પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિજીની હાર્દિક શુભેચ્છાઓ અને સ્નેહસભર શબ્દો બદલ આભાર વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
10 JUN 2026 7:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિજીની હાર્દિક શુભેચ્છાઓ અને સ્નેહસભર શબ્દો બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષો દરમિયાન જે કંઈ પણ હાસલ કરવામાં આવ્યું છે તે ભારતના લોકોના સામૂહિક પ્રયાસો અને આકાંક્ષાઓનું પરિણામ છે.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે, 140 કરોડ ભારતીયોનો સ્નેહ અને આશીર્વાદ એ તેમની સૌથી મોટી શક્તિ અને પ્રેરણા છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, રાષ્ટ્રપતિજીએ 'પીએમ-જનમન' (PM-JANMAN) અને 'ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન'નો ઉલ્લેખ કર્યો તે બદલ તેઓ વિશેષ કરીને આનંદિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અંત્યોદયની સાચી ભાવના સાથે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"રાષ્ટ્રપતિજી, આપની હાર્દિક શુભેચ્છાઓ અને સ્નેહસભર શબ્દો બદલ હું આપનો આભારી છું. વર્ષો દરમિયાન જે કંઈ પણ હાસલ કરવામાં આવ્યું છે તે ભારતના લોકોના સામૂહિક પ્રયાસો અને આકાંક્ષાઓનું પરિણામ છે. 140 કરોડ ભારતીયોનો સ્નેહ અને આશીર્વાદ એ મારી સૌથી મોટી શક્તિ અને પ્રેરણા છે. આપના દ્વારા 'પીએમ-જનમન' (PM-JANMAN) અને 'ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન'નો ઉલ્લેખ કરવામાં આવ્યો તે બદલ હું વિશેષ કરીને આનંદિત છું. અમારી સરકાર અંત્યોદયની સાચી ભાવના સાથે વિકાસના લાભો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. @rashtrapatibhvn"
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2271305)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam