કૃષિ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મ.પ્ર.ના સીહોર જિલ્લાના અમલાહાથી દેશવ્યાપી કઠોળ ક્રાંતિનો આરંભ
દાળ આયાત કરવી આપણા માટે શરમની વાત, હવે ભારત દાળનો નિકાસકાર બનશે – શિવરાજ સિંહ ચૌહાણ
“બીજથી બજાર સુધી”– કઠોળ મિશનમાં પૂરી વેલ્યુ ચેન પર સરકારની નજર-શિવરાજ સિંહ ચૌહાણ
ક્લસ્ટર મોડેલ, બીજ ગ્રામ અને 1,000 દાળ મિલો– કઠોળ આત્મનિર્ભરતા માટે શિવરાજ સિંહે બતાવી રૂપરેખા
આંતરરાષ્ટ્રીય સમજૂતીઓમાં ભારતના ખેડૂતના હિતો પર જરા સરખી પણ આંચ આવવા દેવામાં નહીં આવે- શિવરાજ સિંહ
સંકલ્પબદ્ધ ખેડૂતો વતી પ્રધાનમંત્રીજીને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહે આપ્યા ધન્યવાદ
શિવરાજ સિંહ ચૌહાણે કર્યું સંશોધનથી લઈને ખેડૂત સુધીની કડીને જોડનારા અત્યાધુનિક FLRP કેમ્પસનું ઉદ્ઘાટન
રાષ્ટ્રીય કઠોળ આત્મનિર્ભરતા મિશન પર સંવાદમાં કેન્દ્ર અને રાજ્યોના કૃષિ મંત્રી, મ.પ્ર.ના મુખ્યમંત્રી અને વૈજ્ઞાનિકો તેમજ ખેડૂતો પણ થયા સામેલ
અમલાહામાં દિવસભર ચાલ્યું મંથન, પ્રગતિશીલ ખેડૂતો, FPO, બીજ કંપનીઓ અને મિલર્સની સીધી ભાગીદારી, દાળથી પ્રોટીન વેલ્યુ એડિશન પર ધ્યાન
પોસ્ટેડ ઓન:
07 FEB 2026 7:57PM by PIB Ahmedabad
મધ્ય પ્રદેશના સીહોર જિલ્લાના અમલાહા સ્થિત ખાદ્ય કઠોળ સંશોધન કેન્દ્ર (FLRP) થી આજે દેશની કઠોળ નીતિ અને ખેડૂત–કેન્દ્રિત કૃષિ વિમર્શનો નવો અધ્યાય જોડાયો અને કેન્દ્રીય કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં દેશવ્યાપી કઠોળ ક્રાંતિનો આરંભ થયો હતો. અહીં આયોજિત રાષ્ટ્રીય કઠોળ પરામર્શ તેમજ રણનીતિ બેઠકમાં એક જ મંચ પર કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી ચૌહાણની સાથે જ કેન્દ્રીય રાજ્ય મંત્રી તથા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, ઓડિશાના ઉપમુખ્યમંત્રી, અન્ય રાજ્યોના કૃષિ મંત્રી, ટોચના વૈજ્ઞાનિકો, ICAR–ICARDA ના પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતો, FPO, બીજ અને દાળ મિલ પ્રતિનિધિઓ એકઠા થયા હતા. જેનો સંદેશ સ્પષ્ટ હતો કે, કઠોળમાં આત્મનિર્ભર ભારતનો રોડમેપ હવે ખેતરોની વચ્ચેથી નક્કી થશે, દિલ્હીની ફાઈલોના રૂમોમાંથી નહીં.

ભારતની કઠોળ નીતિ અને ખેડૂત હિતોના મોરચા પર એક સાથે બે મોટી જાહેરાતો
એક તરફ અમલાહા (સીહોર) માં ખાદ્ય કઠોળ સંશોધન કેન્દ્ર (FLRP) થી ‘કઠોળ આત્મનિર્ભરતા મિશન’નો રોડમેપ નક્કી થયો, તો બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષની આશંકાઓને ફગાવી દેતા સ્પષ્ટ સંદેશ આપ્યો કે દાળ આયાત કરવી આપણા માટે શરમની વાત છે, હવે ભારત દાળનો નિકાસકાર બનશે અને તાજેતરની આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ છતાં ભારતના ખેડૂતના હિતો પર જરા સરખી પણ આંચ આવવા દેવામાં નહીં આવે.
