રેલવે મંત્રાલય
52 અઠવાડિયામાં 52 સુધારા: કાર્યક્ષમતા, શાસન અને સેવા વિતરણમાં પ્રણાલીગત સુધારા લાવવાના લક્ષ્ય સાથે ભારતીય રેલવેમાં મોટા ફેરફારો
રેલવેમાં મોટા સુધારા લાવવા માટે સુરક્ષા, AI અને ટેક બુસ્ટ, ટેલેન્ટ અને ટ્રેનિંગ રિવૅમ્પ, અને ફૂડ અને કેટરિંગ અપગ્રેડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
प्रविष्टि तिथि:
08 JAN 2026 8:11PM by PIB Ahmedabad
કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ, અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા નવી દિલ્હીના રેલ ભવન ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી વી. સોમન્ના અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રવનીત સિંહ, તેમજ રેલવે બોર્ડના અધ્યક્ષ અને CEO શ્રી સતીશ કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં રેલવેમાં મોટા સુધારા લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત આ વર્ષે 52 સુધારા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બેઠકમાં 'નવું વર્ષ, નવા સંકલ્પો' ની ભાવના અને રેલવેમાં મોટા સુધારાઓ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
52 અઠવાડિયામાં 52 સુધારા – કાર્યક્ષમતા, શાસન અને સેવા વિતરણમાં પ્રણાલીગત સુધારા કરવામાં આવશે.
સુરક્ષા પર ધ્યાન – ગંભીર ટ્રેન અકસ્માતોમાં 90% નો ઘટાડો થયો છે (2014-15માં 135 થી ઘટીને 2025-26માં 11); જે હવે સિંગલ ડિજિટમાં લાવવાનું લક્ષ્ય છે.
AI અને ટેક બુસ્ટ – સુરક્ષા, જાળવણી અને કામગીરી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અદ્યતન ટેકનોલોજીના ઉપયોગને વેગ આપવો.
ટેલેન્ટ અને ટ્રેનિંગ રિવૅમ્પ – કર્મચારીઓના પ્રતિભા સંચાલન અને કૌશલ્ય વિકાસ માટે નવીન પદ્ધતિઓની શોધ કરવી.
ફૂડ અને કેટરિંગ અપગ્રેડ – ભોજનની સારી ગુણવત્તા, કેટરિંગ અને ઓનબોર્ડ સેવાઓ માટે મોટા સુધારા.
કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ, ચેરમેન અને CEO તથા વરિષ્ઠ અધિકારીઓએ તેમના ગ્રાઉન્ડ લેવલના અનુભવો શેર કર્યા હતા. બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, જાળવણી અને ક્ષમતા વૃદ્ધિની પહેલોની સમીક્ષા કરવામાં આવી હતી. રેલવે મંત્રાલયે સુધારા, સુરક્ષા, ટેકનોલોજીની પ્રગતિ અને મુસાફર-કેન્દ્રીત વૃદ્ધિ માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2212653)
आगंतुक पटल : 16