ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નારી શક્તિને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી


સમાજમાં નારી શક્તિ જે અજોડ ભૂમિકા ભજવે છે તે માટે માનવજાત તેમની ઋણી છે

પેઢીઓનું સંવર્ધન કરવાથી લઈને વૈજ્ઞાનિક અને આર્થિક પ્રગતિને વેગ આપવા સુધી, તેઓ આપણા જીવનના દરેક પાસામાં યોગદાન આપે છે

આ ઊંડી કૃતજ્ઞતા જ મોદી જીના મહિલા નેતૃત્વ આધારીત વિકાસ (women-led development) ના વિઝનને ગતિ આપે છે, જ્યાં મહિલાઓ હવે માત્ર પ્રગતિની સાક્ષી નથી પરંતુ પરિવર્તન લાવનારા (changemakers) છે જે આપણી મહાનતા તરફની સફરનો માર્ગ મોકળો કરે છે

પોસ્ટેડ ઓન: 08 MAR 2026 3:52PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપણી નારી શક્તિને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આપણી નારી શક્તિને હાર્દિક શુભેચ્છાઓ. સમાજમાં નારી શક્તિ જે અજોડ ભૂમિકા ભજવે છે તે માટે માનવજાત તેમની ઋણી છે. પેઢીઓનું સંવર્ધન કરવાથી લઈને વૈજ્ઞાનિક અને આર્થિક પ્રગતિને વેગ આપવા સુધી, તેઓ આપણા જીવનના દરેક પાસામાં યોગદાન આપે છે. આ ઊંડી કૃતજ્ઞતા જ મોદીજીના મહિલા નેતૃત્વ આધારીત વિકાસના વિઝનને ગતિ આપે છે, જ્યાં મહિલાઓ હવે માત્ર પ્રગતિની સાક્ષી નથી પરંતુ પરિવર્તન લાવનારી છે જે આપણી મહાનતા તરફની સફરનો માર્ગ મોકળો કરે છે.”

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2236601) મુલાકાતી સંખ્યા : 12