ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં NCORD ની 9મી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
કેન્દ્રીય ગૃહ મંત્રીએ NCB ની અમૃતસર કચેરીનું ઉદ્ઘાટન પણ કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં આપણે નશા વિરુદ્ધની લડાઈમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે
31 માર્ચ, 2026 થી ત્રણ વર્ષ સુધી દેશમાં ડ્રગ્સ વિરુદ્ધ તમામ મોરચે સામૂહિક અભિયાન ચલાવી ‘નશા મુક્ત ભારત’ બનાવવા તરફ ઝડપથી આગળ વધવાનું છે
નશા વિરુદ્ધની લડાઈમાં ભારત સરકારના તમામ વિભાગો 2029 સુધીનો રોડમેપ અને તેનું દેખરેખ તંત્ર સ્થાપિત કરે જેથી ડ્રગ્સની સમસ્યાનું સંપૂર્ણ સમાધાન થાય
નશાની સમસ્યાનો પડકાર કાયદો અને વ્યવસ્થા કરતા વધુ નાર્કો-ટેરરના પ્રશ્ન સાથે જોડાયેલો છે અને આ દેશની આવનારી પેઢીઓને બરબાદ કરવાનું એક ષડયંત્ર છે
યુવાનોનું સ્વાસ્થ્ય, તેમની વિચારવાની, પરફોર્મ કરવાની ક્ષમતા અને સમાજમાં વધતો અસંતોષ આ સમસ્યા સાથે જ જોડાયેલા છે
ડ્રગ્સ વિરુદ્ધ આ લડાઈમાં નિરંતર જાગૃતિ જ આપણને સુરક્ષિત કરી શકે છે
ડ્રગની સપ્લાય ચેઈનને તોડવા માટે Ruthless Approach, ડિમાન્ડ રિડક્શન માટે Strategic Approach અને હાર્મ રિડક્શન માટે Human Approach થી જ નશા-મુક્ત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત થશે
ડ્રગ્સ બનાવનારા અને વેચનારાઓ પ્રત્યે કોઈ દયા હોવી જોઈએ નહીં, પરંતુ જેણે નશાનું સેવન શરૂ કર્યું છે, તેના પ્રત્યે માનવીય દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ, આ જ ભારત સરકારની સ્પષ્ટ નીતિ છે
કમાન્ડ, કમ્પ્લાયન્સ અને એકાઉન્ટેબિલિટી - આ ત્રણેયને સુદ્રઢ કરતા આપણે આગળ વધવું પડશે, બેઠકોની સંખ્યા નહીં, પરંતુ પરિણામોની સમીક્ષા અને પ્રભાવનું મૂલ્યાંકન થવું જોઈએ
નશાના વેપારના કિંગપિન, ફાયનાન્સર અને લોજિસ્ટિક્સના રૂટ્સ પર કરવામાં આવનારી કઠોર કાર્યવાહી આપણી સમીક્ષાનો મુદ્દો હોય
FSLનો ઉપયોગ અને સમયસર ચાર્જશીટ દાખલ કરી સજા કરાવવાના દરને વધારવો એ આપણું લક્ષ્ય હોય
ડ્રગ્સના ડિસ્ટ્રિબ્યુશન અને પેમેન્ટ મોડલમાં પણ બદલાવ આવ્યો છે, અપરાધીઓ દ્વારા નવા-નવા Innovations (નવાચારો) અપનાવવામાં આવી રહ્યા છે, તેથી આપણે પણ આપણી રણનીતિઓને સમયાંતરે બદલવી પડશે
દરેક રાજ્યની પોલીસ ‘મિશન મોડ’માં કેટલાક અધિકારીઓની કાયમી ટીમ બનાવશે, જે ઇન્ટેલિજન્સ, AI થી વધુ સારી રીતે સમન્વિત હશે
અમે એવી કાયમી વ્યવસ્થા કરવા માંગીએ છીએ જે આ લડાઈ લડવામાં સક્ષમ હોય
રાજ્યોના ડીજીપી અને આઈજીપી ડ્રગ વિનિષ્ટીકરણ માટે નક્કર પગલાં ભરે
प्रविष्टि तिथि:
09 JAN 2026 9:33PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટર (NCORD) ની 9મી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આ અવસરે કેન્દ્રીય ગૃહ મંત્રીએ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની અમૃતસર કચેરીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. NCB દ્વારા હાઇબ્રિડ મોડમાં આયોજિત આ બેઠકમાં કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોના મુખ્ય હિતધારકો તેમજ રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ અને ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ભાગ લીધો હતો.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું હતું કે નશા વિરુદ્ધની લડાઈમાં ભારત સરકારના તમામ વિભાગોએ 2029 સુધીનો રોડમેપ અને તેના પર અમલ માટે સમયબદ્ધ સમીક્ષાની પદ્ધતિ બનાવવી જોઈએ. તેમણે કહ્યું હતું કે આ પડકાર કાયદો અને વ્યવસ્થા કરતા વધુ નાર્કો-ટેરરના પ્રશ્ન સાથે જોડાયેલો છે અને સૌથી વધુ મહત્વનું એ છે કે આ એક પ્રકારે દેશની આવનારી નસલોને બરબાદ કરવાનું ષડયંત્ર છે. શ્રી શાહે કહ્યું હતું કે આપણા યુવાનોનું સ્વાસ્થ્ય, તેમની વિચારવાની અને પરફોર્મ કરવાની ક્ષમતા અને અપરાધ એક પ્રકારે આ સમસ્યા સાથે જ જોડાયેલા છે. ગૃહ મંત્રીએ કહ્યું હતું કે 31 માર્ચ, 2026 થી આપણે સૌ એકસાથે આ સમસ્યા વિરુદ્ધ 3 વર્ષનું એક સામૂહિક અભિયાન ચલાવીશું, જેમાં નશાની સમસ્યા વિરુદ્ધ તમામ સ્તંભોની કાર્યપદ્ધતિ વ્યાખ્યાયિત કરવામાં આવશે અને લક્ષ્યાંક નક્કી કરી તેની સમયબદ્ધ સમીક્ષા થશે.
શ્રી અમિત શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં આપણે નશા વિરુદ્ધની લડાઈમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે અને 2019 માં એનકોર્ડના પુનર્ગઠન પછી આપણે આ સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ કરવાના રસ્તાને પણ સુનિશ્ચિત કર્યો છે. હવે આપણે સ્પીડ બનાવી લીધી છે અને ત્રણ સૂત્રીય પ્લાન ઓફ એક્શન સાથે આગળ વધીશું. તેમણે કહ્યું હતું કે આપણે ડ્રગ્સની સપ્લાય ચેઈન પ્રત્યે સામૂહિક રૂથલેસ અપ્રોચ, ડિમાન્ડ રિડક્શન પ્રત્યે સ્ટ્રેટેજિક અપ્રોચ અને હાર્મ રિડક્શન માટે હ્યુમન અપ્રોચ સાથે આગળ વધીએ, ત્યારે જ નશામુક્ત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીશું.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે એનકોર્ડ બેઠકોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ તેને હજુ વધારવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે જિલ્લા સ્તરની અને રાજ્ય સ્તરની બેઠકો નિયમિત રીતે થવી જોઈએ. શ્રી શાહે કહ્યું હતું કે ભારત સરકારનો અપ્રોચ બહુ સ્પષ્ટ છે કે ડ્રગ્સ બનાવનાર અને વેચનાર, બંને પ્રત્યે કોઈ દયાભાવ રાખવો જોઈએ નહીં. તેમણે કહ્યું હતું કે ડ્રગ્સના વિક્ટિમ (પીડિત) પ્રત્યે આપણે માનવતાપૂર્ણ દ્રષ્ટિકોણ સાથે આગળ વધવું જોઈએ. ગૃહ મંત્રીએ કહ્યું હતું કે કમાન્ડ, કમ્પ્લાયન્સ અને એકાઉન્ટેબિલિટીને સુદ્રઢ કરતા જ આપણે આ લડાઈમાં આગળ વધવું જોઈએ. હવે આપણે બેઠકોની સંખ્યા નહીં પરંતુ તેમના પરિણામોની સમીક્ષા કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે નશાના વેપારના કિંગપિન, ફાયનાન્સર અને લોજિસ્ટિક્સના રૂટ્સ પર કરવામાં આવનારી કઠોર કાર્યવાહી આપણી સમીક્ષાનો મુદ્દો હોવો જોઈએ. શ્રી શાહે એ પણ કહ્યું હતું કે આપણે FSL નો ઉપયોગ અને સમયસર ચાર્જશીટ દાખલ કરી સજા કરાવવાનો દર વધારવાને પણ આપણા લક્ષ્યોમાં સામેલ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ અપ્રોચ ડ્રગ્સના આખા નેટવર્કની તપાસ માટે અત્યંત જરૂરી છે.
