પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દમણમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા પોતાના સંબોધનની ઝલક શેર કરી

प्रविष्टि तिथि: 05 JUN 2026 10:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દમણમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા પોતાના સંબોધનની ઝલક શેર કરી હતી, જેમાં પ્રાદેશિક વિકાસ અને રાષ્ટ્રીય પ્રગતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:

"દમણમાં મળેલા વિશેષ સ્વાગતથી હું સન્માનિત છું. NDA સરકારે દમણ અને દીવના વિકાસ માટે નોંધપાત્ર સંસાધનો સમર્પિત કર્યા છે. વિવિધ પ્રોજેક્ટ્સથી લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થયો છે."

"આજના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે સ્વચ્છતા સંબંધિત ઉત્કૃષ્ટ પ્રયાસો કરવા બદલ હું દમણના લોકોની પ્રશંસા કરવા માંગુ છું. જ્યારે સ્વચ્છતા આગળ વધે છે, ત્યારે તે હેલ્થકેરથી લઈને પ્રવાસન સુધીના વિવિધ ક્ષેત્રોને વેગ આપે છે.

આજના સ્વાગતની કેટલીક વધુ ઝલક અહીં છે."

"વૈશ્વિક કટોકટીના આ દૌરમાં 140 કરોડ દેશવાસીઓના સામૂહિક પ્રયાસોથી ભારત પોતાની જાતને સંભાળી પણ રહ્યું છે અને સૌથી આગળ રહેવાના તેના પ્રયાસો સફળ પણ થઈ રહ્યા છે. દેશની વિકાસની ગતિને લઈને આજે આવેલા આંકડા પણ તેના સાક્ષી છે."

"દાદરા અને નગર હવેલીની સાથે સાથે દમણ અને દીવમાં વિકાસની અનંત સંભાવનાઓ છે. અહીંની જનતા-જનાર્દન પ્રગતિનું જે સપનું જોઈ રહી છે, તેને સાકાર કરવામાં અમારી સરકાર નિરંતર લાગેલી છે."

"નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પરિણામો આ વાતનો પ્રત્યક્ષ પુરાવો છે કે આયુષ્માન ભારત સહિત હેલ્થ સેક્ટરની અમારી યોજનાઓ દેશવાસીઓને ખૂબ કામ આવી રહી છે."

"અમારી સરકારનો પ્રયાસ છે કે દેશના યુવાનોને ડિગ્રીની સાથે સાથે સાચી દિશા પણ મળે. તેથી દરેક ક્ષેત્રમાં તેમને નવા અભિગમ સાથે એવા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેથી લોકલ ટેલેન્ટ માટે ગ્લોબલ સંભાવનાઓ પણ બને."

 

SM/IJ/GP/JT


(रिलीज़ आईडी: 2269653) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी