વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ભારતની નિકાસ વૃદ્ધિને વેગ આપવા માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ મંડળો સાથેની બેઠકની અધ્યક્ષતા કરી
ઇપીસીને નવા બજારો, નવી પ્રોડક્ટ્સ અને ઉચ્ચ નિકાસ વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ કરાઈ
प्रविष्टि तिथि:
25 JUN 2026 5:03PM by PIB Ahmedabad
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે એક્સપોર્ટ પ્રમોશન મિશન (EPM) અંતર્ગત થયેલી પ્રગતિની સમીક્ષા કરવા અને ભારતની નિકાસ વૃદ્ધિને વેગ આપવા માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરવા માટે 24 જૂન 2026 ના રોજ નવી દિલ્હીમાં એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (EPCs) અને ઉદ્યોગ મંડળો (ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ) સાથેની એક બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠક ઇપીસી (EPCs) સાથેની અગાઉની વાતચીત દરમિયાન મળેલી સર્વસંમતિ પર આધારિત હતી કે, માત્ર વ્યક્તિગત સંસ્થાકીય ચિંતાઓ ઉકેલવા ઉપરાંત નિકાસના વિસ્તરણ, નવા બજારો સુધી પહોંચ મેળવવા, નવી પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવા અને દેશના એકંદર નિકાસ પ્રદર્શનમાં પ્રત્યેક કાઉન્સિલનું યોગદાન વધારવા માટે એક સુવ્યવસ્થિત અને સંકલિત એક્શન પ્લાન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
અનુમાનિતતા વધારવા અને વેપાર સુવિધાને ઝડપી બનાવવા માટે, મંત્રીશ્રીએ સહભાગીઓને માહિતી આપી હતી કે વૈધાનિક અને સુવિધા સમિતિની બેઠકોનું એક કામચલાઉ સમયપત્રક (શેડ્યૂલ) આખરી કરી દેવામાં આવ્યું છે અને તેને ડીજીએફટી (DGFT) ની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. નોર્મ્સ કમિટી, પોલિસી રિલેક્સેશન કમિટી, EPCG કમિટી અને એક્ઝિમ ફેસિલિટેશન કમિટીઓ હવે નિયત દિવસોમાં પખવાડિક ધોરણે (દર પંદર દિવસે) મળશે, જ્યારે સ્કોમેટ (SCOMET) પરની આંતર-મંત્રાલય કાર્યકારી ટીમ દર મહિને બેઠક કરશે. આ પહેલનો ઉદ્દેશ્ય કેસોનો સમયબદ્ધ નિકાલ સુનિશ્ચિત કરવાનો, પડતર કામગીરી ઘટાડવાનો, બેઠકોની મિનિટ્સ (નોંધ) ઝડપથી જાહેર કરવાનો અને નિકાસકારો માટે વધુ અનુમાનિત અને વિશ્વસનીય સુવિધાજનક વાતાવરણ પૂરું પાડવાનો છે.
શ્રી ગોયલે તમામ ઇપીસી અને ઉદ્યોગ મંડળોને ડીજીએફટી (DGFT) સાથે સક્રિયપણે જોડાયેલા રહેવા અને ચોક્કસ, માપી શકાય તેવા તેમજ પરિણામ-લક્ષી પ્રસ્તાવો સબમિટ કરવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક બજારો સાથે ભારતના સંપર્ક માધ્યમ તરીકે EPCs એ સરકાર સાથે નજીકની ભાગીદારીમાં કામ કરવું જોઈએ અને દેશની નિકાસમાં નોંધપાત્ર વધારો કરવાના સહિયારા ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે ભારતના વેપાર કરારોમાંથી ઉભરી આવતી બજાર પ્રવેશની તકોનો પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ.
ચર્ચા દરમિયાન, વાણિજ્ય સચિવ શ્રી રાજેશ અગ્રવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે એક્સપોર્ટ પ્રમોશન મિશનની સફળતા માત્ર હસ્તક્ષેપો શરૂ કરવા પર જ નહીં, પરંતુ નિકાસકારો દ્વારા તેનો અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવા પર પણ નિર્ભર રહેશે. નિકાસ ફેક્ટરિંગ, ઈ-કોમર્સ નિકાસકારો માટે ક્રેડિટ ગેરંટી, નિકાસ ધિરાણ માટે કોલેટરલ સપોર્ટ અને ઉભરી રહેલી નિકાસ તકો માટે સમર્થન જેવી પહેલોનો ઉલ્લેખ કરતા, તેમણે ઇપીસી અને ઉદ્યોગ મંડળોને બેંકો અને અન્ય હિતધારકો સાથે ભાગીદારીમાં લક્ષિત આઉટરીચ કાર્યક્રમો યોજવા હાકલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉપલબ્ધ બજેટરી સહાયને માપી શકાય તેવા પરિણામો અને ઉચ્ચ નિકાસ વૃદ્ધિમાં રૂપાંતરિત કરવાનો ઉદ્દેશ્ય હોવો જોઈએ.
વાણિજ્ય સચિવે ઇપીસીને વિવિધ ઇપીએમ (EPM) ઘટકો હેઠળ, ખાસ કરીને નિકાસ વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ, પ્રમાણપત્ર સહાય (સર્ટિફિકેશન સપોર્ટ), ટ્રેડ ઇન્ટેલિજન્સ અને માર્કેટ એક્સેસના ક્ષેત્રોમાં સક્રિયપણે પ્રસ્તાવો વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે નવા બજારો ઓળખવાની, ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (મુક્ત વ્યાપાર કરારો) દ્વારા ઉભી થયેલી તકોનો લાભ લેવાની અને અગ્રણી આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાર્યક્રમોમાં વ્યાપક ભાગીદારીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો, ખાસ કરીને એવા પ્રદેશોમાં જ્યાં નિકાસની નોંધપાત્ર સંભાવનાઓ છે.
વાણિજ્ય સચિવે ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ હબ્સ (જિલ્લા નિકાસ હબ) પહેલમાં ઇપીસી દ્વારા સક્રિય ભાગીદારીનું મહત્વ રેખાંકિત કર્યું હતું અને તેમને રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે ફોકલ પોઈન્ટ્સ નિયુક્ત કરવા વિનંતી કરી હતી. તેમણે તાત્કાલિક નિકાસ સંભાવના ધરાવતી પ્રોડક્ટ્સ અને જિલ્લાઓને ઓળખવા માટે ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટીઓ સાથે મળીને કામ કરવા ઇપીસીને પ્રોત્સાહિત કર્યા હતા. જીઆઈ (GI) પ્રોડક્ટ્સ, કૃષિ પેદાશો અને સ્થાનિક હસ્તકલા જેવા ઉદાહરણો ટાંકીને, તેમણે જિલ્લા સ્તરની શક્તિઓને નિકાસની તકોમાં પરિવર્તિત કરવા અને સતત માર્ગદર્શન, ક્ષમતા નિર્માણ તેમજ બજાર જોડાણો દ્વારા ઇકોસિસ્ટમમાં નવા નિકાસકારોને લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સંદર્ભ નક્કી કરતા, વિદેશ વ્યાપાર મહાનિદેશકે (ડીજીએફટી) સહભાગી ઇપીસીનું દેશના નિકાસ પ્રમોશનની સફરમાં ભાગીદાર તરીકે સ્વાગત કર્યું હતું. ડીજીએફટીએ એક્સપોર્ટ પ્રમોશન મિશન (EPM) માટે મિશન-મોડ અને ભાગીદારી-સંચાલિત અભિગમ પર ભાર મૂક્યો હતો, અને દરેક કાઉન્સિલને મિશનના દરેક ઘટકનો સંપૂર્ણ લાભ લેવા વિનંતી કરી હતી, જેમાં સુવિધા તેમજ માપી શકાય તેવા પરિણામો, છેવાડાના નિકાસકાર સુધી પહોંચ અને તેમને મળતા ફાયદા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ડીજીએફટીએ જિલ્લા સ્તરીય નિકાસ પ્રમોશન, ઈ-કોમર્સ નિકાસ અને દેશના યુવાનોની સંભાવનાઓને નવા જમાનાના નિકાસકારો તરીકે ઉપયોગમાં લેવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
એક્સપોર્ટ પ્રમોશન મિશનના હસ્તક્ષેપોની સ્થિતિ રજૂ કરતા, વિદેશ વ્યાપારના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી લોકેશ એચ.ડી.એ માહિતી આપી હતી કે દસ હસ્તક્ષેપો પહેલેથી જ રોલ આઉટ (શરૂ) કરી દેવામાં આવ્યા છે, જ્યારે બ્રાન્ડિંગ ઘટક વ્યાપક હિતધારકોની પરામર્શ હેઠળ છે. ઉદ્યોગના પ્રતિભાવો (ફીડબેક) ના આધારે, કાર્યરત કરાયેલા હસ્તક્ષેપોમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે, જેમાં નિર્ધારિત ટેરિફ લાઈનો પર નાના અને સૂક્ષ્મ નિકાસકારોને વ્યાજ સબવેન્શન (સહાય) ના લાભો લંબાવવાનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે કાર્યકારી સમસ્યાઓને ઓળખવા તેમજ ઉકેલવા અને નિકાસકારો દ્વારા યોજનાઓનો વધુ ઉપયોગ સરળ બનાવવા માટે 2 જૂન 2026 ના રોજ ઉદ્યોગના હિતધારકો અને અમલીકરણ એજન્સીઓ સાથે એક રાષ્ટ્રીય કાર્યશાળા (વર્કશોપ) નું આયોજન કરવામાં આવ્યું હતું.
ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ હબ્સ (DEH) પહેલની પ્રગતિની સમીક્ષા કરતા, વિદેશ વ્યાપારના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી અભિનવ ગુપ્તાએ 1 જૂન 2026 ના રોજ શરૂ કરાયેલી 90-દિવસની સક્રિયકરણ ઝુંબેશ (એક્ટિવેશન ડ્રાઇવ) ની સ્થિતિ રજૂ કરી હતી. 'ડિસ્ટ્રિક્ટ્સ એઝ એક્સપોર્ટ હબ્સ' પહેલ હેઠળ સ્થાપિત સંસ્થાકીય માળખાના આધારે, જેમાં ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કમિટીઓ (DEPCs) અને ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ એક્શન પ્લાન્સ (DEAPs) હવે તમામ જિલ્લાઓમાં કાર્યરત છે, સક્રિયકરણના સમયગાળા દરમિયાન કેન્દ્રીય અને રાજ્ય સરકારની એજન્સીઓ તથા અન્ય હિતધારકોની જવાબદારીઓ નક્કી કરતું એક વિગતવાર પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2277865)
आगंतुक पटल : 11