લોકસભા સચિવાલય
લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ ડૉ. નીલમ સંજીવ રેડ્ડીને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
19 MAY 2026 1:48PM by PIB Ahmedabad
લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાના નેતૃત્વમાં આજે સંસદ સભ્યોએ બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને લોકસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. નીલમ સંજીવ રેડ્ડીને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સંસદ સભ્યો, ભૂતપૂર્વ સાંસદો અને અન્ય મહાનુભાવોએ પણ આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ અને રાજ્યસભાના મહાસચિવ શ્રી પી.સી. મોદીએ પણ આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
લોકસભા સચિવાલય દ્વારા હિન્દી અને અંગ્રેજીમાં પ્રકાશિત ડૉ. નીલમ સંજીવ રેડ્ડીના જીવનચરિત્ર પર એક પુસ્તિકા મહાનુભાવોને અર્પણ કરવામાં આવી હતી.
IJ/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2262731)
મુલાકાતી સંખ્યા : 7