ચૂંટણી આયોગ
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ 2026
આસામ, કેરળ અને પુડુચેરી માટે EVM-VVPATsનું બીજું રેન્ડમાઈઝેશન પૂર્ણ થયું
પોસ્ટેડ ઓન:
31 MAR 2026 7:26PM by PIB Ahmedabad
ભારતના ચૂંટણી પંચ (ECI)એ 15 માર્ચ, 2026ના રોજ આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણી અને 6 રાજ્યોમાં પેટાચૂંટણીઓ માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
EVM ને મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા 2-તબક્કાની રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા તેમના સંબંધિત મતદાન મથકો પર ફાળવવામાં આવે છે. પ્રથમ તબક્કામાં, EVMને જિલ્લા કક્ષાના વેરહાઉસમાંથી વિધાનસભા મતવિસ્તારોમાં યાદચ્છિક રીતે ફાળવવામાં આવે છે. બીજા તબક્કામાં, EVMને AC સ્તરથી મતદાન મથક સ્તર સુધી યાદચ્છિક રીતે ફાળવવામાં આવે છે.
ભારતના ચૂંટણી પંચ (ECI) ના નિર્દેશો મુજબ, આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણી અને 6 રાજ્યોમાં પેટાચૂંટણીઓ માટે રાષ્ટ્રીય અને રાજ્ય માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં DEOs દ્વારા EVM મેનેજમેન્ટ સિસ્ટમ (EMS) દ્વારા પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. EVM ની પ્રથમ રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા ચૂંટણીમાં ઉપયોગ માટે અંદાજે 8.85 લાખ યુનિટ EVM (બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને VVPAT) ફાળવવામાં આવ્યા હતા.
આસામ, કેરળ અને પુડુચેરીની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણી અને ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં 9 એપ્રિલ, 2026 ના રોજ યોજાનારી પેટાચૂંટણીઓ માટે ચૂંટણી લડતા ઉમેદવારોની હાજરીમાં RO દ્વારા EVM મેનેજમેન્ટ સિસ્ટમ (EMS) દ્વારા EVM નું બીજું રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું છે.
પ્રથમ અને બીજા રેન્ડમાઈઝ્ડ EVM અને VVPAT ની યાદી પણ તમામ ચૂંટણી લડતા ઉમેદવારો સાથે શેર કરવામાં આવશે.
તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણી અને બાકીના 2 રાજ્યોમાં પેટાચૂંટણીઓ માટે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ પછી, પ્રક્રિયા મુજબ EVM નું બીજું રેન્ડમાઈઝેશન પણ કરવામાં આવશે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2247390)
મુલાકાતી સંખ્યા : 69