શ્રમ અને રોજગાર મંત્રાલય
EPFOએ રાજ્ય અને સ્થાનિક સરકારી સત્તાધિકારીઓ સહિત તમામ નિયોક્તાઓ (Employers)ને કર્મચારી નોંધણી યોજના-2025 (Employee Enrolment Scheme-2025)નો લાભ લેવા વિનંતી કરી
प्रविष्टि तिथि:
18 DEC 2025 12:48PM by PIB Ahmedabad
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ કર્મચારી નોંધણી યોજના (EES)–2025 શરૂ કરી છે. આ એક વિશેષ વન-ટાઇમ સુવિધા પહેલ છે જેનો ઉદ્દેશ્ય EPF કવરેજનો વિસ્તાર કરવાનો અને ભૂતકાળમાં થયેલા બિન-પાલન (non-compliance) ના કિસ્સાઓને સરળ અને નિયોક્તા-અનુકૂળ રીતે નિયમિત કરવાનો છે.
નિયોક્તાઓને આ યોજનાના લાભો અને જોગવાઈઓ વિશે માહિતગાર કરવા માટે દેશવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે જ સમયે, EPF માળખા હેઠળ કરારબદ્ધ (contractual) અને પરચુરણ (casual) કર્મચારીઓની નોંધણી સુનિશ્ચિત કરવા માટે વિવિધ સરકારી સત્તાધિકારીઓ સાથે આ બાબત ઉઠાવવામાં આવી છે.
EES–2025 નવેમ્બર 2025 થી શરૂ કરીને છ મહિનાની વિશેષ પાલન વિન્ડો પૂરી પાડે છે, જે નિયોક્તાઓને એવા પાત્ર કર્મચારીઓને સ્વેચ્છાએ નોંધણી કરવા સક્ષમ બનાવે છે જેઓ 1 જુલાઈ 2017 થી 31 ઓક્ટોબર 2025 ના સમયગાળા દરમિયાન EPF કવરેજથી વંચિત રહી ગયા હતા, અને ભૂતકાળના બિન-પાલનને નિયમિત કરવા માટેની તક આપે છે. જે સંસ્થાઓ અત્યાર સુધી EPF એક્ટ હેઠળ આવરી લેવામાં આવી નથી, તેઓ આ અભિયાન હેઠળ કવરેજ માટે અરજી કરી શકે છે અને ત્યારબાદ આવા પાત્ર કર્મચારીઓને જાહેર કરી શકે છે અને તેમની નોંધણી કરી શકે છે.
EES–2025 હેઠળ, જે કિસ્સાઓમાં અગાઉ કર્મચારીઓનો ફાળો કાપવામાં આવ્યો ન હતો, ત્યાં નિયોક્તાએ કલમ 7Q હેઠળના વ્યાજ, લાગુ વહીવટી શુલ્ક અને માત્ર ₹100 ના એકસાથે દંડ (penal damages) સાથે માત્ર નિયોક્તાનો ફાળો જ જમા કરવાનો રહેશે, જેને EPFO હેઠળની ત્રણેય યોજનાઓ હેઠળ સંપૂર્ણ પાલન તરીકે ગણવામાં આવશે.
જે સંસ્થાઓ આકારણી પૂછપરછ (assessment inquiry)નો સામનો કરી રહી છે તેઓ પણ આ યોજના હેઠળ પાત્ર છે. તેવી જ રીતે, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળના લાભો પણ યોજનાની શરતો અને નિયમોને આધીન પાત્ર છે.
EPFOએ તમામ નિયોક્તાઓને આ વન-ટાઇમ, સમયબદ્ધ તકનો લાભ લેવા અને "સૌ માટે સામાજિક સુરક્ષા"ના રાષ્ટ્રીય વિઝનમાં યોગદાન આપવા વિનંતી કરી છે. આ હેતુ માટે, EPFO ઓળખાયેલા ડિફોલ્ટ નિયોક્તાઓ સાથે SMS અને ઇમેઇલ દ્વારા વાતચીત કરશે, અને તેમને તેમના ડિફોલ્ટને નિયમિત કરવા માટે EES 2025 ની વન-ટાઇમ છૂટનો લાભ લેવા પ્રોત્સાહિત કરશે.
SM/DK/GP/JD
(रिलीज़ आईडी: 2206300)
आगंतुक पटल : 20