ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નવા પ્રધાનમંત્રી કાર્યાલય ‘સેવા તીર્થ’ના ઉદ્ઘાટનને ઐતિહાસિક ગણાવ્યું


ભારતીય લોકશાહીના હાર્દમાં જનસેવાને સર્વોપરી રાખવાની દિશામાં આજનો દિવસ ઐતિહાસિક છે

‘સેવા તીર્થ’ એ છેલ્લા 11 વર્ષોમાં મોદીજીના નેતૃત્વ હેઠળ નિઃસ્વાર્થ સેવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે

‘સેવા તીર્થ’ વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં માઈલસ્ટોન સાબિત થવા માટે તૈયાર છે

પોસ્ટેડ ઓન: 13 FEB 2026 6:01PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા નવા પ્રધાનમંત્રી કાર્યાલય ‘સેવા તીર્થ’ના ઉદ્ઘાટનને ભારતીય લોકશાહીના હાર્દમાં જાહેર સેવાને સર્વોપરી રાખવાની દિશામાં એક ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ભારતીય લોકશાહીના કેન્દ્રમાં જાહેર સેવાને રાખવા માટે આજનો દિવસ ઐતિહાસિક છે, કારણ કે મોદીજીએ નવા પ્રધાનમંત્રી કાર્યાલય ‘સેવા તીર્થ’નું ઉદ્ઘાટન કર્યું છે. ‘સેવા તીર્થ’ છેલ્લા 11 વર્ષોમાં મોદીજીના નેતૃત્વ હેઠળ સેવા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. વિકાસ અને કલ્યાણકારી પહેલો દરેક નાગરિક સુધી પહોંચે તે સુનિશ્ચિત કરીને, આ વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં એક માઈલસ્ટોન (સીમાચિહ્ન) સાબિત થશે.”

SM/DK/GP/JD


(રીલીઝ આઈડી: 2227714) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Assamese , Malayalam