T3AC.jpeg)
ખેડૂતો વતી પ્રધાનમંત્રીજીને ધન્યવાદ, વિપક્ષ પર આકરા પ્રહાર
કેન્દ્રીય કૃષિ મંત્રીએ સ્પષ્ટ કહ્યું કે વિપક્ષનો “દેશ વેચી દીધો, ખેડૂત વેચી દીધા, ખેડૂત બરબાદ થઈ જશે” વાળો નેરેટિવ આજના તથ્યો સામે આવ્યા પછી ટકી શકે નહીં. તેમણે કહ્યું કે આ પોતાનામાં એક ઐતિહાસિક અને અદભૂત સમજૂતી છે જેમાં ભારતની પ્રગતિ અને વિકાસના નવા દ્વાર ખુલશે, નિકાસ વધશે, રોજગારની તકો વધશે અને ખેડૂતની આવક પણ વધશે, કારણ કે આપણા મસાલા નિકાસ થશે, ચોખા આપણા આ દેશોમાં કેટલા જાય છે, તેની નિકાસ વધશે, આપણા ડેરીના ઉત્પાદનો સુરક્ષિત રહ્યા છે અને તેથી ભારતના ખેડૂતોને આનાથી બહુ ફાયદો છે. તેમણે મંચ પરથી કહ્યું કે આ ઐતિહાસિક સમજૂતી માટે હું પ્રધાનમંત્રીજીનો, ભારતના ખેડૂતો તરફથી– અમે બધા કૃષિ મંત્રી અહીં ઉભા છીએ– અમે હૃદયથી અભિનંદન કરીએ છીએ, તેમનું સ્વાગત કરીએ છીએ, તેમને ધન્યવાદ આપીએ છીએ કે તેમના નેતૃત્વમાં આપણા ખેડૂતોના હિત હંમેશા સુરક્ષિત રહ્યા છે. પ્રત્યેક ખેડૂત ભારતનો આજે નરેન્દ્ર મોદીજીને અભિનંદન આપી રહ્યો છે, ધન્યવાદ આપી રહ્યો છે અને અમે બધા તેમના આભારી છીએ કે ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવા માટે બહુ–બહુ ધન્યવાદ પ્રધાનમંત્રીજી.
FEE4.jpeg)
અમલાહાથી કઠોળ આત્મનિર્ભર ભારતની ગર્જના
‘કઠોળ આત્મનિર્ભરતા મિશન’ની રાષ્ટ્રીય બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહે કહ્યું કે તમે સમજી શકો છો કે આખું હિંદુસ્તાન આજે અમલાહામાં એકઠું થઈ ગયું છે. શિવરાજ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો સંકલ્પ છે કે વિકસિત ભારત માટે આત્મનિર્ભર ભારત બનાવવું આવશ્યક છે અને તે જ કડીમાં કઠોળમાં આત્મનિર્ભરતા એક મોટું લક્ષ્ય છે. પ્રધાનમંત્રીજીનો સંકલ્પ છે, કઠોળમાં પણ ભારત આત્મનિર્ભર બને, દાળ બહારથી નહીં મંગાવીએ, પરંતુ કાલે એવી સ્થિતિ આવે કે આપણે દાળની નિકાસ કરીશું. આના માટે તેમણે ‘કઠોળ આત્મનિર્ભરતા મિશન’ બનાવ્યું છે. આજે તે જ મિશનની રાષ્ટ્રીય બેઠક અહીં કરવામાં આવી છે.
