કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી જયંત ચૌધરીએ કૌશલ ભવન ખાતે MSDEના કર્મચારીઓના બાળકો માટે ડે-કેર સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, જે સમાવેશી કાર્યસ્થળના સરકારના વિઝનને મજબૂત કરે છે
प्रविष्टि तिथि:
06 JUN 2026 1:49PM by PIB Ahmedabad
વધુ સમાવેશી, કરુણાપૂર્ણ અને લોકો-કેન્દ્રીય કાર્ય વાતાવરણને પ્રોત્સાહન આપવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં, ભારત સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરીએ, કૌશલ ભવન- કૌશલ વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE)ના મુખ્યાલય ખાતે કર્મચારીઓના બાળકો માટે એક નવી ડે-કેર સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.
લગભગ 600 ચોરસ મીટરમાં ફેલાયેલી, આ નવી ડે-કેર સુવિધા એક આવકારદાયક, સુરક્ષિત અને પોષણક્ષમ વાતાવરણ પૂરું પાડે છે જ્યાં બાળકો શીખી શકે છે, રમી શકે છે, આરામ કરી શકે છે અને વિકાસ કરી શકે છે. આ સુવિધામાં સૂવા અને આરામ કરવા માટેના આરામદાયક વિસ્તારો, એક આકર્ષક રમત અને પ્રવૃત્તિ ઝોન, ઉંમરને અનુરૂપ શિક્ષણ સંસાધનો, બાળકોને અનુકૂળ ફર્નિચર, સ્વચ્છ શૌચાલય અને શિશુઓ તેમજ નાના બાળકોની સુખાકારી અને આરામ સુનિશ્ચિત કરવા માટે ખાસ ડિઝાઇન કરાયેલા ફીડિંગ અને બેબી-ચેન્જિંગ રૂમ છે. પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓ (કેરગીવર્સ) અને સહાયક સ્ટાફ દ્વારા સંચાલિત, આ ઘોડિયાઘર (ક્રેચ) ને 6 મહિનાથી 6 વર્ષની ઉંમરના બાળકોના વિકાસ અને સંભાળની જરૂરિયાતોને પૂરી કરવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે.
નવી ઉદ્ઘાટન કરાયેલી ડે-કેર સુવિધા માત્ર માળખાકીય સુવિધાઓથી આગળ વધે છે—તે એવી સંસ્કૃતિને મૂર્ત સ્વરૂપ આપે છે જે સંભાળને મહત્વ આપે છે, બાળપણની ઉજવણી કરે છે અને કર્મચારીઓને કૌટુંબિક જવાબદારીઓ સાથે વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓને સંતુલિત કરવા સક્ષમ બનાવે છે. ગુણવત્તાયુક્ત બાળ સંભાળને કાર્યસ્થળની વધુ નજીક લાવીને, આ પહેલનો ઉદ્દેશ્ય કામ કરતા માતા-પિતાને ટેકો આપવાનો છે અને તે વધુ સમાવેશી, પરિવાર-અનુકૂળ અને લોકો-કેન્દ્રીય કાર્ય વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે MSDE ની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
શ્રીમતી દેબશ્રી મુખર્જી, સચિવ, MSDE; શ્રી દિલીપ કુમાર, મહાનિર્દેશક (તાલીમ), ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેનિંગ (DGT); પ્રો. (ડૉ.) અશોક કુમાર ગાબા, એક્ઝિક્યુટિવ મેમ્બર, NCVET; શ્રી નિરંજન કુમાર સુધાંશુ, અધિક સચિવ, MSDE; શ્રીમતી મનીષા સેનશર્મા, વરિષ્ઠ આર્થિક સલાહકાર, MSDE; શ્રીમતી હેના ઉસ્માન, સંયુક્ત સચિવ, MSDE; શ્રીમતી અર્ચના માયારામ, આર્થિક સલાહકાર, MSDE; શ્રીમતી માનસી સહાય ઠાકુર, સંયુક્ત સચિવ, MSDE; શ્રી એમ. સુબ્રમણ્યન, સંયુક્ત સચિવ, MSDEની સાથે મંત્રાલય, DGT, NCVET અને NSDC ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ભારત ભવિષ્ય માટે તૈયાર અને સમાવેશી અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આ પ્રકારની પહેલો પ્રગતિશીલ, લોકો-કેન્દ્રીય અને આધુનિક કાર્યબળની જરૂરિયાતોને અનુરૂપ સંસ્થાઓના નિર્માણ પર સરકારના ધ્યાનને મજબૂત કરે છે.





SM/IJ/GP/JT
(रिलीज़ आईडी: 2269785)
आगंतुक पटल : 17