રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિ 13 થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 12 APR 2026 6:23PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ 13 થી 16 એપ્રિલ, 2026 દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે.

13 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ AIIMS રાજકોટના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

14 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ ડૉ. બી. આર. આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરના લોક ભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’માં ઉપસ્થિત રહેશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

15 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ AIIMS નાગપુરના બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તે જ દિવસે, તેઓ નેશનલ એકેડેમી ઓફ ડાયરેક્ટ ટેક્સિસ, નાગપુર ખાતે ભારતીય મહેસૂલ સેવા (આવકવેરા) અધિકારી તાલીમાર્થીઓની 78મી બેચના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે.

16 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ વર્ધા ખાતે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયના છઠ્ઠા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2251328) મુલાકાતી સંખ્યા : 106
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi