઓ સેશેલ્સની ગોલ્ડન જુબલી (સુવર્ણ જયંતિ) રાષ્ટ્રીય દિવસની ઉજવણીની સાથે યોજાયેલી બેઠક દરમિયાન મળ્યા હતા. પ્રધાનમંત્રી રામગુલામે નવેમ્બર 2024માં પદભાર સંભાળ્યો ત્યારથી પ્રધાનમંત્રી મોદીની તેમની સાથેની આ ચોથી મુલાકાત હતી.
બંને નેતાઓએ ભારત અને મોરિશિયસ વચ્ચે ચાલી રહેલા સહયોગ અંગે ચર્ચા કરી હતી. તેઓએ ભારત દ્વારા લંબાવવામાં આવેલા સ્પેશિયલ ઇકોનોમિક પેકેજના અમલીકરણમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ મોરિશિયસના વિકાસ અને પ્રગતિને ભારત દ્વારા આપવામાં આવતા મહત્વ પર ભાર મૂક્યો હતો અને નોંધ્યું હતું કે ચાલી રહેલા દ્વિપક્ષીય પ્રોજેક્ટ્સ મોરિશિયસના આરોગ્ય સંભાળ, કનેક્ટિવિટી, ટકાઉ વિકાસ અને બ્લુ ઇકોનોમી (સમુદ્ર આધારિત અર્થતંત્ર) માં યોગદાન આપશે.
બંને પ્રધાનમંત્રીઓએ ભારતના 'મહાસાગર' (MAHASAGAR) વિઝન અને 'નેબરહુડ ફર્સ્ટ' (પાડોશ પ્રથમ) નીતિ હેઠળ ભારત-મોરિશિયસ ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વ અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતા પર સંમતિ વ્યક્ત કરી હતી.
નેતાઓએ પરસ્પર વિકાસ અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને નજીકથી કામ કરવાનું ચાલુ રાખવાની પુનઃપુષ્ટિ કરી હતી.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2278690)
आगंतुक पटल : 8