B4L7.jpeg)
કેન્દ્ર–રાજ્ય ભાગીદારીનો ભરોસો
શ્રી ચૌહાણે મ.પ્ર.ના મુખ્યમંત્રીને આ વર્ષને “કૃષક કલ્યાણ વર્ષ” જાહેર કરવા બદલ અભિનંદન આપતા કહ્યું કે ભારત સરકાર, મધ્ય પ્રદેશ સરકારના આ નિર્ણયમાં પૂરી રીતે કદમથી કદમ, ખભેથી ખભો મિલાવીને સહયોગ કરશે, જેથી પ્રદેશમાં ખેડૂતોની આવક વધારી શકાય, પાકનું ઉત્પાદન વધે અને વેલ્યુ એડિશનના નવા અવસરો તૈયાર થાય. તેમણે એ પણ કહ્યું કે તમામ રાજ્યોના કૃષિ મંત્રી પોતપોતાના રાજ્યોમાં પણ આપણે બધા મળીને અલગ–અલગ રોડમેપ બનાવીશું, જેથી પ્રત્યેક રાજ્યની જરૂરિયાતોને અનુરૂપ કઠોળ મિશનને આગળ વધારી શકાય.

વિપક્ષ પર પ્રહાર: “ખેડૂત બરબાદ થઈ જશે”ની અફવાઓ ખોટી સાબિત
ભારત–અમેરિકા સમજૂતીને લઈને ચાલી રહેલી રાજકીય ચર્ચા પર કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે વિપક્ષને કઠોર શબ્દોમાં ઘેર્યો હતો. તેમણે કહ્યું કે આપણો વિપક્ષ દેકારો મચાવી રહ્યો હતો કે અમેરિકાની સાથે એવી સમજૂતી થઈ જશે જેમાં ભારતનો ખેડૂત તબાહ થઈ જશે, બરબાદ થઈ જશે. તેમણે યાદ અપાવ્યું કે આ એ જ નરેન્દ્ર મોદી છે, જેમણે કહ્યું હતું “દેશ નહીં ઝૂકવા દઉં” અને એ પણ કહ્યું હતું કે ભલે ગમે તેટલી મોટી કિંમત કેમ ના ચૂકવવી પડે, ખેડૂતોના હિતોની રક્ષા કરીશું. અત્યારે જે સમજૂતી થઈ છે USA ની સાથે, આની પહેલા 27 દેશોની સાથે યુરોપિયન યુનિયનના, અને તે પહેલા જે FTA થયા છે, આજની સમજૂતીએ તો બતાવી દીધું છે કે દેશના અને ખેડૂતોના હિત પૂરી રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
SS1C.jpeg)
કૃષિ અને ડેરી પર સ્પષ્ટ સુરક્ષા: “આ ઉત્પાદનો અમેરિકાથી નહીં આવે”
ખેડૂતોની મુખ્ય ચિંતા પર વાત કરતા કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે કહ્યું કે તેઓ માત્ર ખેડૂતોના પક્ષની ચર્ચા કરશે. આપણા મુખ્ય અનાજ મકાઈ, બહુ હોબાળો મચાવવામાં આવી રહ્યો હતો કે આવી જશે– બિલકુલ નહીં આવે. મકાઈ, ઘઉં, ચોખા, સોયાબીન, પોલ્ટ્રી, દૂધ, પનીર, ઇથેનોલ, તમાકુ, ઘણી શાકભાજીઓ અને તે સિવાય કૃષિ અને ડેરી ઉત્પાદનો ઘણી રીતે પૂરી રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ ઉત્પાદનો પર ભારતનું બજાર ભારતના ખેડૂતો માટે સુરક્ષિત છે; અમેરિકાથી ના તો મકાઈ આવશે, ના ઘઉં, ના ચોખા, ના સોયા, ના પોલ્ટ્રી ઉત્પાદનો, ના દૂધ, ના પનીર, ના ઇથેનોલ, ના તમાકુ અને ના અન્ય શાકભાજીઓ. તેમણે જોર દઈને કહ્યું કે અમેરિકાથી નહીં આવે, ભારતના હિતોનું પૂરી રીતે સંરક્ષણ કરવામાં આવ્યું છે.
