નાણા મંત્રાલય
કસ્ટમ્સ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ (Customs Integrated System) 2 વર્ષમાં સિંગલ, ઇન્ટિગ્રેટેડ અને સ્કેલેબલ પ્લેટફોર્મ તરીકે શરૂ કરવામાં આવશે
એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન અથવા હાઈ સીઝ (ખુલ્લા સમુદ્ર)માં ભારતીય માછીમારી જહાજ દ્વારા પકડવામાં આવેલી માછલીઓને ડ્યુટી મુક્ત કરવામાં આવશે
પોસ્ટેડ ઓન:
01 FEB 2026 12:55PM by PIB Ahmedabad
સરકાર તમામ કસ્ટમ્સ પ્રક્રિયાઓ માટે સિંગલ, ઇન્ટિગ્રેટેડ અને સ્કેલેબલ પ્લેટફોર્મ તરીકે 2 વર્ષમાં કસ્ટમ્સ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ (CIS) શરૂ કરશે.
આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરતી વખતે આ જાહેરાત કરતા કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે તમામ મુખ્ય બંદરો પર દરેક કન્ટેનરને સ્કેન કરવાના ઉદ્દેશ્ય સાથે જોખમ મૂલ્યાંકન માટે અદ્યતન ઇમેજિંગ અને AI ટેકનોલોજી સાથે નોન-ઇન્ટ્રુઝિવ સ્કેનિંગનો ઉપયોગ તબક્કાવાર રીતે વિસ્તારવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિવિધ સરકારી એજન્સીઓ પાસેથી કાર્ગો ક્લિયરન્સ માટે જરૂરી મંજૂરીઓ નાણાકીય વર્ષના અંત સુધીમાં સિંગલ અને ઇન્ટરકનેક્ટેડ ડિજિટલ વિન્ડો દ્વારા સીમલેસ રીતે પ્રોસેસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ખોરાક, દવાઓ, વનસ્પતિ, પ્રાણી અને વન્યજીવન ઉત્પાદનોના ક્લિયરન્સમાં સંકળાયેલી પ્રક્રિયાઓ, જે અટકાવવામાં આવેલા કાર્ગોના લગભગ 70 ટકા જેટલી છે, તેને એપ્રિલ 2026 સુધીમાં જ આ સિસ્ટમ પર કાર્યરત કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જે માલ માટે કોઈ પાલન (compliance) ની જરૂરિયાત નથી, તેનું ક્લિયરન્સ આયાતકાર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી તરત જ કસ્ટમ્સ દ્વારા કરવામાં આવશે, જે ડ્યુટીની ચુકવણીને આધિન રહેશે.
નિકાસની નવી તકો: નાણા મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે આપણા પ્રાદેશિક જળ સીમાની બહારના દરિયાઈ સંસાધનોના આર્થિક મૂલ્યનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે ભારતીય માછીમારોને ટેકો આપવા માટે નીચેના પગલાં લેવામાં આવશે: (અ.) એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) માં અથવા હાઈ સીઝ (High Seas) માં ભારતીય માછીમારી જહાજ દ્વારા પકડવામાં આવેલી માછલીઓને ડ્યુટી મુક્ત કરવામાં આવશે. (બ.) વિદેશી બંદર પર આવી માછલીઓના લેન્ડિંગને (ઉતારવાને) માલની નિકાસ તરીકે ગણવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું કે માછલી પકડવા, ટ્રાન્ઝિટ અને ટ્રાન્સશિપમેન્ટ દરમિયાન દુરુપયોગ રોકવા માટે સેફગાર્ડ્સ (રક્ષણાત્મક પગલાં) મૂકવામાં આવશે.
નાણા મંત્રીએ ઈ-કોમર્સ દ્વારા વૈશ્વિક બજારો સુધી પહોંચવા માટે ભારતના નાના વ્યવસાયો, કારીગરો અને સ્ટાર્ટ-અપ્સની આકાંક્ષાઓને ટેકો આપવા માટે કુરિયર નિકાસ પરના વર્તમાન પ્રતિ કન્સાઇનમેન્ટ ₹10 લાખની વેલ્યુ કેપ (મર્યાદા) ને સંપૂર્ણપણે હટાવવાની જાહેરાત કરી હતી. વધુમાં, નકારવામાં આવેલા અને પરત આવેલા કન્સાઇનમેન્ટના હેન્ડલિંગમાં આવા કન્સાઇનમેન્ટને ઓળખવા માટે ટેકનોલોજીના અસરકારક ઉપયોગ સાથે સુધારો કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
નાણા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે એવા પ્રામાણિક કરદાતાઓ છે, જેઓ તેમના તમામ લેણાં ચૂકવીને વિવાદો ઉકેલવા તૈયાર છે, પરંતુ દંડ સાથે સંકળાયેલા નકારાત્મક અર્થને કારણે તેઓ પાછા પડે છે. હવે તેઓ દંડના બદલે વધારાની રકમ ચૂકવીને કેસ બંધ કરી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
SM/IJ/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2221537)
મુલાકાતી સંખ્યા : 69
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam