પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા અને શ્રી શિવરાજ સિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સેહત મિશન લોન્ચ: ખેતીથી સ્વાસ્થ્ય સુધી ભારતની નવી મોટી પહેલ


કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા બોલ્યા- રિએક્ટિવ નહીં, પ્રોએક્ટિવ હેલ્થ સિસ્ટમની દિશામાં મોટું પગલું

શ્રી જે.પી. નડ્ડાએ કહ્યું- કૃષિ અને સ્વાસ્થ્યનો સંગમ વૈજ્ઞાનિક, સસ્તો અને અસરકારક ઉકેલ આપશે

શ્રી શિવરાજ સિંહ ચૌહાણ બોલ્યા- જે ખાવાનું છે, તે જ ઉગાડવાનું છે, ત્યારે જ બનશે સ્વસ્થ ભારત

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે સેહત મિશનને પોષણ, કિસાન સુરક્ષા અને રોગ-નિયંત્રણનો મજબૂત આધાર ગણાવ્યો

ICAR-ICMR ની ભાગીદારીથી ખુલી હેલ્ધી ફૂડ, હેલ્ધી ફાર્મ અને હેલ્ધી ઇન્ડિયાની નવી રાહ

પોસ્ટેડ ઓન: 11 MAY 2026 8:35PM by PIB Ahmedabad

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી જે.પી. નડ્ડા અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આજે દિલ્હીમાં "સેહત મિશન" લોન્ચ કરવામાં આવ્યું, જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ખેતીથી સ્વાસ્થ્ય સુધી ભારતની નવી મોટી પહેલ છે. ICAR-ICMR ની ભાગીદારીથી પ્રારંભ થયેલ હેલ્ધી ફૂડ, હેલ્ધી ફાર્મ અને હેલ્ધી ઇન્ડિયાનું નવું મહત્વપૂર્ણ મિશન છે. અવસરે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી ભાગીર્થ ચૌધરી, ICMR ના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલ અને ICAR ના મહાનિર્દેશક ડૉ. એમ.એલ. જાટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડાએ કહ્યું કેસેહત મિશનભારતની નીતિ-નિર્માણ પ્રક્રિયામાં એક મોટા ફેરફારનું પ્રતીક છે, જ્યાં સરકાર હવે માત્ર ઈલાજ પર નહીં, પરંતુ નિવારણ, સમયસર ઓળખ અને નિરંતર દેખભાળ પર ભાર આપી રહી છે. તેમણે કહ્યું કે પહેલ જણાવે છે કે ભારત હવે રિએક્ટિવ નહીં, પરંતુ પ્રોએક્ટિવ વિચાર સાથે આગળ વધી રહ્યું છે. શ્રી નડ્ડાએ કહ્યું કે લાંબા સમય સુધી કૃષિ અને સ્વાસ્થ્ય સંસ્થાઓ અલગ-અલગ દિશામાં કામ કરતી રહી, પરંતુ હવે ICAR અને ICMR નું સાથે આવવું વિજ્ઞાન-આધારિત ઉકેલની નવી શરૂઆત છે.

તેમણે કહ્યું કે મિશન કુપોષણ અને બીજી તરફ ઝડપથી વધી રહેલા બિન-ચેપી રોગો (નૉન-કમ્યુનિકેબલ ડિઝીઝ), જેવા કે ડાયાબિટીસ, હાયપરટેન્શન અને કેન્સર - બંને પડકારોનો સામનો કરવામાં મોટી ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે ભારતને હવે પોતાના અનુભવ, પોતાના સંશોધન અને પોતાના વૈજ્ઞાનિક પુરાવાઓ પર આધારિત સ્વદેશી ઉકેલો વિકસાવવા પડશે. તેમના મતે લો-કોસ્ટ (સસ્તા), હાઈ-ક્વોલિટી અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત ઉકેલો દેશ માટે સૌથી ઉપયોગી થશે, અને દિશામાં ICMR પૂરી પ્રતિબદ્ધતાથી કામ કરશે.

શ્રી નડ્ડાએ પણ રેખાંકિત કર્યું કે સેહત મિશન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુહોલ ઓફ ગવર્નમેન્ટઅનેહોલ ઓફ સિસ્ટમ્સએપ્રોચનું ઉદાહરણ છે, જેમાં વિજ્ઞાન, નીતિ અને અમલીકરણને સાથે લઈને આગળ વધવું પડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મિશન હેલ્ધી ઇન્ડિયા અને સ્ટ્રોંગ ઇન્ડિયાના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કેસેહત મિશનનો શુભારંભ ભારત માટે એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ પગલું છે, જે ખેતી, પોષણ અને સ્વાસ્થ્યને એકસાથે જોડીને સ્વસ્થ ભારતના નિર્માણની મજબૂત દિશા નક્કી કરશે.

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ભારતની પરંપરામાં હંમેશાથી સ્વસ્થ શરીરને સૌથી મોટું સુખ માનવામાં આવ્યું છે અને સારું સ્વાસ્થ્ય સાચા ભોજનથી આવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશને હવે માત્ર વધુ ઉત્પાદન નહીં, પરંતુ એવું ઉત્પાદન જોઈએ જે પોષણ આપે, રોગોથી બચાવે અને જનતાને શ્રેષ્ઠ જીવન આપે.

શ્રી ચૌહાણે કહ્યું કેહિતભુક, મિતભુક અને ઋતુભુકનું ભારતીય જીવન-દર્શન આજે પણ તેટલું પ્રાસંગિક છે, કારણ કે શરીર માટે હિતકારી, સંતુલિત અને ઋતુ (મોસમ) મુજબનું ભોજન વાસ્તવિક સ્વાસ્થ્યનો આધાર છે. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કેશું ખાવુંની સાથે-સાથેશું ઉગાડવુંપર પણ રાષ્ટ્રીય સ્તર પર ગંભીરતાથી કામ કરવામાં આવે.

તેમણે કહ્યું કે વિચારને આગળ વધારવા માટે ICAR અને ICMR હાથ મિલાવીનેસેહત મિશનશરૂ કર્યું છે, જે ખેતીથી થાળી અને થાળીથી સ્વાસ્થ્ય સુધી એક વૈજ્ઞાનિક કડી તૈયાર કરશે. તેમના મતે મિશન બાયો-ફોર્ટિફાઈડ પાકો, પોષણયુક્ત ખાદ્ય પદાર્થો, એકીકૃત કૃષિ પ્રણાલી, ખેડૂતોના સ્વાસ્થ્ય-સુરક્ષા ઉપાયો, જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓ માટે યોગ્ય આહાર અનેવન હેલ્થદ્રષ્ટિકોણ પર કેન્દ્રિત છે.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે દેશમાં આજે અન્ન ઉત્પાદન પૂરતું છે, પરંતુ હવે આગામી લક્ષ્ય પોષણ-સંપન્ન ઉત્પાદન હોવું જોઈએ. તેમણે બાયો-ફોર્ટિફાઈડ પાકો, ઝિંક, આયર્ન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર જાતો તથા કોદો, કુટકી, જુવાર, રાગી અને બાજરી જેવા પરંપરાગત અનાજોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો.

તેમણે પણ કહ્યું કે એકીકૃત ખેતી માત્ર ખેડૂતોની આવક વધારવાનું સાધન નથી, પરંતુ પરિવારના પોષણને મજબૂત કરવાનો પણ રસ્તો છે. અનાજની સાથે ફળો, શાકભાજી, પશુપાલન, મત્સ્ય પાલન અને મધમાખી પાલન જેવી પ્રવૃત્તિઓ ગ્રામીણ પરિવારોને સંતુલિત ભોજન અને બહેતર સ્વાસ્થ્ય સાથે જોડી શકે છે.

કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે ખેડૂતો અને ખેતમજૂરોના સ્વાસ્થ્યને પણ મિશનનો મહત્વપૂર્ણ હિસ્સો ગણાવ્યો. તેમણે કહ્યું કે જંતુનાશકોના સંપર્ક, રસાયણોના અસંતુલિત ઉપયોગ અને ખેતરોમાં કામ દરમિયાન થતા જોખમોને ઘટાડવા માટે વૈજ્ઞાનિક ઉપાયો, સુરક્ષિત ખેતી પદ્ધતિઓ અને જાગૃતિ અત્યંત જરૂરી છે.

શ્રી ચૌહાણે કહ્યું કે જો સાચું ભોજન અને સાચી પાક પસંદગી પર વૈજ્ઞાનિક રીતે કામ કરવામાં આવે, તો ભોજન દવાનું કામ કરી શકે છે. તેમણે મધુપ્રમેહ (ડાયાબિટીસ), ઉચ્ચ રક્તચાપ (હાઈ બ્લડ પ્રેશર) અને અન્ય જીવનશૈલી સંબંધી રોગોના સંદર્ભમાં એવા ખાદ્ય વિકલ્પોના વિકાસ અને પ્રસાર પર ભાર મૂક્યો, જે લોકોને બીમારીથી બચાવવા અને રોગ નિયંત્રણમાં મદદ કરે.

શ્રી શિવરાજ સિંહ ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મિશન નિશ્ચિત સમય-મર્યાદામાં નક્કર પરિણામો આપશે અને દેશની જનતાને સ્વસ્થ રાખવામાં માઈલસ્ટોન (સીમાચિહ્ન) સાબિત થશે. તેમણે વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને તમામ સહભાગી સંસ્થાઓને અભિનંદન આપતા કહ્યું કે કૃષિ અને સ્વાસ્થ્યના સંગમથી ભારત નહીં, પૂરી માનવતાને લાભ મળશે.

સેહત” (SEHAT) એટલે કે Science Excellence for Health through Agricultural Transformation, ICAR અને ICMR નું સંયુક્ત રાષ્ટ્રીય મિશન છે, જેનો ઉદ્દેશ્ય ખેતીને ઉત્તમ પોષણ, રોગ-નિવારણ, ખેડૂત કલ્યાણ અને વૈજ્ઞાનિક નીતિ-નિર્માણ સાથે જોડવાનો છે. મિશનની અપેક્ષિત અસરોમાં પોષણ ગુણવત્તામાં સુધારો, છુપાયેલી ભૂખ અને સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપમાં ઘટાડો, બિન-ચેપી રોગોની રોકથામ, ખેડૂત સ્વાસ્થ્ય-સુરક્ષા, ટકાઉ ખાદ્ય પ્રણાલી અને વિજ્ઞાન-આધારિત નીતિ સમર્થન સામેલ છે.

IJ/BS/JD


(રીલીઝ આઈડી: 2260044) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Marathi , हिन्दी , Kannada