સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
TRAI દ્વારા વ્હીકલ-ટુ-એવરીથિંગ (V2X) કોમ્યુનિકેશન માટેના નિયમનકારી માળખા પર પરામર્શ પત્ર બહાર પાડવામાં આવ્યો
પોસ્ટેડ ઓન:
30 APR 2026 2:35PM by PIB Ahmedabad
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ આજે વ્હીકલ-ટુ-એવરીથિંગ (V2X) કોમ્યુનિકેશન માટેના નિયમનકારી માળખા પર એક પરામર્શ પત્ર બહાર પાડ્યો છે.
ભારત સરકારના સંચાર મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ તેના તારીખ 01.12.2025ના પત્ર દ્વારા, ટ્રાઈ (TRAI) ને વ્હીકલ-ટુ-એવરીથિંગ (V2X) માટેની નિયમનકારી પદ્ધતિ પર ટ્રાઈ એક્ટ 1997 (સુધારેલ)ની કલમ 11(1)(a)ની શરતો હેઠળ ભલામણો આપવા વિનંતી કરી હતી.
આ સંદર્ભમાં, વ્હીકલ-ટુ-એવરીથિંગ (V2X) કોમ્યુનિકેશન માટેના નિયમનકારી માળખા પરનો પરામર્શ પત્ર ટ્રાઈની વેબસાઇટ (www.trai.gov.in) પર મૂકવામાં આવ્યો છે. પરામર્શ પત્રમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર હિતધારકો પાસેથી લેખિત ટિપ્પણીઓ 28.05.2026 સુધી અને વળતી ટિપ્પણીઓ 11.06.2026 સુધી આમંત્રિત કરવામાં આવી છે.
ટિપ્પણીઓ/વળતી ટિપ્પણીઓ પ્રાધાન્ય મુજબ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં શ્રી અખિલેશ કુમાર ત્રિવેદી, એડવાઈઝર (નેટવર્ક, સ્પેક્ટ્રમ અને લાયસન્સિંગ), TRAIને advmn@trai.gov.in પર મોકલી શકાય છે. કોઈપણ સ્પષ્ટતા/માહિતી માટે શ્રી અખિલેશ કુમાર ત્રિવેદી, એડવાઈઝર (નેટવર્ક, સ્પેક્ટ્રમ અને લાયસન્સિંગ), TRAIનો ટેલિફોન નંબર +91-11-20907758 પર સંપર્ક કરી શકાય છે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2256918)
મુલાકાતી સંખ્યા : 16