રાષ્ટ્રપતિ સચિવાલય
ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ
પોસ્ટેડ ઓન:
20 MAR 2026 6:25PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઈદ-ઉલ-ફિત્રની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, “ઈદ-ઉલ-ફિત્રના આ પાક અને પવિત્ર અવસરે, હું તમામ દેશવાસીઓને, ખાસ કરીને ભારત અને વિદેશમાં વસતા મુસ્લિમ બહેનો અને ભાઈઓને મારી હાર્દિક મુબારકબાદી અને શુભેચ્છાઓ પાઠવું છું.
રમઝાનના પવિત્ર મહિનાના અંત પછી ઉજવવામાં આવતો આ તહેવાર આત્મસંયમ, પરોપકાર અને વંચિતો પ્રત્યે કરુણાનો સંદેશ આપે છે. તે પ્રેમ, ભાઈચારો, શાંતિ અને પરસ્પર સૌહાર્દનો સંદેશ પણ આપે છે.
આ તહેવાર આપણને યાદ અપાવે છે કે આપણે તમામ વ્યક્તિઓના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ અવસરે, ચાલો આપણે જરૂરિયાતમંદોને મદદ કરવાનો, સમાજમાં એકતા અને સંવાદિતા વધારવાનો અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવાનો સંકલ્પ કરીએ.”
રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે મહેરબાની કરીને અહીં ક્લિક કરો-
SM/JY/JD
(રીલીઝ આઈડી: 2243159)
મુલાકાતી સંખ્યા : 11