માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ ફિલ્મ પ્રમાણપત્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને વૈધાનિકતા પર સરકારે પ્રકાશ પાડ્યો


CBFCએ છેલ્લા પાંચ વર્ષમાં સર્જનાત્મક સ્વતંત્રતા જાળવીને લગભગ 72,000 ફિલ્મોને પ્રમાણિત કરી

प्रविष्टि तिथि: 12 DEC 2025 3:49PM by PIB Ahmedabad

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC), જે માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળની એક વૈધાનિક સંસ્થા છે, તે સિનેમેટોગ્રાફ એક્ટ 1952, સિનેમેટોગ્રાફ સર્ટિફિકેશન રૂલ્સ 2024 અને સંબંધિત માર્ગદર્શિકાઓ હેઠળ જાહેર પ્રદર્શન માટે ફિલ્મોને પ્રમાણિત કરે છે.

ફિલ્મના કટ અથવા ફેરફારોની ભલામણ માત્ર ત્યારે જ કરવામાં આવે છે જો સામગ્રી ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સુરક્ષા, જાહેર વ્યવસ્થા, શિષ્ટાચાર (decency), નૈતિકતા, બદનક્ષી, કોર્ટના તિરસ્કાર અથવા ગુના માટે ઉશ્કેરણી સંબંધિત વૈધાનિક માપદંડોનું ઉલ્લંઘન કરતી હોય.

છેલ્લા પાંચ વર્ષો (2020–21 થી 2024–25) દરમિયાન, CBFC 71,963 ફિલ્મોને પ્રમાણિત કરી છે.

સિનેમેટોગ્રાફ એક્ટ બોર્ડના આદેશ સામે હાઈકોર્ટ સમક્ષ અપીલ કરવાની જોગવાઈ પૂરી પાડે છે. આવા કિસ્સાઓમાં ન્યાયિક કાર્યવાહીના પરિણામો અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.

સરકાર અને બોર્ડ સિનેમેટોગ્રાફી એક્ટ હેઠળની તેની જવાબદારીઓનું નિર્વહન કરતી વખતે સર્જનાત્મક સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ માહિતી આજે રાજ્યસભામાં ડૉ. જોન બ્રિટાસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના લેખિત જવાબમાં માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન દ્વારા રજૂ કરવામાં આવી હતી.

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2203060) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Tamil , Telugu , Kannada , Malayalam