નિકાસની નવી તકો: બાસમતી, મસાલા અને ટેક્સટાઇલને બઢત
શ્રી ચૌહાણે કહ્યું કે આ સમજૂતીથી દેશના અન્ય ક્ષેત્રોને પણ લાભ થશે, વિશેષ રૂપે આપણા નિકાસકારો, MSME અને યુવાનોને. તેમણે કહ્યું કે ભારતીય સામાન પર જે પરંપરાગત શુલ્ક હતું, તે ઘટીને લગભગ 18 ટકા થઈ જશે, જેનાથી ટેક્સટાઇલ, પહેરવેશ, ચામડું, બૂટ, પ્લાસ્ટિક, રબર ઉત્પાદનો, ઓર્ગેનિક કેમિકલ, હોમ ડેકોર, હસ્તશિલ્પ અને પસંદગીની મશીનરી જેવા ક્ષેત્રોમાં વિશાળ બજાર અને તકો મળશે. તેમણે જણાવ્યું કે જેનેરિક દવાઓ, રત્નો, હીરાઓ, વિમાનના સ્પેરપાર્ટ્સ અને ઘણી રીતે સામાન પર શુલ્ક ઘટીને શૂન્ય થઈ જશે, જેનાથી ભારતની નિકાસ પ્રતિસ્પર્ધા અને ‘Make in India’ ને મજબૂતી મળશે. કૃષિના સંદર્ભમાં તેમણે કહ્યું કે બાસમતી ચોખા અને મસાલાઓને વિશેષ લાભ થશે; હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં બાસમતી ઉગાડનારા ખેડૂતો માટે 18% ટેરિફવાળા બજારમાં નવી તકો ખુલશે. તેમણે ઉલ્લેખ કર્યો કે પહેલા લગભગ 63,000 કરોડ રૂપિયાની નિકાસ થઈ હતી, જે આ સમજૂતીથી હજુ વધવાની સંભાવના છે, અને ટેક્સટાઇલ નિકાસ વધવાથી કપાસ ઉત્પાદક ખેડૂતોને પણ ફાયદો થશે.
કઠોળના સંદર્ભમાં સખત સંદેશ: “દાળ વિદેશથી મંગાવવી આનંદ નહીં, શરમની વાત”
કઠોળની સ્થિતિ પર બોલતા શ્રી ચૌહાણે સાફ કહ્યું કે દાળની આયાત ભારત માટે સન્માનની વાત નથી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ નક્કી કર્યું છે કે “કઠોળનું ઉત્પાદન વધવું જોઈએ. અત્યારે દાળ આપણે મંગાવવી પડે છે બહારથી… દાળ આપણને વિદેશોથી મંગાવવી પડે તો આ આપણા માટે આનંદનો વિષય નથી, શરમની વાત છે. તેમણે મ.પ્ર.ના ખેડૂતોને અભિનંદન આપતા કહ્યું કે આજે પણ કઠોળના ઉત્પાદનમાં દેશમાં મ.પ્ર. નંબર વન છે, પરંતુ સાથે જ ચેતવ્યા કે કઠોળનો વિસ્તાર ઘટી રહ્યો છે, જેને વધારવાની આવશ્યકતા છે. તેમણે સ્વીકાર્યું કે ખેડૂત એ જ પાક વાવે છે, જેમાં વધુ ફાયદો હોય– ઘઉંમાં થશે તો ઘઉં વાવશે અને ચણામાં થવા લાગે તો ચણા વાવશે, તેથી કઠોળ પાકોની ઉત્પાદકતા અને લાભ બંને વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ખેડૂતને ઉચિત મૂલ્ય મળે, તે અમે સુનિશ્ચિત કરીશું
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે બીજથી લઈને બજાર સુધીની પૂરી વ્યવસ્થા પર સરકારનું ધ્યાન છે. સારું ઉત્પાદન થવા પર ખેડૂતને ઉચિત મૂલ્ય મળે, તે અમે સુનિશ્ચિત કરીશું. તેમણે જણાવ્યું કે ક્લસ્ટર સ્તર પર દાળ મિલ લગાવવાને પ્રોત્સાહન આપવામાં આવશે અને દાળ મિલ સ્થાપિત કરવા પર ભારત સરકાર ₹25 લાખ સુધીની સબસિડી આપશે, જેથી જ્યાં દાળનું ઉત્પાદન થશે, ત્યાં જ તેની પ્રોસેસિંગ અને વેચાણ થાય અને ખેડૂતોને વેલ્યુ એડિશનનો સીધો લાભ મળી શકે. શ્રી ચૌહાણે કહ્યું કે આ મિશન હેઠળ દેશભરમાં 1,000 દાળ મિલો ખોલવામાં આવશે, જેમાંથી 55 દાળ મિલો મધ્ય પ્રદેશના અલગ-અલગ ક્લસ્ટરોમાં સ્થાપિત કરવામાં આવશે, જેનાથી પ્રદેશના ખેડૂતોને વિશેષ લાભ મળશે અને સ્થાનિક સ્તર પર રોજગારના નવા અવસરો પણ પેદા થશે.
