યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર સરકારે એનએસજી એક્ટ, 2025 હેઠળ નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ માટે સર્ચ-કમ-સિલેક્શન કમિટીની રચના કરી


કેબિનેટ સચિવ ડૉ. ટી.વી. સોમનાથન 5-સભ્યોની નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ સર્ચ-કમ-સિલેક્શન કમિટીના વડા રહેશે

प्रविष्टि तिथि: 15 JUN 2026 6:02PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારે આજે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ, 2025 (રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ, 2025) હેઠળ નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ (સર્ચ-કમ-સિલેક્શન કમિટી) નિયમો, 2026 અન્વયે નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ માટે સર્ચ-કમ-સિલેક્શન (શોધ અને પસંદગી) સમિતિની રચના કરી છે.

સર્ચ-કમ-સિલેક્શન કમિટીના વડા તરીકે કેબિનેટ સચિવ ડૉ. ટી.વી. સોમનાથન અધ્યક્ષ (ચેરપર્સન) રહેશે અને તેમાં શ્રી હરિ રંજન રાવ, સચિવ (રમતગમત); લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) હરપાલ સિંહ (ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન), રમતગમત પ્રશાસક અને બે રાષ્ટ્રીય રમતગમત પુરસ્કાર વિજેતાઓ અનુક્રમે શ્રી ગગન નારંગ અને સુશ્રી એન. કુંજુરાની દેવી સભ્યો તરીકે સામેલ રહેશે.

ઉપરોક્ત સમિતિને જાહેર પ્રશાસન, રમતગમત શાસન, રમતગમત કાયદો અને અન્ય સંબંધિત ક્ષેત્રોમાં જ્ઞાન અથવા વ્યવહારુ અનુભવ ધરાવતી યોગ્યતા, અખંડિતતા અને પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિઓમાંથી બોર્ડના અધ્યક્ષ અને બે સભ્યોની જગ્યાઓ માટે નામોની પેનલની ભલામણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

મંત્રાલય દ્વારા સર્ચ-કમ-સિલેક્શન કમિટીની રચના થવાથી નેશનલ સ્પોર્ટ્સ બોર્ડના અધ્યક્ષ અને સભ્યોની પસંદગીની પ્રક્રિયા શરૂ થશે, જે રાષ્ટ્રીય રમતગમત સંસ્થાઓને બોર્ડની માન્યતા આપવા અને શાસન, નાણાકીય તેમજ નૈતિક માપદંડોનું પાલન સુનિશ્ચિત કરવા માટે જવાબદાર કેન્દ્રીય સત્તાધિકારી (સેન્ટ્રલ ઓથોરિટી) તરીકે કાર્ય કરશે.

SM/JD


(रिलीज़ आईडी: 2273244) आगंतुक पटल : 98
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Tamil