પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બહેરીનના રાજા સાથે ટેલિફોનિક વાતચીત કરી
પોસ્ટેડ ઓન:
02 MAR 2026 7:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બહેરીનના રાજા મહામહિમ કિંગ હમદ બિન ઇસા અલ ખલીફા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રી મોદીએ બહેરીન પર થયેલા તાજેતરના હુમલાઓની સખત નિંદા કરી હતી. તેમણે આ મુશ્કેલ સમયમાં બહેરીનના લોકો સાથે ભારતની મજબૂત એકતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ બહેરીનમાં ભારતીય સમુદાયને આપવામાં આવેલા અવિરત સમર્થન અને સંભાળ બદલ મહામહિમનો આભાર પણ માન્યો હતો.
પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું;
“બહેરીનના રાજા, મહામહિમ કિંગ હમદ બિન ઇસા અલ ખલીફા સાથે ફળદાયી ટેલિફોનિક વાતચીત થઈ. ભારત બહેરીન પરના હુમલાઓની નિંદા કરે છે અને આ મુશ્કેલ ઘડીમાં તેના લોકો સાથે એકતામાં ઊભું છે. બહેરીનમાં ભારતીય સમુદાયને આપવામાં આવેલા અવિરત સમર્થન બદલ હું તેમનો આભાર માનું છું.”
SM/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2234699)
મુલાકાતી સંખ્યા : 10