ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરના કલોલ અને ગાંધીનગર (ઉત્તરી) વિધાનસભા ક્ષેત્રોમાં 340 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો


મોદી સરકારે ડેમોગ્રાફિક ચેન્જ પર હાઈ લેવલ કમિટી બનાવી, એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને દેશની બહાર કાઢીશું

મોદીજીના નેતૃત્વમાં ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી, સંપૂર્ણ ગંગા પથ પર ભગવો લહેરાયો

ગુજરાતનું વિકાસ મોડલ હવે દેશનું વિકાસ મોડલ; મોદી સરકારના 12 વર્ષમાં દેશના 80% ભૂભાગ પર અમારા પક્ષનું શાસન

સમય રહેતા પોતાની મેળે જ પાછા ચાલ્યા જાય ઘૂસણખોરો, જે પોતે પાછા જશે, તેમના પર કોઈ કેસ નહીં થાય

બંગાળની અગાઉની સરકારમાં બેરોકટોક ઘૂસણખોરી થતી હતી, અમારી સરકાર આવતા જ ઘૂસણખોરો પોતે પાછા ફરવા લાગ્યા છે

45 દિવસમાં સીમા ફેન્સિંગની જમીન આપવાનો વાયદો માત્ર 7 દિવસમાં પૂરો કરવા બદલ બંગાળ સરકારને અભિનંદન

બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ અને એન્ટી-ઇનફિલ્ટ્રેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું આપણી સરકારની પ્રાથમિકતા

વીર સાવરકરજીની જયંતી પર ગૃહ મંત્રીજીએ શ્રદ્ધાંજલિ આપી, કહ્યું: દેશને આઝાદ કરાવવા માટે તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું, અંગ્રેજો જેને માત્ર ‘બળવો’ કહેતા હતા, તેને સાવરકરજીએ “1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ" નામ આપ્યું

પોસ્ટેડ ઓન: 28 MAY 2026 6:58PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં કલોલ અને ગાંધીનગર (ઉત્તરી) વિધાનસભા ક્ષેત્રમાં 340 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો અને પ્રાથમિક શાળાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

one.jpeg

કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે વીતેલા 10 દિવસોમાં તેમને ગાંધીનગર જિલ્લાના બે વિધાનસભા ક્ષેત્રોમાં 1200 કરોડ રૂપિયાના કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસનો અવસર પ્રાપ્ત થયો. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલી વિકાસની પદ્ધતિના કારણે આજે દરેક ગામ આત્મનિર્ભર અને સુવિધા સંપન્ન થઈ રહ્યું છે અને દરેક વ્યક્તિને સારું જીવન જીવવાનો અધિકાર મળી રહ્યો છે. તેમણે કહ્યું કે હવે ગામડાઓમાં શાળાઓ છે, શાળામાં શિક્ષકો છે, આરોગ્યની વ્યવસ્થા અને સાફ-સફાઈ છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે 2029ની લોકસભા ચૂંટણી પહેલા ગાંધીનગર જિલ્લાના કલોલ અને ગાંધીનગર (ઉત્તરી) વિધાનસભા ક્ષેત્રોના દરેક ગામમાં બગીચા અને તળાવનું કામ પણ પૂરું થશે. તેમણે કહ્યું કે હવે ગામડાઓમાં નાની લાઈબ્રેરી હશે, જે આપણા યુવાનોને ખરાબ ટેવોથી દૂર લઈ જશે અને તેમના વ્યક્તિત્વનો વિકાસ થશે. શ્રી શાહે કહ્યું કે એક સંપૂર્ણ વ્યક્તિત્વના વિકાસ માટે રમત-ગમત, લાઈબ્રેરી અને બગીચા ખૂબ જ જરૂરી હોય છે. તેમણે કહ્યું કે અમે સ્વચ્છ ગામ, તળાવ, બગીચા બનાવવા અને વૃક્ષારોપણ કરવાની દિશામાં સમાન રીતે કામ કર્યું છે.

two.jpeg

મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સાવરકર એક દેશભક્ત હતા જેમને "વીર"નું બિરુદ કોઈ સરકાર દ્વારા નહીં, પરંતુ લોકોએ આપ્યું હતું. તેથી  આજે પણ દેશનો દરેક બાળક તેમને "વીર સાવરકર" તરીકે ઓળખે છે, "વિનાયક દામોદર સાવરકર" તરીકે નહીં. તેઓ આજીવન દેશભક્ત હતા. તેમણે પોતાનું આખું જીવન ભારત માતાને બ્રિટિશ ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે સમર્પિત કર્યું. જ્યારે કાલા પાણી જેલમાં બ્રિટિશ જેલરે હસતાં હસતાં સાવરકરને કહ્યું, "શ્રી સાવરકર, તમને બે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અને તમે  જેલમાંથી બહાર નીકળી શકતા નથી," ત્યારે સાવરકરે સ્મિત સાથે જવાબ આપ્યો, "મારી જીંદગી સુધી બ્રિટિશ સરકાર શાસન કરશે નહીં, અને મારો દેશ ટૂંક સમયમાં આઝાદ થશે." શ્રી શાહે કહ્યું કે વીર સાવરકરની  ભાવનાએ દેશની મુક્તિમાં ફાળો આપ્યો. તેમણે ઉમેર્યું કે અંગ્રેજો 1857ના સ્વતંત્રતા યુદ્ધને બળવો કહેતા હતા. સાવરકરે "1857 કા સ્વતંત્રતા સમર" પુસ્તક લખ્યું. તેમણે કહ્યું કે વીર સાવરકરે કાલા પાણી જેલની પથ્થરની દિવાલો પર પોતાના લોહીથી ભારત માતાની સ્વતંત્રતા વિશે એક કવિતા લખી હતી. વીર સાવરકરે અસ્પૃશ્યતા સામે પણ વ્યાપકપણે કામ કર્યું હતું. તેમણે આપણી ભાષાઓને મહિમા આપવા માટે પણ કામ કર્યું હતું. તેમણે પતિત પાવન મંદિરની સ્થાપના કરી અને તેને સમાજના તમામ વર્ગો માટે ખુલ્લું મૂક્યું.

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ગુજરાતથી શરૂ કરવામાં આવેલી વિકાસ યાત્રા અવિરત ચાલુ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી તરીકે મોદીજીની સરકારના 12 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને આ દરમિયાન તેમણે ગુજરાતના વિકાસ મોડલને કાશ્મીરથી કન્યાકુમારી અને ગંગા સાગરથી સોમનાથ સુધી ફેલાવ્યું છે. તેમણે કહ્યું કે આનું જ પરિણામ છે કે આજે દેશના 80% ભૂભાગ પર અમારી પાર્ટીનું શાસન છે. શ્રી શાહે કહ્યું કે બંગાળ ચૂંટણીમાં સત્તાધારી પક્ષનો સૂપડાં સાફ થઈ ગય. હવે ઉત્તરાખંડના ગંગોત્રીથી લઈને બંગાળના ગંગા સાગર સુધી મા ગંગાના સમગ્ર પથ પર ભગવો લહેરાવવાનું કામ આપણા નેતા મોદીજી અને અમારી પાર્ટીએ કર્યું છે.

three.jpeg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે અમે બંગાળ ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે અમે બંગાળમાં સરકાર બનવા પર બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ લગાવવાનું કામ તરત જ શરૂ કરી દઈશું. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગ અને એન્ટી-ઇનફ્લિટ્રેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું આપણી સરકારની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે બંગાળના મુખ્યમંત્રી શ્રી શુભેન્દુ અધિકારીજીએ સરકાર બનાવવાના 7 દિવસની અંદર 600 હેક્ટર જમીન સીમા સુરક્ષા બળ (બીએસએફ)ને સોંપી દીધી છે. ચિકન નેક કોરિડોરની પણ 121 હેક્ટર જમીન ભારત સરકારને આપી દેવામાં આવી છે. શ્રી શાહે કહ્યું કે બંગાળની અગાઉની સરકારના શાસનમાં દરરોજ ઘૂસણખોરી થતી હતી, પરંતુ હવે ઘૂસણખોરો પોતાની મેળે જ પાછા જવા લાગ્યા છે. બંગાળ સરકારે હવે ડિટેન્શન સેન્ટર બનાવ્યા છે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે જે ઘૂસણખોરી કરીને ગેરકાયદેસર રીતે ભારતમાં આવ્યા છે, તેઓ પોતાના ત્યાં પાછા ચાલ્યા જાય, જ્યાંથી તેઓ આવ્યા છે. જો તેઓ પોતાની મેળે પાછા ફરે છે, તો બંગાળ સરકાર તેમના પર કોઈ કેસ નહીં કરે અને પરત ફરવામાં તેમની સહાયતા પણ કરશે. તેમણે આશા વ્યક્ત કરી કે ઘૂસણખોરોની ઓળખ કરવાનું અભિયાન શરૂ થતાં પહેલાં જ તેઓ પોતાની મેળે પાછા ફરી જશે.

ગૃહ મંત્રીએ કહ્યું કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને દેશની બહાર કાઢવો એ અમારી સરકારનો સંકલ્પ છે. તેમણે કહ્યું કે આ જ કારણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ડેમોગ્રાફિક ચેન્જ પર ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે. આ ઉચ્ચ સ્તરીય સમિતિ દેશભરમાં જનસંખ્યામાં થઈ રહેલા કૃત્રિમ બદલાવો, તેમના કારણો અને તેમને રોકવાના ઉપાયોનો વ્યાપક અભ્યાસ કરશે. આના માટે જો કોઈ કાયદો બનાવવાની જરૂર પડશે, તો તેની પણ ભલામણ કરશે. તેમણે કહ્યું કે આ સમિતિ એક વર્ષમાં પોતાનો રિપોર્ટ આપશે, અને કૃત્રિમ જનસાંખ્યિકીય બદલાવને રોકવાનું કામ આપણી સરકાર પૂરી મજબૂતીથી કરશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં દિન દૂની રાત ચૌગુણી વિકાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં મોદીજી દ્વારા 25 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલું વિકાસનું અભિયાન હવે તેની ચરમસીમા પર છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર દેશનું સૌથી વિકસિત લોકસભા ક્ષેત્ર બનશે.

four.jpeg

 

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2266386) મુલાકાતી સંખ્યા : 32
આ રીલીઝ વાંચો: English , Marathi , हिन्दी , Assamese , Odia