પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 28 MAY 2026 9:56AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એનટીઆર ગારુને લોકકલ્યાણ અને શાસન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે, જેમણે ગરીબો અને હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ગૌરવ સુનિશ્ચિત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ પણ નોંધ્યું હતું કે સિનેમામાં એનટીઆર ગારુનું પ્રદાન પેઢીઓને મંત્રમુગ્ધ કરતું  રહ્યું છે અને જણાવ્યું હતું કે તેમનું જીવન અને આદર્શો અપાર પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"મહાન એનટીઆર ગારુને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેઓ લોકકલ્યાણ અને શાસન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે પ્રેમપૂર્વક યાદ કરવામાં આવે છે, જેમણે ગરીબો અને હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ગૌરવ સુનિશ્ચિત કર્યું હતું. સિનેમામાં તેમનું પ્રદાન પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહ્યું છે. તેમનું જીવન અને આદર્શો અપાર પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે. આંધ્રપ્રદેશમાં એનડીએ સરકાર,મારા મિત્ર ચંદ્રબાબુ નાયડુ ગારુના નેતૃત્વમાં,તેમણે લોકો માટે રાખેલી આકાંક્ષાઓને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

@ncbn"

SM/IJ/GP/JT

 


(रिलीज़ आईडी: 2266134) आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam