પંચાયતી રાજ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર સરકાર દ્વારા આઠ રાજ્યોને XV નાણા પંચની ગ્રાન્ટ તરીકે ₹2,461 કરોડથી વધુની રકમ વિતરિત કરવામાં આવી


છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને ત્રિપુરાની ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ મજબૂત થઈ

પોસ્ટેડ ઓન: 31 MAR 2026 12:06PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન છત્તીસગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ અને સિક્કિમમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને XV નાણા પંચ (XV-FC)ની ટાઈડ (Tied) ગ્રાન્ટ જાહેર કરી છે. તેણે હિમાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને ત્રિપુરાને ટાઈડ અને અનટાઈડ (Untied) બંને ગ્રાન્ટના રોકી રાખવામાં આવેલા હિસ્સા પણ જાહેર કર્યા છે. આ વિતરણ વિવિધ નાણાકીય વર્ષોને લગતા ફાળવણીને આવરી લે છે અને તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ સ્થાનિક શાસનને વધુ મજબૂત કરવાનો છે.

નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન XV નાણા પંચની ગ્રાન્ટના ટાઈડ તથા અનટાઈડ ગ્રાન્ટના રાજ્યવાર ટાઈડ અને રોકી રાખવામાં આવેલા હિસ્સાની વિગતો:

ક્રમ

રાજ્યનું નામ

ગ્રાન્ટનો ઘટક

રકમ (રૂ. કરોડમાં)

હપ્તો/વર્ષ

રાજ્યની પાત્ર પંચાયતો

1.

પંજાબ

ટાઈડ

332.46

નાણાકીય વર્ષ 2025-26 બીજો હપ્તો

13,231 પાત્ર GP, બધા 150 પાત્ર BP, અને બધા 22 પાત્ર DP

2.

મધ્યપ્રદેશ

ટાઈડ

943.27

નાણાકીય વર્ષ 2025-26 માટે બીજો હપ્તો

46 પાત્ર DP, 300 BP, અને 22,933 GP

     

1.89

નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રથમ હપ્તાનો રોકાયેલ ભાગ

4 વધારાના પાત્ર BP અને 19 GP

3.

છત્તીસગઢ

ટાઈડ

347.89

નાણાકીય વર્ષ 2025-26 માટે બીજો હપ્તો

11,648 પાત્ર GP, બધા 146 પાત્ર BP, અને બધા 33 પાત્ર DP

     

12.04

નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રથમ હપ્તાનો રોકાયેલ ભાગ

1 વધારાના પાત્ર DP, 8 BP, અને 350 GP

4.

ગુજરાત

ટાઈડ

763.83

નાણાકીય વર્ષ 2025-26 માટે બીજો હપ્તો

બધા 33 પાત્ર DP, 247 પાત્ર BP, અને 14,563 પાત્ર GPs

     

0.07338 (7.338 lakh)

નાણાકીય વર્ષ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ હપ્તાના રોકેલા ભાગ

વધારાના 2 પાત્ર GPs

5.

સિક્કિમ

ટાઈડ

9.90

નાણાકીય વર્ષ 2025-26 નો બીજો હપ્તો

બધા 6 પાત્ર DP અને બધા 199 પાત્ર GP

     

0.2475 (24.75 lakh)

નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ હપ્તાનો રોકાયેલ ભાગ

વધારાના 1 પાત્ર DP

6.

ત્રિપુરા

ટાઈડ

0.4111 (41.11 lakh)

નાણાકીય વર્ષ 2024-25 ના બીજા હપ્તાનો રોકાયેલ ભાગ

વધારાના 18 પાત્ર GP

   

અનટાઈડ

0.274 (27.40 lakh)

નાણાકીય વર્ષ 2024-25 ના બીજા હપ્તાનો રોકાયેલ ભાગ

વધારાના 18 પાત્ર GP

7.

હિમાચલ પ્રદેશ

અનટાઈડ

13.80

નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ હપ્તાનો રોકાયેલ ભાગ

વધારાના 12 પાત્ર DP, 23 પાત્ર BP અને 79 પાત્ર GP

     

0.0644 (6.44 lakh)

નાણાકીય વર્ષ 2023-24 ના બીજા હપ્તાનો રોકાયેલ ભાગ

વધારાના 5 પાત્ર GP

8.

ઓડિસા

અનટાઈડ

35.09

નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ અને બીજા હપ્તાનો રોકાયેલ ભાગ

વધારાના 10 પાત્ર DP, 17 પાત્ર BP અને 40 પાત્ર GP (પ્રથમ અને બીજા બંને હપ્તા માટે) અને 15 પાત્ર GP (બીજા હપ્તા માટે).


*GPs/ BPs/ DPs – ગ્રામ પંચાયતો/ બ્લોક પંચાયતો/ જિલ્લા પંચાયતો

ભારત સરકાર પંચાયતી રાજ મંત્રાલય અને જલ શક્તિ મંત્રાલય (પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ) દ્વારા રાજ્યોને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ માટે XV-FC ગ્રાન્ટ જાહેર કરવાની ભલામણ કરે છે, જે ત્યારબાદ નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. ફાળવેલ ગ્રાન્ટ એક નાણાકીય વર્ષમાં 2 હપ્તામાં ભલામણ અને જાહેર કરવામાં આવે છે. અનટાઈડ ગ્રાન્ટનો ઉપયોગ પંચાયતી રાજ સંસ્થાઓ/ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓ દ્વારા બંધારણની અગિયારમી અનુસૂચિમાં સમાવિષ્ટ ઓગણત્રીસ વિષયો હેઠળ, પગાર અને અન્ય સ્થાપના ખર્ચ સિવાય, સ્થાનિક-વિશિષ્ટ જરૂરિયાતો માટે કરવામાં આવશે. ટાઈડ ગ્રાન્ટનો ઉપયોગ (a) સ્વચ્છતા અને ODF સ્ટેટસની જાળવણી, અને આમાં ખાસ કરીને ઘરગથ્થુ કચરાનું સંચાલન અને શુદ્ધિકરણ, અને માનવ ઉત્સર્જન અને કાદવનું સંચાલન (fecal sludge management) સામેલ હોવું જોઈએ અને (b) પીવાના પાણીનો પુરવઠો, વરસાદી પાણીનો સંગ્રહ અને પાણીના રિસાયક્લિંગ જેવી પાયાની સેવાઓ માટે થઈ શકે છે.

 

SM/IJ/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2247244) મુલાકાતી સંખ્યા : 40
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Nepali , Punjabi