નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

DRIએ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં 14 કરોડ રૂપિયાની કિંમતની 71 લાખ દાણચોરી કરેલી વિદેશી મૂળની સિગારેટ સ્ટીક્સ જપ્ત કરી; ચાર વ્યક્તિઓની ધરપકડ

प्रविष्टि तिथि: 12 JUN 2026 4:04PM by PIB Ahmedabad

વિદેશી મૂળની સિગારેટની દાણચોરી વિરૂદ્ધ એક મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં બહુવિધ સંકલિત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મે 2026થી, DRI દ્વારા હાથ ધરવામાં આવેલા ઑપરેશન્સના પરિણામે સમગ્ર ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં અંદાજે રૂ. 14 કરોડની સંચિત કિંમતની વિદેશી મૂળની આશરે 71,00,000 સ્મગલિંગ કરાયેલી સિગારેટ સ્ટીક્સ જપ્ત કરવામાં આવી છે અને તેની સાથે 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

મુખ્ય ઑપરેશન્સમાં, ડીઆરઆઈએ 11 જૂન 2026ના રોજ મિઝોરમમાં મોન્ડ, XSo, ORIS  અને પેટ્રોન જેવી બ્રાન્ડ્સની વિદેશી મૂળની 45 લાખથી વધુ સિગારેટ સ્ટીક્સ જપ્ત કરી હતી. આ ઑપરેશન આસામ રાઇફલ્સની 34મી બટાલિયનની સહાયથી હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પ્રારંભિક તપાસ દર્શાવે છે કે આ સિગારેટ ભારત-મ્યાનમાર સરહદ પર જોખાવથાર સેક્ટર દ્વારા મ્યાનમારથી દેશમાં સ્મગલિંગ કરીને લાવવામાં આવી હતી.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં શ્રેણીબદ્ધ ઑપરેશન્સમાં આવી અન્ય 26 લાખ સિગારેટ જપ્ત કરવામાં આવી છે, અને 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2272143) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Assamese , Tamil , Telugu