નાણા મંત્રાલય
ફેબ્રુઆરી 2026 સુધીના ભારત સરકારના હિસાબોની માસિક સમીક્ષા (નાણાકીય વર્ષ 2025-26)
પોસ્ટેડ ઓન:
30 MAR 2026 5:30PM by PIB Ahmedabad
ફેબ્રુઆરી, 2026 મહિના સુધીના ભારત સરકારના માસિક હિસાબોનું એકત્રીકરણ કરવામાં આવ્યું છે અને અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેની મુખ્ય વિગતો નીચે મુજબ છે: -
ભારત સરકારને ફેબ્રુઆરી, 2026 સુધીમાં ₹27,91,943 કરોડ (કુલ આવકના અનુરૂપ RE 2025-26 ના 82.0%) પ્રાપ્ત થયા છે જેમાં ₹21,45,223 કરોડ કરવેરા મહેસૂલ (કેન્દ્રને ચોખ્ખી આવક), ₹5,81,173 કરોડ બિન-કરવેરા મહેસૂલ અને ₹65,547 કરોડ બિન-દેવું મૂડી પ્રાપ્તિનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન ભારત સરકાર દ્વારા કરના હિસ્સાના વિનિમય તરીકે ₹12,66,369 કરોડ રાજ્ય સરકારોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે જે પાછલા વર્ષ કરતા ₹85,837 કરોડ વધુ છે.
ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ કુલ ખર્ચ ₹40,44,592 કરોડ છે (સંબંધિત RE 2025-26 ના 81.5%), જેમાંથી ₹31,15,270 કરોડ મહેસૂલી ખાતા પર અને ₹9,29,322 કરોડ મૂડી ખાતા પર છે. કુલ મહેસૂલી ખર્ચમાંથી, ₹10,65,305 કરોડ વ્યાજની ચૂકવણી પેટે અને ₹3,89,610 કરોડ મુખ્ય સબસિડી પેટે છે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2246970)
મુલાકાતી સંખ્યા : 15