ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના બારામતીમાં અજીત પવારજીને અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ અર્પી


ગૃહ મંત્રીએ બારામતીમાં અજીત પવારજીના પરિવારના સભ્યોને મળીને સંવેદના વ્યક્ત કરી

કેન્દ્રીય ગૃહ મંત્રીએ શરદ પવારજી સાથે પણ મુલાકાત કરી અને સંવેદના વ્યક્ત કરી

સમાજ અને જનતાને સમર્પિત એવા અજીત પવારજીના અકાળ અવસાનથી મહારાષ્ટ્રના રાજકારણમાં એવો ખાલીપો સર્જાયો છે કે જેને લાંબા સમય સુધી ભરવો શક્ય બનશે નહીં

प्रविष्टि तिथि: 29 JAN 2026 6:12PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના બારામતીમાં અજીત પવારજીને અંતિમ વિદાય આપી હતી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

X પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “મેં અજીત પવારજીને તેમના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ અર્પી અને તેમને હૃદયપૂર્વક નમન કર્યા. સમાજ અને જનતાને સમર્પિત એવા અજીત પવારજીના અકાળ અવસાનથી મહારાષ્ટ્રના રાજકારણમાં એવો ખાલીપો સર્જાયો છે કે જેને લાંબા સમય સુધી ભરવો શક્ય બનશે નહીં.”

 

 

કેન્દ્રીય ગૃહ મંત્રીએ બારામતીમાં અજીત પવારજીના પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી અને સંવેદના વ્યક્ત કરી હતી. ગૃહ મંત્રીએ શરદ પવારજી સાથે પણ મુલાકાત કરી અને સંવેદના પાઠવી હતી.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2220440) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Telugu , Kannada