પ્રધાનમંત્રીનું કાર્યાલય
દિલ્હીના શાહદરા જિલ્લામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ PMNRFમાંથી એક્સ-ગ્રેશિયા (સહાય) જાહેર કરી
પોસ્ટેડ ઓન:
03 MAY 2026 7:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના શાહદરા જિલ્લામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ આ દુખદ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.
શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂ. 2 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની એક્સ-ગ્રેશિયા સહાય આપવામાં આવશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દિલ્હીના શાહદરા જિલ્લામાં આગની દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ અત્યંત પીડાદાયક છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના.
PMNRF માંથી પ્રત્યેક મૃતકના વારસદારોને રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયા સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્તોને રૂ. 50,000 આપવામાં આવશે: PM"
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2257693)
મુલાકાતી સંખ્યા : 14