ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે અમદાવાદ, ગુજરાતમાં ‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત આદિ શંકરાચાર્યની ગ્રંથાવલિની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું


આદિ શંકરાચાર્યજી દ્વારા સંસ્કૃતમાં રચાયેલ જ્ઞાન સાગર આજે તમામ ગુજરાતી યુવાનોને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થઈ રહ્યો છે

સ્વામી અખંડાનંદજીએ સસ્તું સાહિત્ય દ્વારા સામાન્ય જનતાને ઓછા ખર્ચે ઉત્કૃષ્ટ સાહિત્ય ઉપલબ્ધ કરાવ્યું

અખંડાનંદજી અને તેમના દ્વારા સ્થાપિત ‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ’ એ ગુજરાતના સામૂહિક ચરિત્ર ઘડતરમાં મહત્વનું યોગદાન આપ્યું છે

ઉપનિષદો પર આદિ શંકરાચાર્યજીના અર્થઘટન સરળ, ચોક્કસ અને સત્યની સૌથી નજીક છે

આદિ શંકરાચાર્યજી દ્વારા લખાયેલા સ્તોત્રોમાં તે સમયના તમામ પ્રશ્નો અને સનાતન ધર્મ અંગે ઉભી થયેલી શંકાઓનું તર્કબદ્ધ સમાધાન જોવા મળે છે

આદિ શંકરાચાર્યજીએ દેશભરમાં અનેક પદયાત્રાઓ કરી હતી; તેમણે એક ચાલતી-ફરતી યુનિવર્સિટીની ભૂમિકા ભજવી હતી

આદિ શંકરાચાર્યજીએ ચાર મઠોની સ્થાપના કરી અને આ મઠો વચ્ચે વેદો અને ઉપનિષદોની વહેંચણી કરીને તેમના સંરક્ષણ અને પ્રચારને ટકાઉ બનાવ્યો

આ બ્રહ્માંડમાં ઉપલબ્ધ તમામ જ્ઞાનમાં ‘શિવોહમ્’ થી મોટું કંઈ નથી

સનાતન ધર્મ અત્યંત મુશ્કેલ સંજોગોમાં પણ લુપ્ત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આદિ શંકરાચાર્યજીએ અખાડાઓની સ્થાપના કરી અને સનાતન સંસ્કૃતિના જતન માટે સંગઠનાત્મક માળખું તૈયાર કર્યું

ભક્તિ, કર્મ અને જ્ઞાન - આ ત્રણેય માર્ગો દ્વારા ‘મોક્ષ’ પ્રાપ્ય છે તેવો સંકલિત વિચાર એ આદિ શંકરાચાર્યજીનું મોટું યોગદાન છે

આદિ શંકરાચાર્યજીએ શાસ્ત્રાર્થની પરંપરાને પુનર્જીવિત કરી, સંવાદ દ્વારા પ્રશ્નોના ઉકેલનો પાયો નાખ્યો અને ચર્ચા-વિચારણાની સંસ્કૃતિ સ્થાપિત કરી

આદિ શંકરાચાર્યજીએ પ્રકૃતિની પૂજાથી લઈને તેના મૂળભૂત સિદ્ધાંતો સુધી, સનાતન ધર્મના મુખ્ય તત્ત્વને ઓળખવા માટે સામાન્ય લોકો માટે માર્ગ મોકળો કર્યો

प्रविष्टि तिथि: 15 JAN 2026 5:43PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે અમદાવાદ, ગુજરાતમાંસસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટદ્વારા પ્રકાશિત આદિ શંકરાચાર્યની ગ્રંથાવલિની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું હતું. પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આદિ શંકરાચાર્યના જ્ઞાન સાગરની ગુજરાતી ભાષામાં ઉપલબ્ધતા ગુજરાતના વાચકો માટે ખૂબ આનંદની વાત છે. તેમણે કહ્યું કે ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યની ગ્રંથાવલિ ગુજરાતના યુવાનો માટે એક અમૂલ્ય ખજાનો છે. શ્રી શાહે કહ્યું કે આદિ શંકરાચાર્ય દ્વારા સંસ્કૃતમાં રચાયેલ જ્ઞાન સાગર આજે ગુજરાતી યુવાનોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે અને આગામી વર્ષોમાં જ્યારે સારા સાહિત્યની ચર્ચાઓ થશે ત્યારેસસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના પ્રયાસોની ગણતરી ચોક્કસપણે તેમાં થશે.

શ્રી અમિત શાહે કહ્યું કે સ્વામી અખંડાનંદજીનું જીવન એવું હતું કે લોકોએ પોતે તે મહાન વ્યક્તિના નામની આગળભિક્ષુશબ્દ જોડ્યો હતો. ભિક્ષુ અખંડાનંદે પોતાનું જીવન આયુર્વેદ, સનાતન ધર્મના સાહિત્ય માટે સમર્પિત કર્યું હતું, જે સમાજ સમક્ષ ઉમદા વિચારો રજૂ કરે છે. સ્વામી અખંડાનંદજીએ તેમના જીવનકાળ દરમિયાન કલ્પના કરી હતી કે ગુજરાતના યુવાનોને ખૂબ સસ્તા દરે ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિઓ ઉપલબ્ધ થવી જોઈએ. તેમણે એક વિશાળ સંસ્થાની સ્થાપના કરી અને તેમના જીવનકાળ દરમિયાન શ્રીમદ ભગવદ ગીતા, મહાભારત, રામાયણ, યોગ વાસિષ્ઠ, સ્વામી રામતીર્થના ઉપદેશો, રામકથામૃત અને નીતિશાસ્ત્ર તથા નૈતિક સિદ્ધાંતો પરના પુસ્તકો સહિત અસંખ્ય ગ્રંથો પ્રકાશિત કર્યા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કેસસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ કૌટિલ્યના અર્થશાસ્ત્ર સહિત અનેક મહત્વપૂર્ણ ગ્રંથો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવ્યા છે. સ્વામી અખંડાનંદજીએ ગુજરાતના સામૂહિક ચરિત્ર નિર્માણમાં બહુ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે વિવિધ સાહિત્યિક સામગ્રી એકત્ર કરી અને તેને અત્યંત સરળ રીતે યુવાનો સુધી પહોંચાડી. સ્વામી અખંડાનંદજીએ અનેક ઋષિ-મુનિઓના કથનો દ્વારા સનાતન ધર્મનો સાર ગુજરાતીમાં રજૂ કર્યો. વધુમાં, વ્યક્તિના આંતરિક આત્માને જગાડવા માટે સ્વામી અખંડાનંદજીએ ગુજરાતી યુવાનો માટે ઘણી પ્રેરણાદાયી બોધકથાઓ પણ ઉપલબ્ધ કરાવી.

શ્રી અમિત શાહે કહ્યું કે ઇન્ટરનેટના આગમન પછી લોકોને લાગતું હતું કે કદાચ હવે કોઈ પુસ્તકો નહીં વાંચે, પરંતુ 24 પુસ્તકોના પ્રકાશનથી વિશ્વાસ મજબૂત થયો છે કે નવી પેઢી પણ વાંચે છે. તેમણે કહ્યું કે આદિ શંકરાચાર્યજીનો જ્ઞાન સાગર આજે આપણા ગુજરાતી યુવાનો માટે ઉપલબ્ધ છે અને તે ચોક્કસપણે તેમના જીવન અને કાર્યો પર ઊંડી અસર કરશે. તેમણે કહ્યું કે આદિ શંકરાચાર્યજીએ એક એવી પરંપરા સ્થાપી જેના દ્વારા સનાતનની સેવા આવનારા યુગો સુધી જળવાઈ રહેશે. શ્રી શાહે કહ્યું કે જ્ઞાન ક્યારેય ખતમ થતું નથી; જ્ઞાન હંમેશા આગળ વધતું રહે છે. તેમણે કહ્યું કે સૃષ્ટિમાં અત્યાર સુધી ઉપલબ્ધ તમામ જ્ઞાનમાંશિવોહમ્થી મોટું કંઈ નથી. ઉપનિષદોનું આટલું સરળ, સચોટ અને સત્યની નજીકનું અર્થઘટન બીજું કોઈ આપી શકે નહીં; કાર્ય માત્ર આદિ શંકરાચાર્યજી કરી શક્યા હોત.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે અનેક કુરીતિઓના ઉદભવને કારણે સનાતન ધર્મ અંગે ઘણી શંકાઓ અને આશંકાઓ ઉભી થઈ હતી. તેમણે કહ્યું કે જ્યારે આદિ શંકરાચાર્યના ગ્રંથોનો વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે તે સ્પષ્ટ થાય છે કે તેમણે પોતે પોતાના જીવનકાળમાં તમામ શંકાઓ અને આશંકાઓને દૂર કરી હતી અને દરેક વાંધા તથા પ્રતિ-દલીલોના તાર્કિક જવાબો આપ્યા હતા.

ગૃહ મંત્રીએ યુવાનોને અનુરોધ કર્યો હતો કે, ગુજરાતી અનુવાદ અને અર્થઘટન સાથેના અનુવાદની ઉપલબ્ધતા સાથે, તેઓએ હવે આદિ શંકરાચાર્યજી દ્વારા રચિતવિવેકચૂડામણિગ્રંથ ઓછામાં ઓછો એકવાર વાંચવો જોઈએ. તેમણે કહ્યું કે આદિ શંકરાચાર્યજીએ માત્ર વિચારો નથી આપ્યા; વિચારોની સાથે તેમણે ભારતને એકતા અને સંશ્લેષણ પણ આપ્યું. તેમણે માત્ર જ્ઞાન નથી આપ્યું, પરંતુ તેને ચોક્કસ સ્વરૂપ અને માળખું પણ આપ્યું. આદિ શંકરાચાર્યજીએ માત્ર મોક્ષની વિભાવના રજૂ કરી નથી, પરંતુ મોક્ષ પ્રાપ્ત કરવાના માર્ગને પણ સમજાવ્યો છે. શ્રી શાહે કહ્યું કે આટલા ટૂંકા આયુષ્યમાં આદિ શંકરાચાર્યજીએ દેશભરમાં અનેકવાર પદયાત્રાઓ કરી હતી. આદિ શંકરાચાર્યજીએ અનિવાર્યપણે તે યુગની ચાલતી-ફરતી યુનિવર્સિટીની ભૂમિકા ભજવી હતી. તેમણે માત્ર પદયાત્રા નહોતી કરી, પરંતુ ભારતની ઓળખ પણ પ્રસ્થાપિત કરી હતી.

શ્રી અમિત શાહે કહ્યું કે આદિ શંકરાચાર્યજીએ ચારેય દિશાઓમાં ચાર મઠોની સ્થાપના કરી, ‘જ્ઞાન દીપની સ્થાપના કરી અને ચારેય દિશાઓમાં સનાતનનો ધ્વજ લહેરાવ્યો. તેમણે તમામ વેદો અને ઉપનિષદોને ચાર મઠોના નેજા હેઠળ વિભાજિત કરીને તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે કાયમી વ્યવસ્થા કરી હતી. સનાતન ધર્મ અત્યંત મુશ્કેલ સંજોગોમાં પણ અપ્રસ્તુત બને તે સુનિશ્ચિત કરવા માટે આદિ શંકરાચાર્યજીએ અખાડાઓની સ્થાપના કરી અને સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે સંગઠન બનાવ્યું. શ્રી શાહે કહ્યું કે ભક્તિ, કર્મ અને જ્ઞાન - ત્રણ માર્ગો દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાની શક્યતા આદિ શંકરાચાર્યજીનું મોટું યોગદાન છે, જેમણે સંકલિત દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો. આદિ શંકરાચાર્યજીએ શાસ્ત્રાર્થની પરંપરાને પુનર્જીવિત કરી, સંવાદ આધારિત ઉકેલનો પાયો નાખ્યો અને ચર્ચા કરવાની સંસ્કૃતિ માટે પાયાનું કામ કર્યું. તેમણે એમ પણ જણાવ્યું કે આદિ શંકરાચાર્યજીએ પ્રકૃતિની પૂજાથી શરૂ કરીને સનાતન ધર્મના મુખ્ય સિદ્ધાંતોને ઓળખવા માટે સામાન્ય લોકો માટે માર્ગ મોકળો કર્યો હતો.

SM/DK/GP/JD


(रिलीज़ आईडी: 2215002) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Kannada