જળશક્તિ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતના જળ સંશોધન અને ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે સરકાર, ઉદ્યોગ અને શિક્ષણ જગત એક મંચ પર આવ્યા


ભારતમાં જળ નવીનતાના આગામી તબક્કાને આગળ ધપાવતા પાણી ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ પર રાષ્ટ્રીય કાર્યશાળા નવી દિલ્હીમાં યોજાશે.

પોસ્ટેડ ઓન: 31 MAY 2026 10:33AM by PIB Ahmedabad

જળ શક્તિ મંત્રાલય દ્વારા 1 જૂન 2026ના રોજ ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે જળ ક્ષેત્રે R&D પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવશે.

આ એક દિવસીય કાર્યશાળામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ; વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) ડૉ. જિતેન્દ્ર સિંહ; જળ શક્તિ મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી રાજ ભૂષણ ચૌધરી; અને સ્પેસ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી અને ઇસરો (ISRO) ના ચેરમેન ડૉ. વી. નારાયણન, સેક્રેટરી (DST), સેક્રેટરી (DoDWS), સેક્રેટરી (DoWR, RD&GR) અને નેશનલ વોટર મિશનના એડિશનલ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટર સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને સંયુક્ત રીતે તેનું ઉદ્ઘાટન કરશે.

સરકાર, ઉદ્યોગ અને શિક્ષણ જગતનું એકસાથે આવવું એ ભારતના જળ સંશોધન માળખાને મજબૂત કરવા અને ટકાઉ જળ વ્યવસ્થાપન માટે ઇનોવેશન-આધારિત ઉકેલોને વેગ આપવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે, જ્યારે વૈજ્ઞાનિક સંસ્થાઓ, નીતિ ઘડવૈયાઓ, શિક્ષણવિદો, સ્ટાર્ટઅપ્સ, તકનીકી સંસ્થાઓ અને સામુદાયિક હિતધારકો વચ્ચે વધુ મજબૂત સંકલનને પ્રોત્સાહન આપશે.

આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ ‘MAHA on Water’ (Mission for Advancement in High-Impact Areas for Water - જળ ક્ષેત્રે ઉચ્ચ-અસરવાળા ક્ષેત્રોમાં પ્રગતિ માટેનું મિશન) નું લોન્ચિંગ હશે, જે જળ સંસાધન વ્યવસ્થાપન, પીવાનું પાણી, આબોહવા સ્થિતિસ્થાપકતા અને પાણીના ઉપયોગની કાર્યક્ષમતા જેવા અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં અદ્યતન સંશોધનને પ્રોત્સાહન આપવા માટે જળ શક્તિ મંત્રાલય અને ANRFની સંયુક્ત પહેલ છે. આ પહેલ અંતર્ગત સંશોધન દરખાસ્તો માટે ઓપન કોલની પણ જાહેરાત કરવામાં આવશે.

મંત્રાલય જળ ક્ષેત્રમાં પ્રોડક્ટ અને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટને ટેકો આપવા માટે BHARAT-WIN પોર્ટલ હેઠળ સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે વધુ એક ઓપન કોલ લોન્ચ કરશે.

આ કાર્યશાળામાં જળ સંચય જન ભાગીદારી: કેચ ધ રેઈન’ (JSJB:CTR)નું લોન્ચિંગ પણ જોવા મળશે, જે નાગરિકો, સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓને જળ સંરક્ષણ, વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળ રિચાર્જની પહેલોનું દસ્તાવેજીકરણ અને પ્રદર્શન કરવા સક્ષમ બનાવીને સમુદાયની આગેવાની હેઠળના જળ સંરક્ષણ પ્રયાસોને મજબૂત કરવા માટે ડિઝાઇન કરાયેલું એક સહભાગી ડિજિટલ પ્લેટફોર્મ છે. “સમગ્ર સરકાર અને સમગ્ર સમાજના વિઝનને મજબૂત બનાવતા, આ પ્લેટફોર્મ લાંબા ગાળાની જળ સુરક્ષા અને આબોહવા સ્થિતિસ્થાપકતાના મુખ્ય ચાલક બળો તરીકે જન ભાગીદારી, વર્તણૂકીય પરિવર્તન, સ્થાનિક ભાગીદારી અને પાયાના  સ્તરના ઇનોવેશનને પ્રોત્સાહન આપશે.

જળ શક્તિ મંત્રાલય અને ઇસરો (ISRO) વચ્ચે જળ સંસાધન મૂલ્યાંકન, દેખરેખ અને વ્યવસ્થાપન માટે સેટેલાઇટ-આધારિત એપ્લિકેશન્સ અને અદ્યતન તકનીકોને મજબૂત કરવા માટે એક MoU સાઇન થવાની અપેક્ષા છે, જેમાં 24 અગ્રતા અભ્યાસો અને સહકારના ક્ષેત્રોની ઓળખ પહેલેથી જ કરી લેવામાં આવી છે.

આ કાર્યશાળામાં બહુવિધ તકનીકી સત્રો યોજાશે જેમાં ભૂગર્ભ જળ વ્યવસ્થાપન, સિંચાઈ પદ્ધતિઓ, નદીની આકૃતિ (રિવર મોર્ફોલોજી), પૂરના મેદાનોનું ઇનન્ડેસન મેપિંગ (ફ્લડપ્લેન ઇનન્ડેસન મેપિંગ), આબોહવા સ્થિતિસ્થાપકતા, ઇકોલોજીકલ મૂલ્યાંકન, ડેમ અને હાઇડ્રોલિક માળખાની સુરક્ષા, શહેરી જળભરતાર મેપિંગ (અર્બન એક્વિફર મેપિંગ) અને જળ શાસનમાં રિમોટ સેન્સિંગ તેમજ અદ્યતન તકનીકોનો ઉપયોગ જેવા મુખ્ય વિષયો આવરી લેવામાં આવશે.

અંતિમ-વપરાશકર્તા લાભાર્થીઓ અને PIs સંશોધનાત્મક દરમિયાનગીરીઓમાંથી મળેલી સફળ પદ્ધતિઓ, મુખ્ય શિખામણો અને મૂર્ત પરિણામો શેર કરશે. આ વિચાર-વિમર્શ દરમિયાન છેલ્લા 12 વર્ષોમાં હાથ ધરવામાં આવેલા જળ-ક્ષેત્રના સંશોધનની અસરનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે અને 16મા નાણાં પંચના ચક્ર માટે વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ તેમજ આગળના માર્ગ વિશે ચર્ચા કરવામાં આવશે.

કાર્યશાળાની સાથે જળ ક્ષેત્રે નવીન તકનીકો, સંશોધન પરિણામો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ પ્રદર્શિત કરતું એક પ્રદર્શન પણ યોજાશે. આ પ્રદર્શન સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, MSMEs અને તકનીકી સંસ્થાઓને ટકાઉ અને ટેકનોલોજી-સક્ષમ જળ વ્યવસ્થાપન માટે અદ્યતન ઉકેલો પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.

આ કાર્યશાળા સંશોધન-આધારિત નીતિ ઘડતર, ઇનોવેશન ઇકોસિસ્ટમ અને સામુદાયિક ભાગીદારી માટે વ્યૂહાત્મક દિશા પ્રદાન કરે તેવી અપેક્ષા છે, જે લાંબા ગાળાની જળ સુરક્ષા અને ટકાઉ જળ વ્યવસ્થાપન તરફના ભારતના પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2267189) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी