પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ AI ક્ષેત્રમાં કાર્યરત CEO અને નિષ્ણાતો સાથે વાતચીત કરી


CEOએ AI ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવાના લક્ષ્ય પ્રત્યે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું

CEOએ ભારતને વૈશ્વિક મંચ પર AI માં અગ્રેસર બનાવવા માટે સરકારના પ્રયાસોને સ્વીકાર્યા

પ્રધાનમંત્રીએ પારદર્શક, નિષ્પક્ષ અને સુરક્ષિત AI ઇકોસિસ્ટમ તરફ કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે AI ના નૈતિક ઉપયોગ પર કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં

UPI દ્વારા ભારતે તેની તકનીકી ક્ષમતા સાબિત કરી છે અને AI ના ક્ષેત્રમાં પણ તે જ પુનરાવર્તિત કરી શકાય છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ આપણી ટેકનોલોજી દ્વારા પ્રભાવ ઊભો કરવાની સાથે સાથે વિશ્વને પ્રેરિત કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો

પ્રધાનમંત્રીએ મુખ્ય ક્ષેત્રોમાં સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો

प्रविष्टि तिथि: 29 JAN 2026 5:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પર સ્થિત તેમના નિવાસસ્થાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં કાર્યરત CEO અને નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી.

ફેબ્રુઆરીમાં યોજાનારી આગામી 'ઈન્ડિયા-AI ઈમ્પેક્ટ સમિટ' ને અનુરૂપ, વાતચીતનો ઉદ્દેશ્ય વ્યૂહાત્મક સહયોગને પ્રોત્સાહન આપવા, AI નવીનતાઓનું પ્રદર્શન કરવા અને ભારતના AI મિશનના લક્ષ્યોને વેગ આપવાનો હતો. વાતચીત દરમિયાન, CEO AI ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવાના લક્ષ્ય પ્રત્યે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું. તેઓએ ભારતને વૈશ્વિક મંચ પર AI માં અગ્રણી તરીકે સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા મૂકવામાં આવી રહેલા પ્રયાસો અને સંસાધનોને પણ બિરદાવ્યા હતા.

પ્રધાનમંત્રીએ તમામ ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી અપનાવવા અને તેનો રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવા માટે ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે મુખ્ય ક્ષેત્રોમાં સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો પણ આગ્રહ કર્યો હતો.

 

આગામી 'AI ઈમ્પેક્ટ સમિટ' વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ હાઈલાઈટ કર્યું કે તમામ વ્યક્તિઓ અને કંપનીઓએ નવી તકો શોધવા અને વિકાસના પથ પર આગળ વધવા માટે સમિટનો લાભ લેવો જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા ભારતે તેની તકનીકી ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે અને AI ના ક્ષેત્રમાં પણ તે પુનરાવર્તિત કરી શકાય છે.

 

પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું કે ભારત પાસે વ્યાપ (scale), વિવિધતા અને લોકશાહીનું અનોખું સંયોજન છે, જેના કારણે વિશ્વ ભારતની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશ્વાસ કરે છે. તેમના 'AI ફોર ઓલ' (સૌના માટે AI) ના વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણે આપણી ટેકનોલોજી દ્વારા પ્રભાવ પાડવાની સાથે સાથે વિશ્વને પ્રેરિત કરવાની પણ જરૂર છે. તેમણે CEO અને નિષ્ણાતોને ભારતને તમામ વૈશ્વિક AI પ્રયાસો માટે સુદૃઢ સ્થળ બનાવવા માટે વિનંતી કરી હતી.

 

પ્રધાનમંત્રીએ ડેટા સુરક્ષા અને ટેકનોલોજીના લોકશાહીકરણના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આપણે એવી AI ઇકોસિસ્ટમ તરફ કામ કરવું જોઈએ જે પારદર્શક, નિષ્પક્ષ અને સુરક્ષિત હોય. તેમણે એમ પણ કહ્યું કે AI ના નૈતિક ઉપયોગ પર કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં, જ્યારે AI કૌશલ્ય (skilling) અને પ્રતિભા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પણ નોંધી હતી. પ્રધાનમંત્રીએ અપીલ કરી હતી કે ભારતની AI ઇકોસિસ્ટમમાં રાષ્ટ્રના ચરિત્ર અને મૂલ્યો પ્રતિબિંબિત થવા જોઈએ.

 

ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલમાં વિપ્રો (Wipro), ટીસીએસ (TCS), એચસીએલ ટેક (HCL Tech), ઝોહો કોર્પોરેશન (Zoho Corporation), એલટીઆઈ માઈન્ડટ્રી (LTI Mindtree), જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (Jio Platforms Ltd), અદાણી કનેક્ટ (AdaniConnex), એનએક્સટ્રા ડેટા (Nxtra Data) અને નેટવેબ ટેકનોલોજીસ (Netweb Technologies) જેવી AI માં કામ કરતી કંપનીઓના CEO અને IIIT હૈદરાબાદ, IIT મદ્રાસ અને IIT બોમ્બેના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી શ્રી જિતિન પ્રસાદ પણ વાતચીતમાં સહભાગી થયા હતા.

SM/NP/GP/JD

 


(रिलीज़ आईडी: 2220454) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Odia , Telugu , Kannada , Malayalam