ચૂંટણી આયોગ
સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ 2026: તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 865 કરોડ રૂપિયાથી વધુની જપ્તી
પોસ્ટેડ ઓન:
17 APR 2026 4:37PM by PIB Ahmedabad
ભારતના ચૂંટણી પંચે (ECI) 15 માર્ચ, 2026 ના રોજ આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યું હતું. પંચે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારોને આદર્શ આચારસંહિતા (MCC) ના કડક પાલનની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.
ચૂંટણીને હિંસા-મુક્ત, ડર-મુક્ત અને પ્રલોભન-મુક્ત બનાવવા માટે પંચે મુખ્ય સચિવો, CEO અને અમલીકરણ એજન્સીઓના વડાઓ સાથે અનેક સમીક્ષા બેઠકો યોજી હતી. ફરિયાદો પર 100 મિનિટમાં કાર્યવાહી થાય તે માટે પશ્ચિમ બંગાળમાં 2,728 અને તમિલનાડુમાં 2,283 મળી કુલ 5,011 ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ (FST) તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, વિવિધ સ્થળોએ ઓચિંતી નાકાબંધી માટે 5,363 સ્ટેટિક સર્વેલન્સ ટીમ (SST) પણ કાર્યરત છે.
26 ફેબ્રુઆરી 2026 થી શરૂ થયેલા ઇલેક્શન સીઝર મેનેજમેન્ટ સિસ્ટમ (ESMS) હેઠળ 17 એપ્રિલ 2026 સુધીનો જપ્તીનો ડેટા નીચે મુજબ છે: જપ્તીની વિગતો (રૂપિયા કરોડમાં)
|
ક્રમ
|
રાજ્ય
|
રોકડ
|
દારૂ (મૂલ્ય)
|
ડ્રગ્સ (મૂલ્ય)
|
કિંમતી ધાતુ
|
મફતની ચીજો/અન્ય
|
કુલ મૂલ્ય
|
|
1.
|
પશ્ચિમ બંગાળ
|
21
|
81
|
100
|
54
|
172
|
427
|
|
2.
|
તમિલનાડુ
|
78
|
3
|
74
|
105
|
178
|
438
|
| |
કુલ
|
99
|
84
|
174
|
159
|
350
|
865
|
(નોંધ: પશ્ચિમ બંગાળમાં 31,94,621 લિટર અને તમિલનાડુમાં 97,107 લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.)
પંચે ભારપૂર્વક જણાવ્યું છે કે અમલીકરણ અધિકારીઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તપાસ દરમિયાન સામાન્ય નાગરિકોને કોઈ અગવડ કે હેરાનગતિ ન થાય. આ સંદર્ભમાં કોઈપણ ફરિયાદના નિવારણ માટે જિલ્લા ફરિયાદ સમિતિઓની પણ રચના કરવામાં આવી છે.
નાગરિકો અથવા રાજકીય પક્ષો આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનની જાણ ECINET પર ઉપલબ્ધ C-Vigil મોડ્યુલ દ્વારા કરી શકે છે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2252993)
મુલાકાતી સંખ્યા : 23