નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
azadi ka amrit mahotsav

નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય પવન ઊર્જાના વિકાસને વેગ આપવા માટે ગોવામાં ગ્લોબલ વિન્ડ ડે 2026 કોન્ફરન્સનું આયોજન કરશે


કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી ભારતના પવન ઊર્જાના લક્ષ્યોને વેગ આપવા અંગેની ઉજવણીનું નેતૃત્વ કરશે

प्रविष्टि तिथि: 12 JUN 2026 2:58PM by PIB Ahmedabad

નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા 15 જૂન 2026ના રોજ ગોવામાં વિન્ડ એનર્જી: ફ્રોમ એમ્બિશન ટુ એક્સીલરેશન (પવન ઊર્જા: મહાત્વાકાંક્ષાથી વેગ તરફ) થીમ પર ગ્લોબલ વિન્ડ ડે 2026 કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા તેમજ ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી શ્રી પ્રહલાદ જોશી, મંત્રાલયના વરિષ્ઠ પ્રતિનિધિઓ, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA), સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI), ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જી (NIWE) ગ્રીડ ઇન્ડિયા, અગ્રણી રાજ્ય સરકારો અને ઇન્ડિયન વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (IWTMA), WIPPA અને IWPA સહિતની ઉદ્યોગ સંસ્થાઓ ઉપસ્થિત રહેશે.

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું પવન ઊર્જા બજાર બન્યું છે. વર્ષ 2030 સુધીમાં 100 GW અને વર્ષ 2035 સુધીમાં 155 GWના લક્ષ્યાંક સાથે, પવન ઊર્જા એ ભારતના 500 GW નોન-ફોસિલ (બિન-અશ્મિભૂત) ક્ષમતા અને વર્ષ 2070 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્ય માટે મહત્વપૂર્ણ છે.

કોન્ફરન્સ વિશે વાત કરતા શ્રી જોશીએ જણાવ્યું હતું કે, “પવન ઊર્જા એ ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા વ્યૂહરચનાના કેન્દ્રમાં છે, અને વર્ષ 2025-26માં નોંધાયેલો 6.1 GWનો રેકોર્ડ ઉમેરો દર્શાવે છે કે મજબૂત નીતિ અને ઉદ્યોગનો સહયોગ શું હાંસલ કરી શકે છે. આગામી તબક્કા માટે વેગ આપવો જરૂરી છે. ગ્લોબલ વિન્ડ ડે 2026 પર, ધ્યાન મહાત્વાકાંક્ષાથી અમલીકરણ તરફ ખસેડવું જોઈએ, કારણ કે ભારત વૈશ્વિક નિકાસની તકો ઝડપી લેવા માટે પણ પોતાની જાતને તૈયાર કરી રહ્યું છે.

MNREના સચિવ શ્રી સંતોષ કુમાર સારંગી પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કોન્ફરન્સ ભારતના પવન ઊર્જા પ્રવાસના આગામી તબક્કાને આકાર આપનારી મુખ્ય પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડશે, જેમાં સંસાધનોની પર્યાપ્તતા, ગ્રીડની સજ્જતા, ક્ષમતામાં ઉમેરો, સ્થાનિક ઉત્પાદનની સ્પર્ધાત્મકતા, નિકાસની તકો અને અંદાજ તેમજ પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્થિરીકરણમાં પ્રગતિનો સમાવેશ થાય છે. આ ઉજવણીના ભાગરૂપે, કેટલાય ઉદ્યોગ અહેવાલો અને જ્ઞાન પત્રોનું અનાવરણ કરવામાં આવશે, જેમાં એલિવેટિંગ ઇન્ડિયાઝ વિન્ડ ટર્બાઇન એક્સપોર્ટસ ફોર ગ્લોબલ માર્કેટ્સ સામેલ છે, જે વિન્ડ ટર્બાઇન ઉત્પાદન અને નિકાસ માટે વૈશ્વિક હબ બનવાની ભારતની સંભાવનાઓ પર પ્રકાશ પાડે છે.

આ કોન્ફરન્સમાં સરકાર, નિયમનકારો, ડેવલપર્સ, ઉત્પાદકો અને નિષ્ણાતો સાથે પ્લેનરી સત્રો અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવશે. જેથી કરીને તૈનાતીને વેગ આપવા, અમલીકરણમાં સુધારો કરવા અને સ્થાનિક ક્ષમતાઓને મજબૂત કરવા માટેના વ્યવહારુ પગલાં ઓળખી શકાય. આ ક્ષેત્ર જ્યારે તેના આગામી વિકાસના તબક્કામાં પ્રવેશી રહ્યું છે, ત્યારે ગ્લોબલ વિન્ડ ડે 2026 સતત વિસ્તરણ અને સ્વચ્છ ઊર્જાની મહાત્વાકાંક્ષાઓ માટેના રોડમેપને આકાર આપવામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ સાબિત થશે.

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(रिलीज़ आईडी: 2272097) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Kannada