માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

'ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ'ના વિજેતાઓ 12મીથી 14મી ડિસેમ્બર, 2025 દરમિયાન JLN સ્ટેડિયમ ખાતે 15મા રાષ્ટ્રીય સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલમાં કરશે પરફોર્મ


વિજેતાઓ કૈલાશ ખેર જેવા વૈશ્વિક અને રાષ્ટ્રીય આઇકોન્સની સાથે દિલ્હીના જાણીતા સાંસ્કૃતિક ઉત્સવમાં જીવંત પ્રદર્શન કરશે

प्रविष्टि तिथि: 09 DEC 2025 6:11PM by PIB Ahmedabad

માહિતી અને પ્રસારણ મંત્રાલયની મુખ્ય પહેલ, WAVES અને ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ (CIC), ભારતના ઉભરતા સર્જનાત્મક પ્રતિભાને સતત પ્રકાશિત કરી રહી છે. બે ચેલેન્જના વિજેતાઓ – બેટલ ઓફ બેન્ડ્સ (Battle of Bands) અને સિમ્ફની ઓફ ઇન્ડિયા (Symphony of India)દિલ્હીના પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કાર્યક્રમ, 15મા રાષ્ટ્રીય સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ (NSSF) માં મુખ્ય મંચ પર પ્રદર્શન કરશે, જે ભારતની સમૃદ્ધ રાંધણ કળાની ઉજવણી કરે છે. આ ઉત્સવ પ્રાદેશિક વાનગીઓથી લઈને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ફેવરિટ સુધીના વિવિધ સ્વાદોને એકસાથે લાવે છે.

આ વર્ષે, નવી દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે 12મીથી 14મી ડિસેમ્બર, 2025 દરમિયાન યોજાનાર આ ઉત્સવ, ગાયક કૈલાશ ખેર, અભિનેતા આશિષ વિદ્યાર્થી, શ્રીલંકન પૉપ આર્ટિસ્ટ યોહાની, ગીતકાર અને ગાયક અમિતાભ એસ વર્મા અને હિપ-હોપ કલાકારો એમસી સ્ક્વેર અને કુલ્લરજીની સાથે 'ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ - સિઝન 1' ના વિજેતાઓની સમૃદ્ધ અને વૈવિધ્યસભર પ્રતિભાનું પ્રદર્શન કરશે.

ત્રણ દિવસીય આ સાંસ્કૃતિક ઉજવણીમાં CIC ના રોમાંચક સંગીતમય કાર્યક્રમોની યાદી નીચે મુજબ છે:

  1. બેન્ડ શિવોહમ (બેટલ ઓફ બેન્ડ્સ)સભ્યો પેડ્ડી, સની, આશુ અને હિતેશ સુફી ધૂન અને બોલિવૂડ ક્લાસિક્સ રજૂ કરશે.
  2. ચિરાગ તોમર (સિમ્ફની ઓફ ઇન્ડિયા)પરક્યુશનિસ્ટ સાહિલ વર્મા સાથે લોકપ્રિય બોલિવૂડ હિટ્સ રજૂ કરશે.
  3. નિશુ શર્મા (બેટલ ઓફ બેન્ડ્સ)રાજસ્થાની લોક સંગીત મંચ પર લાવશે.
  4. નયન કૃષ્ણ (સિમ્ફની ઓફ ઇન્ડિયા)વાંસળીના સૂર રજૂ કરશે.
  5. માલદીવ્સનું એક વિજેતા બેન્ડ ભારતમાં પ્રથમ વખત પરફોર્મ કરશે, જે આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પરિમાણ ઉમેરશે.

CIC અને WAVES પહેલના ભાગરૂપે તૈયાર કરાયેલા આ યુવા કલાકારો રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી રહ્યા છે. બેટલ ઓફ બેન્ડ્સ અને સિમ્ફની ઓફ ઇન્ડિયાના વિજેતાઓએ મુંબઈમાં WAVES ખાતે તેમની કલાત્મક શ્રેણીથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે અને મેલબોર્ન, ઓસાકા વર્લ્ડ એક્સ્પો અને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મુખ્ય WAVES બજાર ગ્લોબલ આઉટરીચ ઇવેન્ટ્સમાં તેમની પ્રતિભાનું પ્રદર્શન કર્યું છે. રાષ્ટ્રીય સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલમાં તેમની સહભાગિતા તેમની સર્જનાત્મક યાત્રામાં એક વધુ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે તેમને વ્યાપક અને વધુ વિવિધ પ્રેક્ષકો સાથે જોડાવામાં મદદ કરે છે.

ભારતના ઓરેન્જ ઇકોનોમીને પ્રોત્સાહન

આ પહેલ કલાકારો અને ઉત્સાહીઓને તેમની સર્જનાત્મકતા કેળવવા, WAVES પ્લેટફોર્મ દ્વારા તેનું પ્રદર્શન કરવા અને તેમની પ્રતિભા અને સર્જનાત્મકતાનું મુદ્રીકરણ કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પહોંચની તકો મેળવવા માટે સશક્ત કરવા માટે બનાવવામાં આવી છે, જેનાથી ભારતની ઓરેન્જ ઇકોનોમી મજબૂત થશે.

WAVES અને ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ (CIC) વિશે

ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ (CIC) એ માહિતી અને પ્રસારણ મંત્રાલયની મુખ્ય 'WAVES' પહેલ હેઠળની એક વર્ટિકલ છે, જેનો ઉદ્દેશ્ય સંગીત, ફિલ્મ, એનિમેશન, VFX, ગેમિંગ, કોમિક્સ, AI, XR અને ડિજિટલ મીડિયા જેવા વિવિધ મીડિયા અને મનોરંજન ડોમેન્સમાં ભારતની સર્જનાત્મક પ્રતિભાને ઓળખવા, પોષવા, ક્યુરેટ કરવા અને પ્રદર્શિત કરવાનો છે.

NSFF વિશે ઇન્સ્ટાગ્રામ માહિતી માટે આ QR કોડ સ્કેન કરો

SM/IJ/GP/JD

 


(रिलीज़ आईडी: 2201123) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Telugu