યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026 ને ખુલ્લી જાહેર કરી


"આ ચેમ્પિયનશિપ દ્વારા યોગાસનને એક સ્પર્ધાત્મક રમત તરીકે નવી ઓળખ મળશે": પ્રધાનમંત્રી મોદી

"જેમ જેમ યોગાસન રમતનો વિસ્તાર થશે, તેમ તેમ નવી શક્યતાઓ અને કારકિર્દીની તકો પણ વધશે": પ્રધાનમંત્રી મોદી

“આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા, વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ સ્વાસ્થ્ય અને વેલનેસની બેવડી માત્રા લાવે છે”: પ્રધાનમંત્રી મોદી

"જ્યારે ભારત 2030 માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036 માં ઓલિમ્પિક્સની યજમાની કરશે, ત્યારે આપણી મહત્વકાંક્ષા યોગાસનને આ વૈશ્વિક રમતગમત પ્રતિયોગિતાઓનો ભાગ બનતા જોવાની છે," ડો. મનસુખ માંડવિયા

વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 60 થી વધુ દેશોના શ્રેષ્ઠ યોગાસન રમતવીરો અને પ્રતિનિધિમંડળોને એકસાથે લાવ્યા છે

प्रविष्टि तिथि: 04 JUN 2026 9:21PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026 ને ખુલ્લી જાહેર કરી હતી. આ ચેમ્પિયનશિપની ભૂમિકા પર પ્રકાશ પાડતા પીએમ મોદીએ ટિપ્પણી કરી હતી કે, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા, વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ સ્વાસ્થ્ય અને વેલનેસની બેવડી માત્રા લાવે છે.”

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દરેક જીવંત પરંપરા સમય સાથે નવા તબક્કામાં પ્રવેશે છે અને તેમણે આ ચેમ્પિયનશિપને યોગ માટે એક નવા પ્રકરણની શરૂઆત ગણાવી હતી. “દરેક જીવંત પરંપરા સમય સાથે નવા તબક્કામાં પ્રવેશે છે. યોગાસન સ્પોર્ટ્સની આ વર્લ્ડ ચેમ્પિયનશિપ આવા જ એક નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે.”

રમતગમતની વ્યાપક અસર પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દરેક મોટી રમત તેની આસપાસ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવે છે.

જેમ જેમ યોગાસન રમતનો વિસ્તાર થશે, તેમ તેમ તેની સાથે જોડાયેલી નવી શક્યતાઓ પણ વધશે. આ એથ્લેટ્સ (રમતવીરો) માટે કરિયરની નવી તકો લાવશે અને ટ્રેનર્સ, સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ્સ, સંશોધકો અને ઇવેન્ટ મેનેજર્સ માટે તકો ઊભી કરશે,” પીએમ મોદીએ જણાવ્યું હતું.

સહભાગીઓને અભિનંદન આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું મહત્વ માત્ર સ્પર્ધા પૂરતું મર્યાદિત નથી. “આ સ્પર્ધામાં ભલે ગમે તે જીતે, પરંતુ ઇતિહાસના આ મહત્વપૂર્ણ પ્રકરણનો હિસ્સો બનીને, તમે બધા પહેલેથી જ ચેમ્પિયન બની ગયા છો,” તેમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલા રમતવીરોને આયુષ મંત્રાલયના ‘યોગ થ્રી સિક્સટી ફાઇવ’ (Yoga Three Sixty Five) અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે પણ અનુરોધ કર્યો હતો, અને તેમને યોગનો આ સંદેશ પોતાના દેશોમાં પાછા લઈ જવા તથા આ પ્રાચીન પ્રથામાં વર્ષભર ભાગ લેવા પ્રેરણા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે યોગાસન આખરે આંતરરાષ્ટ્રીય રમતગમતની પ્રતિયોગિતાઓમાં સ્થાન મેળવશે.

સભાને સંબોધતા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ યોગાસન ચેમ્પિયનશિપને ભારત અને વૈશ્વિક યોગ સમુદાય માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.

"વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપની શરૂઆત ભારતમાં થઈ રહી છે; તેની પ્રથમ આવૃત્તિમાં જ 78 દેશો અને 500 થી વધુ રમતવીરો એકસાથે આવ્યા છે. દેશ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે," તેમ તેમણે જણાવ્યું હતું.

રમતગમત મંત્રીએ આગળ ભારપૂર્વક જણાવ્યું હતું કે યોગાસન હવે એક સ્પર્ધાત્મક રમત તરીકે ઉભરી રહ્યું છે, જેમાં ભારત આ પરિવર્તનનું નેતૃત્વ કરી રહ્યું છે. "જ્યારે ભારત 2030 માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036 માં ઓલિમ્પિક્સની યજમાની કરશે, ત્યારે આપણી મહત્વકાંક્ષા યોગાસનને આ વૈશ્વિક રમતગમત પ્રતિયોગિતાઓનો ભાગ બનતા જોવાની છે," તેમ તેમણે કહ્યું હતું.

ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત સરકારના ગૃહ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માનનીય રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને વર્લ્ડ યોગાસનના માનનીય પ્રમુખ સ્વામી રામદેવ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ, કેન્યા, જાપાન, ઓમાન, મોરેશિયસ અને નેધરલેન્ડ્સ સહિત 60 થી વધુ દેશોના શ્રેષ્ઠ યોગાસન રમતવીરો અને પ્રતિનિધિમંડળોને એકસાથે લાવ્યા છે અને તેનો ઉદ્દેશ્ય યોગાસનને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત રમતગમતની શિસ્ત તરીકે સ્થાપિત કરવાનો છે.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2269121) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi