પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દીકરીઓના મહત્વ અને શક્તિ પર પ્રકાશ પાડતા એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
प्रविष्टि तिथि:
22 JAN 2026 9:26AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે દેશમાં દીકરીઓને દેવી લક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે, ત્યાં 11 વર્ષ પહેલાં આજના દિવસે 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આજે ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવી રહી છે અને દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે તે ખૂબ જ ગર્વની વાત છે.
પ્રધાનમંત્રીએ દીકરીઓના મહત્વ પર ભારતીય સંસ્કૃતિની શાશ્વત ભાવનાને પ્રતિબિંબિત કરતા એક સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું:
“दशपुत्रसमा कन्या दशपुत्रान् प्रवर्धयन्। यत् फलम् लभते मर्त्यस्तल्लभ्यं कन्ययैकया॥”
સુભાષિત એ સંદેશ આપે છે કે એક પુત્રી દસ પુત્રો સમાન છે, અને જે ગુણ કે યોગ્યતા કોઈ વ્યક્તિ 10 પુત્રોમાંથી મેળવે છે તે એક પુત્રીમાંથી પણ મેળવી શકાય છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"દીકરીઓને લક્ષ્મી માનવાવાળા આપણા દેશમાં 11 વર્ષ પહેલાં આજનાં દિવસે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આજે ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવી રહી છે તે ખૂબ જ ગર્વની વાત છે.
दशपुत्रसमा कन्या दशपुत्रान् प्रवर्धयन्।
यत् फलम् लभते मर्त्यस्तल्लभ्यं कन्ययैकया॥”
SM/IJ/GP/JT
(रिलीज़ आईडी: 2217151)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam