રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ ગુમલામાં આંતરરાજ્ય જનસાંસ્કૃતિક સમાગમ સમારોહ – કાર્તિક જાત્રાની શોભા વધારી

प्रविष्टि तिथि: 30 DEC 2025 3:16PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે (30 ડિસેમ્બર, 2025) ઝારખંડના ગુમલા ખાતે આંતરરાજ્ય જનસાંસ્કૃતિક સમાગમ સમારોહ – કાર્તિક જાત્રામાં હાજરી આપી હતી અને તેને સંબોધિત કર્યો હતો.

પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ભગવાન બિરસા મુંડાની જન્મભૂમિ અને કાર્યસ્થળ એવા ઝારખંડની મુલાકાત લેવી એ તેમના માટે એક તીર્થયાત્રા સમાન છે. સામાજિક ન્યાય અને આદિવાસી ગૌરવના મહાન પ્રતીક તરીકે તેઓ આપણા સૌના માટે આદરણીય છે. તેમણે જણાવ્યું કે પંખરાજ સાહેબ કાર્તિક ઉરાંવે ભગવાન બિરસા મુંડાના આદર્શો મુજબ આદિવાસી ચેતના અને ઓળખને મજબૂત કરી હતી. કાર્તિક ઉરાંવે પોતાનું જીવન આદિવાસી સમુદાય અને રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું. તેમણે શિક્ષણના પ્રસાર અને સામાજિક એકતાને મજબૂત કરવા માટે કામ કર્યું હતું. આપણે તેમના આદર્શોને અનુસરીને સમાજ અને દેશના સર્વાંગી વિકાસ માટે કામ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે આ ક્ષેત્રના મહાન આદિવાસી નાયકોની લાંબી યાદી છે. તેમણે કહ્યું કે સરકાર આદિવાસી સંગ્રહાલયોની સ્થાપના દ્વારા ભારતના લોકોને તેમની વીરતાની ગાથાઓથી પરિચિત કરાવવા પ્રયાસો કરી રહી છે. જોકે, આ પ્રદેશ અને અન્ય તમામ પ્રદેશોના આદિવાસી નાયકોના યોગદાનને દેશના યુવાનો અને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની જવાબદારી આદિવાસી સમુદાયના વારસા સાથે જોડાયેલી દરેક વ્યક્તિ અને સંસ્થાની છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે યુવાનો અને ભાવિ પેઢીઓને આદિવાસી સમુદાયોની પરંપરાઓ સાથે જોડવી અત્યંત મહત્વપૂર્ણ છે. તેમના આદિવાસી વારસા અને ઓળખને જાળવી રાખીને, આપણા યુવાનોએ આધુનિક વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આદિવાસી સમુદાયોના તમામ સભ્યો આપણા વારસાને જાળવી રાખીને પ્રગતિના પથ પર આગળ વધવાનું ચાલુ રાખશે.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

SM/DK/GP/JD

 


(रिलीज़ आईडी: 2209868) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil