MIFF banner

MIFFમાં પ્રદર્શિત સ્વિસ ડોક્યુમેન્ટરીએ મિત્રતા અને માનવીય સંબંધોની અખૂટ શક્તિને ઉજાગર કરી

મોરિસ ફ્રાઈબર્ગહૌસ દ્વારા નિર્દેશિત અને લિયોન શ્વિટર તથા ફેબિયાના સીત્ઝ દ્વારા નિર્મિત સ્વિસ ડોક્યુમેન્ટ્રીઆઈ લવ યુ, આઈ લીવ યુ” (I Love You, I Leave You) ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 19મા મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) માં મિત્રતા, માનસિક સ્વાસ્થ્ય અને માનવીય સ્થિતિસ્થાપકતા પર એક વિચારપ્રેરક ચર્ચા યોજાઈ હતી. ઝ્યુરિચ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડોક્યુમેન્ટ્રી માટે ગોલ્ડન આઈ અને ઓડિયન્સ એવોર્ડ જીતનાર બહુભાષી ડોક્યુમેન્ટ્રીને MIFFના વિશેષ મિડ-ફેસ્ટ શોકેસના ભાગરૂપે આયોજિત તેના આંતરરાષ્ટ્રીય પ્રીમિયરમાં પ્રેક્ષકો અને મીડિયા પ્રતિનિધિઓ તરફથી પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો.

ડોક્યુમેન્ટ્રી સંગીતકાર ડીનોની સફરને અનુસરે છે કારણ કે તે ઓળખની શોધમાં તેના પિતાના વતન અંગોલાની યાત્રા કરે છે. પ્રવાસ ત્યારે એક અણધારી વળાંક લે છે જ્યારે ડીનો ગંભીર માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો અનુભવ કરે છે, જે ફિલ્મને મિત્રતા, કાળજી અને પુનઃપ્રાપ્તિ (રિકવરી) ની એક હૃદયસ્પર્શી શોધમાં પરિવર્તિત કરે છે.

ફિલ્મના શીર્ષક વિશે વાત કરતા મોરિસ ફ્રાઈબર્ગહૌસે જણાવ્યું હતું કેઆઈ લવ યુ, આઈ લીવ યુપ્રેમનો અંત દર્શાવતું નથી, પરંતુ તે વિચારને પ્રતિબિંબિત કરે છે કે લોકોએ કદાચ અલગ રસ્તાઓ પર જવું પડી શકે છે, છતાં કાળજી અને મિત્રતાનું બંધન ચાલુ રહે છે. તેમણે શેર કર્યું કે ફિલ્મની શરૂઆત ખુદ ડીનો દ્વારા કરવામાં આવી હતી, જે પોતાની વાર્તા કહેવા માંગતો હતો અને માનસિક સ્વાસ્થ્યના પડકારો વિશે વધુ સારી સમજણ ઊભી કરવા માંગતો હતો.

મોરિસ ફ્રાઈબર્ગહૌસે જણાવ્યું હતું કે ડીનો સાથેની તેમની લાંબી મિત્રતાએ ડોક્યુમેન્ટ્રીને આકાર આપ્યો છે, જે કોઈ ચોક્કસ સ્ક્રિપ્ટના બદલે વાસ્તવિક જીવનના અનુભવો દ્વારા ઓર્ગેનિક રીતે (સ્વાભાવિક રીતે) વિકસિત થઈ છે. તેમણે ફિલ્મને મુશ્કેલ લાગણીઓ વ્યક્ત કરવાના અને કલા દ્વારા તેમના બંધનને વધુ ગાઢ બનાવવાના એક માધ્યમ તરીકે વર્ણવી હતી. માનસિક સ્વાસ્થ્ય અંગે વાત કરતા, તેમણે સહાનુભૂતિ અને સમજણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને નોંધ્યું હતું કે લોકોની વ્યક્તિગત લડાઈઓ વિશે જાણ્યા વિના ઘણીવાર તેમના વિશે અભિપ્રાય બાંધી લેવામાં (જજ કરવામાં) આવે છે. તેમણે કહ્યું કે ફિલ્મ દર્શકોને અન્ય લોકો સાથેની તેમની વાતચીત અને વ્યવહારમાં વધુ ખુલ્લા મનવાળા, કરુણાશીલ અને સંવેદનશીલ બનવા માટે પ્રોત્સાહિત કરે છે.

દિગ્દર્શકે અર્થપૂર્ણ ચર્ચાઓ શરૂ કરવામાં સિનેમાની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ડોક્યુમેન્ટ્રી માનસિક સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃતિ લાવશે અને સાથે મુશ્કેલ સમયમાં મિત્રતા અને માનવીય સંબંધોની શક્તિ વિશે દર્શકોને યાદ અપાવશે.

SM/BS/JD


Great films resonate through passionate voices. Share your love for cinema with #MIFF2026. Tag us @pibmumbai on X, and we'll help spread your passion! For journalists, bloggers, and vloggers wanting to connect with filmmakers for interviews/interactions, reach out to us at miff.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


रिलीज़ आईडी: 2275697   |   Visitor Counter: 11