ગૃહ મંત્રીએ કહ્યું હતું કે નાર્કોટિક્સ વિરુદ્ધ લડાઈની ઉપલબ્ધિઓ સંતોષકારક છે. તેમણે જણાવ્યું હતું કે 2004 થી 2013 દરમિયાન 40 હજાર કરોડ રૂપિયાની કિંમતનું 26 લાખ કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું જ્યારે 2014 થી 2025 દરમિયાન 1 લાખ 71 હજાર કરોડ રૂપિયાની કિંમતનું 1 કરોડ 11 લાખ કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું છે. શ્રી શાહે કહ્યું હતું કે સિન્થેટિક ડ્રગ્સ વિરુદ્ધ આપણી ઝુંબેશ ઉત્સાહ આપનારી રહી છે. ડ્રગ્સને ડિસ્પોઝ (નાશ) કરવાની માત્રામાં પણ આપણે 11 ગણો વધારો કરી શક્યા છીએ. તેમણે કહ્યું હતું કે 2020 માં 10,770 એકર ભૂમિ પર અફીણનો પાક નષ્ટ કરવામાં આવ્યો હતો અને નવેમ્બર, 2025 સુધીમાં 40 હજાર એકર ભૂમિ પર પાકને નષ્ટ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી એ તમામ વિભાગોને નિર્દેશ આપ્યો છે કે તેઓ ડ્રગ્સની સમસ્યાનો સામનો કરવાની પોતાની જવાબદારીઓ અનુસાર 31 માર્ચ સુધી એક રોડમેપ તૈયાર કરે, દેખરેખ તંત્ર સ્થાપિત કરે અને તેના પર પૂરેપૂરું ફોકસ કરે, જેથી આ સમસ્યાનું સંપૂર્ણ સમાધાન થઈ શકે. તેમણે કહ્યું હતું કે આપણે આગામી ત્રણ વર્ષમાં દેશમાં ડ્રગ્સ વિરુદ્ધ તમામ મોરચે લડાઈ લડીને ‘નશા મુક્ત ભારત’ બનાવવાનું છે અને દેશના યુવાનોને ડ્રગ્સથી સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરવાનો છે. તેમણે કહ્યું હતું કે ડ્રગ્સ વિરુદ્ધ આ લડાઈમાં નિરંતર જાગૃતિ જ આપણને સુરક્ષિત કરી શકે છે. અમે એવી કાયમી વ્યવસ્થા બનાવવા માંગીએ છીએ જે આ લડાઈ લડવામાં સક્ષમ હોય. શ્રી અમિત શાહે કહ્યું હતું કે ડ્રગ્સ વિરુદ્ધ લડાઈમાં ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ની બહુ મહત્વની ભૂમિકા છે. જે રાજ્યોમાં જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સને નષ્ટ કરવાની કામગીરીની ગતિ ધીમી છે, તેમણે તેમાં તેજી લાવવી પડશે. તેમણે તમામ રાજ્યોના પોલીસ મહાનિદેશકોને આગ્રહ કર્યો કે તેઓ પોતાના રાજ્યમાં રોડમેપ તૈયાર કરી ઓછા સમયમાં ડ્રગ વિનિષ્ટીકરણ માટે નક્કર પગલાં ભરે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જીએ 2047 માં આઝાદીની શતાબ્દી સમયે ભારતને આખા વિશ્વમાં દરેક ક્ષેત્રમાં સર્વપ્રથમ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એવા ભારતની રચના કરવા માટે આપણા સૌની એ જવાબદારી છે કે આપણે યુવા પેઢીને ડ્રગ્સથી સંપૂર્ણ સુરક્ષા આપીએ. શ્રી શાહે કહ્યું હતું કે અત્યારે આ લડાઈ એવા મુકામ પર છે કે આપણે આનાથી જીતી શકીએ છીએ. ગૃહ મંત્રીએ કહ્યું હતું કે દેશની આગામી પેઢીઓને બચાવવાનું કામ આપણે ટોચની પ્રાથમિકતા સાથે કરીશું.
NCORD મેકેનિઝમ એ ચાર-સ્તરીય સંરચના છે, જેમાં ટોચના સ્તરની NCORD સમિતિ સામેલ છે, જેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા કરવામાં આવે છે. કાર્યકારી સ્તરની NCORD સમિતિની અધ્યક્ષતા ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સ્તરની NCORD સમિતિઓની અધ્યક્ષતા રાજ્યોના મુખ્ય સચિવો દ્વારા અને જિલ્લા સ્તરની NCORD સમિતિઓની અધ્યક્ષતા જિલ્લા મેજિસ્ટ્રેટો દ્વારા કરવામાં આવે છે. NCORD મેકેનિઝમની સ્થાપના વર્ષ 2016 માં કરવામાં આવી હતી, જેથી રાજ્યો, ગૃહ મંત્રાલય તથા સંબંધિત હિતધારકો વચ્ચે સમન્વયને પ્રોત્સાહન આપી શકાય અને દેશમાં નશીલી દવાઓની સમસ્યાનો સર્વગ્રાહી રીતે સામનો કરી શકાય.
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2213108)
आगंतुक पटल : 17