રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતીની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

પોસ્ટેડ ઓન: 13 APR 2026 7:07PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ડૉ. બી.આર. આંબેડકરની જન્મજયંતીની પૂર્વસંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, “ભારતીય બંધારણના મુખ્ય શિલ્પી અને મહાન સમાજ સુધારક બાબાસાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતીના અવસરે, હું તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

બાબાસાહેબ આંબેડકર એક ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, પ્રખર ચિંતક, કાયદાના વિદ્વાન અને સમતાવાદી સામાજિક વ્યવસ્થાના પ્રબળ હિમાયતી હતા. તેમણે પોતાનું જીવન સમાજના વંચિત અને નબળા વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું અને તેમના પક્ષમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમણે માત્ર અસમાનતા દૂર કરવાનો માર્ગ નહોતો બતાવ્યો પરંતુ ભારતના લોકશાહી મૂલ્યો અને બંધારણીય અધિકારોને મજબૂત કરવામાં પણ અગ્રણી ભૂમિકા ભજવી હતી. ડૉ. આંબેડકરે મહિલા શિક્ષણ અને તેમના અધિકારોને પ્રાથમિકતા આપી હતી. તેમનું બહુપક્ષીય યોગદાન ભવિષ્યની પેઢીઓને દેશની સેવા અને વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપતું રહેશે.

અવસરે, ચાલો આપણે આપણા જીવનમાં બાબાસાહેબ આંબેડકરના આદર્શોને આત્મસાત કરવાનો સંકલ્પ કરીએ અને ન્યાયી, સર્વસમાવેશક અને પ્રગતિશીલ રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપીએ.”

રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2251674) મુલાકાતી સંખ્યા : 18