પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પશ્ચિમ એશિયાની સ્થિતિ પર પ્રધાનમંત્રીને અમેરિકાના પ્રમુખનો ટેલિફોનિક કોલ પ્રાપ્ત થયો

પોસ્ટેડ ઓન: 24 MAR 2026 8:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રમુખ શ્રી ડોનાલ્ડ જે. ટ્રમ્પનો ફોન આવ્યો હતો.

બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ પર વિચારોનું ઉપયોગી આદાનપ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે ભારત વહેલામાં વહેલી તકે સ્થિતિ થાળે પાડવા અને શાંતિની પુનઃસ્થાપનાને સમર્થન આપે છે.

પ્રધાનમંત્રીએ હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી, સુરક્ષિત અને સુલભ રહે તે સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, અને નોંધ્યું હતું કે તે વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને આર્થિક સુખાકારી માટે અત્યંત આવશ્યક છે.

બંને નેતાઓ આ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ચાલી રહેલા પ્રયાસો અંગે સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું; “રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ફોન આવ્યો અને પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વિચારોનું ઉપયોગી આદાનપ્રદાન થયું. ભારત વહેલામાં વહેલી તકે સ્થિતિ થાળે પાડવા અને શાંતિની પુનઃસ્થાપનાને સમર્થન આપે છે. હોર્મુઝની સામુદ્રધુની ખુલ્લી, સુરક્ષિત અને સુલભ રહે તે સુનિશ્ચિત કરવું સમગ્ર વિશ્વ માટે અનિવાર્ય છે. અમે શાંતિ અને સ્થિરતા તરફના પ્રયાસો અંગે સંપર્કમાં રહેવા સંમત થયા છીએ. @realDonaldTrump

@POTUS”

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2244749) મુલાકાતી સંખ્યા : 17