પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવે દેશભરમાં ઈંધણ પુરવઠાની સ્થિતિ અંગે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સમીક્ષા બેઠક યોજી

પોસ્ટેડ ઓન: 02 APR 2026 8:27PM by PIB Ahmedabad

સચિવ (પેટ્રોલિયમ) દેશભરમાં ઈંધણ પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિક મુખ્ય સચિવો અને અગ્ર સચિવો (ખાદ્ય અને નાગરિક પુરવઠો) સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી.

તેમણે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવશ્યક પેટ્રોલિયમ ઈંધણના પુરવઠાને સરળ બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતગાર કર્યા હતા અને બદલાતી પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર સરકારની સાથે મળીને કામ કરવા બદલ સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રશંસા પણ કરી હતી.

સચિવ (પેટ્રોલિયમ) ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ ઘરેલું ગ્રાહકો અને આવશ્યક ક્ષેત્રો માટે અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે LPG વિતરણનું સક્રિયપણે સંચાલન કરવું જોઈએ અને તેને પ્રાથમિકતા આપવી જોઈએ. રાજ્યોને સંગ્રહખોરી, ડાયવર્ઝન અને ખોટી માહિતીના પ્રસાર સામે કડક તકેદારી રાખવાની સલાહ પણ આપવામાં આવી હતી જે બિનજરૂરી ગભરાટ પેદા કરી શકે છે.

ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોની અનિયમિતતાઓને રોકવા માટે દરોડા સહિતના સક્રિય અમલીકરણના પગલાં લેવા બદલ પ્રશંસા કરવામાં આવી હતી. અન્ય રાજ્યોને દેખરેખ અને અમલીકરણને વધુ મજબૂત કરવા અને ગુનેગારો સામે અનુકરણીય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી. રાજ્યોને પુરવઠાના સંદર્ભમાં ગેરમાર્ગે દોરવાના અને ખોટી અફવાઓ ફેલાવવાના પ્રયાસોને સક્રિયપણે નિષ્ફળ બનાવવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી.

સ્થળાંતરિત મજૂરોને FTL LPG પુરવઠા અંગેના અહેવાલો પર, રાજ્યોએ સ્પષ્ટતા કરી હતી કે સ્થળાંતરિતોને અસર કરતા LPG પુરવઠામાં કોઈ વિક્ષેપ નથી અને પુરવઠો સ્થિર છે. સચિવે માહિતી આપી હતી કે રાજ્યો OMCs સાથે મળીને સ્થાનિક જરૂરિયાતોને આધારે 5 કિલોના FTL LPG સિલિન્ડરોના લક્ષિત વિતરણનું સંચાલન કરવાનું વિચારી શકે છે. ઓટો માટેના LPG પર એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે માંગને પહોંચી વળવા પ્રયાસો ચાલુ છે, અને જે ઓટો LPG અને પેટ્રોલ બંને પર ચાલી શકે છે તેમને પેટ્રોલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

સચિવ (પેટ્રોલિયમ) તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારની પ્રશંસા કરી હતી અને પુરવઠાની સ્થિરતા સુનિશ્ચિત કરવા અને જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે સતત નજીકથી દેખરેખ રાખવા આહવાન કર્યું હતું.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2248673) મુલાકાતી સંખ્યા : 19