ગ્રામીણ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી આસામના માજુલીમાં “એક પેડ મા કે નામ”માં સહભાગી થયા


ગુબિનપુર મોડેલ AWC અને LP સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો સાથે વાતચીત કરી

ગરમુર ખાતે વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન - ગ્રામીણ (VB-G RAM-G) પર સેમિનારમાં હાજરી આપી

પોસ્ટેડ ઓન: 25 FEB 2026 6:27PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કમલેશ પાસવાને 25 ફેબ્રુઆરી, 2026 ના રોજ વિકાસલક્ષી અને આઉટરીચ જોડાણોની શ્રેણી સાથે માજુલી જિલ્લાની તેમની સત્તાવાર મુલાકાત ચાલુ રાખી હતી.

શ્રી કમલેશ પાસવાને કોર્ટ ફિલ્ડ, ગરમુર પાસેએક પેડ મા કે નામ શીર્ષક હેઠળના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જે પર્યાવરણીય ટકાઉપણું અને સામુદાયિક ભાગીદારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

ત્યારબાદ, મંત્રીએ ગુબિનપુર મોડેલ AWC અને ગુબિનપુર LP સ્કૂલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો સાથે ઉષ્માભર્યું સંવાદ કર્યો હતો. તેમણે ઉપલબ્ધ સુવિધાઓનો  માહિતી મેળવી હતી, બાળકોને તેમના શૈક્ષણિક કાર્યોમાં પ્રોત્સાહિત કર્યા હતા, અને પાયાના સ્તરે શિક્ષણ અને બાળ કલ્યાણ સેવાઓને મજબૂત કરવામાં વાલીઓ અને ફ્રન્ટલાઈન કાર્યકરોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે આત્મનિર્ભર અને સશક્ત ભારતના નિર્માણમાં પ્રારંભિક બાળપણની સંભાળ, પોષણ અને પાયાના શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ત્યારબાદ, મંત્રીએ ઇન્ટિગ્રેટેડ DC ઓફિસ, ગરમુર ખાતે વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન - ગ્રામીણ (VB-G RAM-G) પરના સેમિનારમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં માજુલીના PRI સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ હાજરી આપી હતી. સેમિનાર દરમિયાન, ગ્રામીણ આજીવિકાને મજબૂત કરવા, સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવા અને કલ્યાણકારી યોજનાઓની લાસ્ટ-માઈલ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

સેમિનાર પછી, કેન્દ્રીય રાજ્ય મંત્રીએ મીડિયાને સંબોધિત કર્યું અને તેમની મુલાકાતના પરિણામો વિશે પ્રેસને માહિતી આપી. તેમણે માજુલીમાં ગ્રામીણ વિકાસની વિવિધ પહેલોની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને સર્વગ્રાહી અને સર્વસમાવેશક ગ્રામીણ વિકાસ માટે કેન્દ્રના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.

SM/JD


(રીલીઝ આઈડી: 2232821) મુલાકાતી સંખ્યા : 6
આ રીલીઝ વાંચો: Urdu , English , हिन्दी , Assamese , Tamil