કોઈપણ બીજ હવે દિલ્હીમાં રિલીઝ નહીં થાય
બીજ સુધાર અને વિતરણની નવી વ્યવસ્થાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમે એક નિર્ણય કરી રહ્યા છીએ– કોઈપણ બીજ હવે દિલ્હીમાં રિલીઝ નહીં થાય, અલગ-અલગ પ્રદેશોમાં જઈને ખેડૂતોની વચ્ચે બીજ રિલીઝ કરીશું. તેમણે જણાવ્યું કે ક્લસ્ટર મોડેલ દ્વારા ખેતીને મજબૂતી આપવામાં આવશે, ખેડૂતોને જોડીને સંગઠિત રૂપે ઉત્પાદન વધારવામાં આવશે અને દરેક ખેડૂતને પૂરો સહયોગ મળશે. ક્લસ્ટરમાં આવનારા ખેડૂતોને બીજ કિટ આપવામાં આવશે અને આદર્શ ખેતી માટે એક હેક્ટર પર ₹10,000 ની સહાય આપવામાં આવશે, જેથી સારા બીજ, શ્રેષ્ઠ ટેકનિક અને પર્યાપ્ત નાણાકીય સહયોગની સાથે કઠોળ ઉત્પાદનને નવી ઊંચાઈ સુધી પહોંચાડી શકાય. તેમણે અમલાહા સ્થિત સંસ્થાન, ICARDA અને ICAR ના સંશોધન કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું કે મસૂર, ચણા, અડદ, બટરા, મગ વગેરેની ઉત્પાદકતા વધારવા, જલ્દી પાકનારી જાતો વિકસાવવા, ઉન્નત બીજ તૈયાર કરવા અને રોગ–મુક્ત પાકો ઉગાડવા પર કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જેથી ખેડૂતને કઠોળ વાવવા પર વધુ ફાયદો થાય.
અમલાહાથી નીકળ્યો સંદેશ– ખેડૂત હિત સુરક્ષિત, કઠોળમાં આત્મનિર્ભરતાનો માર્ગ મોકળો
અમલાહામાં થયેલી આ રાષ્ટ્રીય બેઠકના માધ્યમથી શિવરાજ સિંહ ચૌહાણે બે સ્પષ્ટ રાજકીય–નીતિગત સંદેશ આપ્યા– પહેલો, આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ છતાં ભારતના ખેડૂતોના હિતો પર આંચ આવવા દેવામાં નહીં આવે, અને બીજો, કઠોળમાં આત્મનિર્ભરતાને માત્ર સૂત્ર નહીં, પરંતુ વૈજ્ઞાનિક સંશોધન, નીતિ, MSP, બીજ સુધાર અને બજારના માધ્યમથી જમીન પર ઉતારવામાં આવશે. તેમણે કહ્યું કે વિપક્ષનું ડર ફેલાવવાનું અભિયાન આજે તથ્યો સામે નબળું પડી ગયું છે અને દેશના ખેડૂતો જોઈ રહ્યા છે કે તેમના હિતોની રક્ષા કરતા જ ભારત આગળ વધી રહ્યું છે. અમલાહાથી નીકળેલા આ સંદેશની સાથે, હવે કઠોળ આત્મનિર્ભરતા મિશન વધુ ઝડપથી આગળ વધશે અને ભારતને દાળની બાબતમાં આત્મનિર્ભર અને સશક્ત બનાવવાની દિશામાં આ બેઠક એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
SM/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2224996)
મુલાકાતી સંખ્યા : 19