આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
અખબારી યાદી
પોસ્ટેડ ઓન:
14 MAY 2026 3:54PM by PIB Ahmedabad
સરકારના ધ્યાનમાં આવ્યું છે કે “જે જી બિલ્ડિંગ ગ્રુપ” નામે કાર્યરત એક સંસ્થા દ્વારા કેટલીક છેતરપિંડીભરી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) સાથે જોડાણ હોવાનો ખોટો દાવો કરીને નકલી ભરતી અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.
- અહેવાલ મુજબ, ઉક્ત સંસ્થા: (i). આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) ના નામનો ઉપયોગ કરીને નકલી ખાલી જગ્યાઓની સૂચનાઓ બહાર પાડી રહી છે; (ii). મંત્રાલય સાથે અધિકૃતતા/સહયોગ હોવાનો દાવો કરીને ઉમેદવારોને ગેરમાર્ગે દોરી રહી છે; (iii). રોજગાર આપવાના બહાને અરજદારો પાસેથી કથિત રીતે નાણાકીય અવેજ (પૈસા) માંગી રહી છે; (iv). આવા ખોટા દાવાઓને સમર્થન આપતું ઓનલાઈન પ્લેટફોર્મ/વેબસાઈટ ચલાવી રહી છે.
- આ સંદર્ભમાં, અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે: (a). આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે આવી કોઈ ભરતી સૂચના બહાર પાડી નથી; (b). મંત્રાલયે તેના વતી ભરતી કરવા માટે કોઈ ખાનગી એજન્સી/સંસ્થાને અધિકૃત કરી નથી; (c). આનાથી વિપરીત દાવો કરતા કોઈપણ સંવાદને છેતરપિંડીભર્યા અને ગેરમાર્ગે દોરનારા ગણવા જોઈએ.
- જનતાને, ખાસ કરીને નોકરી વાંચ્છૂકોને સલાહ આપવામાં આવે છે: (i). આવી નકલી ભરતી ઓફરોનો જવાબ ન આપવો; (ii). આવી સંસ્થાઓ સાથે વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી શેર ન કરવી; (iii). આવી ઓફરોના સંબંધમાં કોઈ ચૂકવણી ન કરવી; (iv). આવી ઘટનાઓની જાણ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર અથવા સ્થાનિક કાયદા અમલીકરણ સત્તાવાળાઓને કરવી.
- આ અખબારી યાદી જનહિતમાં જાગૃતિ લાવવા અને અજાણ નાગરિકોનું શોષણ અટકાવવા માટે જાહેર કરવામાં આવી છે.
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2261010)
મુલાકાતી સંખ્યા : 17