પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીએ નાણાકીય વર્ષ 2025–26માં એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ મિકેનિઝમ દ્વારા રૂ. 21.26 કરોડ મેળવ્યા

પોસ્ટેડ ઓન: 30 MAY 2026 1:03PM by PIB Ahmedabad

નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી (NBA) એ નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ (ABS) મિકેનિઝમ હેઠળ રૂ. 21.26 કરોડ મેળવ્યા છે. આ રકમ જૈવિક સંસાધનોના સંશોધન, વ્યાવસાયિક ઉપયોગ, બૌદ્ધિક સંપદા અધિકારો (ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ), બાયો-સર્વે અને બાયો-યુટિલાઇઝેશન માટે આપવામાં આવેલી મંજૂરીઓમાંથી જનરેટ થઈ હતી, જે ભારતના બાયોડાયવર્સિટી ગવર્નન્સ ફ્રેમવર્કમાં ઉદ્યોગોની વધતી જતી ભાગીદારી દર્શાવે છે.

આ સમયગાળા દરમિયાન, સીડ સેક્ટર રૂ. 11.75 કરોડના યોગદાન સાથે સૌથી મોટો યોગદાનકર્તા તરીકે ઉભરી આવ્યું હતું, ત્યારબાદ આયુષ સેક્ટર રૂ. 5.56 કરોડ સાથે બીજા ક્રમે હતું. અન્ય યોગદાનકર્તાઓમાં ન્યુટ્રાસ્યુટિકલ્સ રૂ. 1.40 કરોડ સાથે અને ફાર્માસ્યુટિકલ્સ રૂ. 1.18 કરોડ સાથે સામેલ હતા. બાયોટેકનોલોજી, કોસ્મેટિક્સ, કેમિકલ, બાયોફ્યુઅલ અને ફૂડ એન્ડ બેવરેજ સેક્ટર્સ તરફથી પણ યોગદાન પ્રાપ્ત થયું હતું. સીડ સેક્ટરમાંથી મુખ્ય યોગદાનકર્તાઓમાં નનહેમ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, ઈસ્ટ વેસ્ટ સીડ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, પાયોનિયર ઓવરસીઝ કોર્પોરેશન, નોંગવુ સીડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ.અને બીએએસએફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામેલ હતા. આયુષ સેક્ટરમાં, મુખ્ય યોગદાનકર્તાઓમાં હિમાલયા વેલનેસ કંપની, ઓર્ગેનિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નેચરલ રેમેડીઝ સામેલ હતા.

આ સેક્ટર્સે આશરે 300 જૈવિક સંસાધનોનો ઉપયોગ કર્યો હતો, જેમાં મકાઈ, ચોખા, હળદર, આમળા, રાઈ, કારેલા, કાલમેઘ, એલચી, તુલસી, ગુગળ ગુંદર, કડવા લીમડાના પાન, ગાર્સિનિયા, અશ્વગંધા, મરી અને લવિંગ સામેલ છે.

આજની તારીખ સુધીમાં, નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીએ જૈવિક સંસાધનો અને સંબંધિત જ્ઞાનના વપરાશકર્તાઓ પાસેથી રૂ. 266 કરોડની ABS ફંડની રકમ મેળવી છે. આમાંથી, દેશભરના લાભાર્થીઓને રૂ. 145 કરોડની રકમ પહેલેથી જ વિતરિત કરી દેવામાં આવી છે.

બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ હેઠળ સ્થાપિત ABS મિકેનિઝમ એ સુનિશ્ચિત કરે છે કે જૈવિક સંસાધનોના ઉપયોગથી મળતા લાભો સ્થાનિક સમુદાયો, બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટીઓ, ખેડૂતો અને પરંપરાગત જ્ઞાન ધરાવનારાઓ સાથે ન્યાયી અને સમાન રીતે વહેંચવામાં આવે. જનરેટ થયેલું આ ફંડ પાયાના સ્તરે જૈવવિવિધતાના સંરક્ષણ, જૈવિક સંસાધનોના ટકાઉ ઉપયોગ અને આજીવિકા વૃદ્ધિમાં સીધું યોગદાન આપે છે.

આ સિદ્ધિ કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ પરના નાગોયા પ્રોટોકોલ અને નેશનલ બાયોડાયવર્સિટી સ્ટ્રેટેજી એન્ડ એક્શન 2024–2030ના લક્ષ્યાંક 13ના ઉદ્દેશ્યો પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ઉદ્યોગો તરફથી વધી રહેલું આ યોગદાન દર્શાવે છે કે આર્થિક વિકાસ અને જૈવવિવિધતા સંરક્ષણ બંને એકસાથે આગળ વધી શકે છે, જે દેશ માટે વધુ ટકાઉ અને સમાવેશી ભવિષ્યનું નિર્માણ કરે છે.

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2266944) મુલાકાતી સંખ્યા : 24
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Bengali , Tamil