સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
વર્ષ 2024-25 માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)નો વાર્ષિક અહેવાલ
प्रविष्टि तिथि:
06 JAN 2026 4:02PM by PIB Ahmedabad
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) નો વર્ષ 2024-25 માટેનો વાર્ષિક અહેવાલ, જેમાં ઓથોરિટીની પ્રવૃત્તિઓ, પ્રમાણિત હિસાબો અને તેના પરના ઓડિટ રિપોર્ટની વિગતો આપવામાં આવી છે, તે 17 ડિસેમ્બર 2025 ના રોજ લોકસભમાં અને 18 ડિસેમ્બર 2025 ના રોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો છે.
TRAI ના વાર્ષિક અહેવાલમાં નીતિઓ અને કાર્યક્રમો, ટેલિકોમ ક્ષેત્ર અને બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રના સામાન્ય વાતાવરણની સમીક્ષા, TRAI ની કામગીરી અને સંચાલનની સમીક્ષા, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ 1997 ની કલમ 11 માં ઉલ્લેખિત બાબતોના સંદર્ભમાં TRAI ના કાર્યો અને નાણાકીય કામગીરી સહિત તેની સંગઠનાત્મક બાબતોની વિગતો આપવામાં આવી છે.
સામાન્ય જનતાની જાણકારી માટે વર્ષ 2024-25 માટે TRAI ના વાર્ષિક અહેવાલની નકલ TRAI ની વેબસાઇટ (www.trai.gov.in) પર મૂકવામાં આવી છે.
વધુ સ્પષ્ટતા માટે, શ્રી યતિન્દર અગ્રોહી, સલાહકાર (વહીવટ અને IR) TRAI નો 011-26769636 પર અથવા ઇમેઇલ આઈડી: advadmn@trai.gov.in પર સંપર્ક કરી શકાય છે.
SM/BS/GP/JD
(रिलीज़ आईडी: 2211807)
आगंतुक पटल : 28