વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

GeM એ તેનો સ્થાપના દિવસ 2026 ઉજવ્યો; ભારતમાં ડિજિટલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ (જાહેર ખરીદી) પ્રણાલીને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું

પોસ્ટેડ ઓન: 16 MAY 2026 2:03PM by PIB Ahmedabad

ગવર્નમેન્ટ -માર્કેટપ્લેસ (GeM) તેના સ્થાપના દિવસ 2026 ની ઉજણી કર, જે પારદર્શિતા, કાર્યક્ષમતા અને ટેકનોલોજી-સંચાલિત શાસન દ્વારા ભારતમાં જાહેર ખરીદીને સમર્થન આપવામાં તેની સતત ભૂમિકાને દર્શાવે છે.

GeM પ્લેટફોર્મના વિકાસ, સંચાલન અને જાળવણી માટે વાણિજ્ય મંત્રાલય હેઠળની કલમ 8 (Section 8) ની બિન-નફાકારક કંપની તરીકે 'ગવર્નમેન્ટ -માર્કેટપ્લેસ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ' (GeM SPV) ની સ્થાપના કંપની અધિનિયમ, 2013 હેઠળ 17 મે 2017 ના રોજ કરવામાં આવી હતી. વર્ષો જતાં, GeM એક મુખ્ય ડિજિટલ પબ્લિક પ્રોક્યોરમેન્ટ (જાહેર ખરીદી) પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જે દેશભરના વિક્રેતાઓ માટે વ્યવસાય કરવાની સરળતા (ease of doing business) અને વ્યાપક બજાર પહોંચને પ્રોત્સાહન આપે છે.

આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને વિકસિત ભારત 2047 ના વિઝન સાથે સુસંગત રહીને, GeM સ્થાનિક ક્ષમતાઓને સરકારી ખરીદીની તકો સાથે જોડીને સ્થાનિક સાહસોને સમર્થન આપવાનું ચાલુ રાખે છે. પ્લેટફોર્મ પર ફાર્માસ્યુટિકલ્સ, પરિવહન, બાંધકામના સાધનો, ફર્નિચર, કાપડ અને તબીબી ઉપભોજ્ય વસ્તુઓ (medical consumables) જેવા ક્ષેત્રોમાં ક્લાસ-1 સ્થાનિક સપ્લાયર્સ (વિક્રેતાઓ) ની વ્યાપક ભાગીદારી જોવા મળી છે.

આજે, પ્લેટફોર્મ 1.36 લાખથી વધુ સરકારી ખરીદદારો અને આશરે 25 લાખ વિક્રેતાઓ તેમજ સેવા પ્રદાતાઓનું યજમાનપદ ધરાવે છે, જેમાં સક્રિય વિક્રેતાઓમાં લગભગ 72% હિસ્સો સૂક્ષ્મ અને નાના સાહસો (MSEs) નો છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન, GeM પર 11 લાખથી વધુ MSEs ને ₹2.36 લાખ કરોડની કિંમતના 51 લાખથી વધુ ઓર્ડર મળ્યા હતા. મહિલાઓની આગેવાની હેઠળના MSEs ₹28,000 કરોડથી વધુના ખરીદી ઓર્ડર મેળવ્યા હતા, જ્યારે એસસી/એસટી (SC/ST) સાહસિકોને ₹6,000 કરોડથી વધુના ઓર્ડર મળ્યા હતા. પ્લેટફોર્મ પર સ્ટાર્ટઅપ્સે ₹19,000 કરોડથી વધુના ઓર્ડર મેળવ્યા છે, જે સાહસિકતાને ટેકો આપવામાં અને સરકારી ખરીદી સુધી પહોંચને વ્યાપક બનાવવામાં GeM ની ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

GeM ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) શ્રી મિહિર કુમારે જણાવ્યું હતું કે, “GeM ની સ્થાપના સરકાર અને તેની એજન્સીઓ માટે એક પારદર્શક, કાર્યક્ષમ અને સર્વસમાવેશક ડિજિટલ ખરીદી પ્લેટફોર્મ બનાવવાના વિઝન સાથે કરવામાં આવી હતી. આજે, GeM સ્થાનિક સાહસોને ખરીદીની તકો સાથે જોડીને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને સમર્થન આપવાનું ચાલુ રાખે છે.”

સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે, GeM હિતધારકો જોડાણ (stakeholder engagement) અને જ્ઞાન-આદાનપ્રદાનની શ્રેણીબદ્ધ પહેલોનું આયોજન કરી રહ્યું છે. સંભવિત ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (OEMs) માટે વેન્ડર એસેસમેન્ટ (વિક્રેતા મૂલ્યાંકન) પ્રક્રિયા અને દસ્તાવેજીકરણની આવશ્યકતાઓ પર સ્પષ્ટતા વધારવા માટે 15 મે 2026 ના રોજ ‘GeM વેન્ડર એસેસમેન્ટ વર્કશોપસાથે ઉજવણીની શરૂઆત થઈ હતી.

તદુપરાંત, GeM ઇકોસિસ્ટમને મજબૂત કરવા પર ચર્ચાઓને પ્રોત્સાહિત કરવા માટે GeM દ્વારા 21 મે 2026 ના રોજ “GeM માર્કેટપ્લેસને સમૃદ્ધ બનાવવું” (Enriching the GeM Marketplace) ની થીમ હેઠળ “GeM મંથનનું આયોજન કરવામાં આવશે. સંરક્ષણ ખરીદી અને ઓપરેશનલ (કામગીરીની) જરૂરિયાતો સાથે સુસંગતતા મજબૂત કરવાના ઉદ્દેશ્યથી પ્રક્રિયામાં સુધારા અને તકનીકી હસ્તક્ષેપો પર વિચાર-વિમર્શ કરવા માટે GeM 22 મે 2026 ના રોજ સંરક્ષણ સેવાઓ (Defence Services) ના પ્રતિનિધિઓ સાથે એક બ્રેઈનસ્ટોર્મિંગ (વિચાર-મંથન) સત્રનું પણ આયોજન કરશે.

IJ/NP/JD


(રીલીઝ આઈડી: 2261734) મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Kannada