ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિએ જીવન રક્ષા પદક શ્રેણીના પુરસ્કારો-2025 એનાયત કરવાની મંજૂરી આપી

प्रविष्टि तिथि: 25 JAN 2026 7:07PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિએ 30 વ્યક્તિઓને જીવન રક્ષા પદક શ્રેણીના પુરસ્કારો – 2025 એનાયત કરવાની મંજૂરી આપી છે, જેમાં 06 વ્યક્તિઓને સર્વોત્તમ જીવન રક્ષા પદક, 06 વ્યક્તિઓને ઉત્તમ જીવન રક્ષા પદક અને 18 વ્યક્તિઓને જીવન રક્ષા પદકનો સમાવેશ થાય છે. છ પુરસ્કાર વિજેતાઓ મરણોત્તર છે. વિગતો નીચે મુજબ છે: -

સર્વોત્તમ જીવન રક્ષા પદક

  • શ્રી મનોહર સિંહ ચૌહાણ (મરણોત્તર), મધ્ય પ્રદેશ
  • શ્રી રાજેન્દ્ર પ્રસાદ મિશ્રા, મધ્ય પ્રદેશ
  • શ્રી પી એસ ગૌરીશંકર રાજા (મરણોત્તર), તમિલનાડુ
  • નાઈક આશુતોષ બિસ્વાસ (મરણોત્તર), સંરક્ષણ મંત્રાલય
  • શ્રી દીપક કુમાર (મરણોત્તર), સંરક્ષણ મંત્રાલય
  • નાયબ સુબેદાર મનજીત (મરણોત્તર), સંરક્ષણ મંત્રાલય

ઉત્તમ જીવન રક્ષા પદક

  • શ્રી સુમિત યાદવ, NCT દિલ્હી
  • શ્રી વસીમ અહેમદ ગાની, જમ્મુ અને કાશ્મીર
  • શ્રી મોહમ્મદ શામિલ સી, કેરળ
  • શ્રી જોસેફ લાલનુનમાવિયા, મિઝોરમ
  • શ્રી સૌમ્યરંજન બેહેરા, સંરક્ષણ મંત્રાલય
  • સિપાહી શ્વેનસિન્લો સેમ્પ (મરણોત્તર), સંરક્ષણ મંત્રાલય

જીવન રક્ષા પદક

  • શ્રી કે ઉમ્મર ફારૂક, આંદામાન અને નિકોબાર ટાપુઓ
  • શ્રી નેતાલા મધુ, આંધ્ર પ્રદેશ
  • શ્રી પોટલુરી કૃષ્ણાંજનેયુલુ, આંધ્ર પ્રદેશ
  • શ્રી ધરણ પ્રીત સિંહ, જમ્મુ અને કાશ્મીર
  • શ્રી પવન સિંહ, જમ્મુ અને કાશ્મીર
  • શ્રી રાહુલ સૈની, જમ્મુ અને કાશ્મીર
  • શ્રી જયેશ ટી જે, કેરળ
  • માસ્ટર આકાશ કે પી, કેરળ
  • માસ્ટર હર્ષિક મોહન, કેરળ
  • માસ્ટર રીથુનંદ સી, કેરળ
  • માસ્ટર વૈશાખ કે, કેરળ
  • માસ્ટર યદુનંદ સી, કેરળ
  • શ્રી મોહમ્મદ બાથિશા પી એન, લક્ષદ્વીપ
  • શ્રીમતી રૂપાલી પ્રતાપરાવ કદમ, મહારાષ્ટ્ર
  • સુશ્રી લાલદિનકીમી, મિઝોરમ
  • શ્રી ઇન્દરજીત સિંહ, પંજાબ
  • શ્રી કાદુ રામ મીના, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન
  • મેજર વિશ્વદીપ સિંહ અત્રી, સંરક્ષણ મંત્રાલય

જીવન રક્ષા પદક શ્રેણીના પુરસ્કારો વ્યક્તિના જીવન બચાવવાના માનવીય સ્વભાવના પ્રશંસનીય કાર્ય માટે વ્યક્તિને આપવામાં આવે છે. આ પુરસ્કાર ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે, જેમ કે, સર્વોત્તમ જીવન રક્ષા પદક, ઉત્તમ જીવન રક્ષા પદક અને જીવન રક્ષા પદક. જીવનના તમામ ક્ષેત્રની વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. આ પુરસ્કાર મરણોત્તર પણ એનાયત કરી શકાય છે.

પુરસ્કારની સજાવટમાં એક મેડલ, કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા સહી કરેલ પ્રમાણપત્ર અને એકમ રકમનું નાણાકીય ભથ્થું હોય છે. તે જે તે કેન્દ્રીય મંત્રાલયો/સંસ્થાઓ/રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર વિજેતાઓને રજૂ કરવામાં આવે છે કે જેની સાથે પુરસ્કાર વિજેતા સંબંધિત હોય છે.

SM/NP/GP/JD


(रिलीज़ आईडी: 2218615) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Tamil