"ધીસ ટેમ્પટિંગ મેડનેસ"ના ક્રૂએ IFFIમાં ફિલ્મના મનોવૈજ્ઞાનિક પાસાઓ પર પ્રકાશ પાડ્યો
કલાકારો અને ક્રૂએ સ્મૃતિઓ, સ્ત્રી-દ્વેષ, અસ્તિત્વ અને સાચી ઘટનાઓને બદલવાની જવાબદારી પર ચર્ચા કરી
પીડા, દ્રષ્ટિકોણ અને આ વાર્તા આજે કેમ મહત્વપૂર્ણ છે તે વિશે એક માર્મિક સંવાદ
#IFFIWood, 27 નવેમ્બર, 2025
"ધીસ ટેમ્પટિંગ મેડનેસ" માટે IFFI પ્રેસ કોન્ફરન્સ ફિલ્મના આંતરિક ભાવ ગૂંજતો હતો- તણાવપૂર્ણ, ઘનિષ્ઠ અને સત્યોથી ભરપૂર જે કહેવામાં આવ્યા પછી પણ લાંબા સમય સુધી ટકી રહે છે. નિર્દેશક જેનિફર મોન્ટગોમેરી, નિર્માતા એન્ડ્રુ ડેવિસ અને કલાકારો સૂરજ શર્મા તેમજ ઝેનોબિયા શ્રોફ એક પીડાદાયક સત્ય ને પરદે જીવંત કરવા માટે એકઠા થયા. આ કથા એવી છે જ્યાં સ્મૃતિ, લાગણી અને વાસ્તવિકતાની સીમાઓ ઓગળી જાય છે.
જેનિફરે પ્રામાણિકતા સાથે વાતચીત શરૂ કરી: તેમણે કહ્યું કે ફિલ્મ "એક સાચી અને કમનસીબ વાર્તાથી પ્રેરિત છે." વાર્તાને વાત કરવી પણ મુશ્કેલ ગણાવતી વખતે, તેમણે ભાર મૂક્યો કે સિનેમા એક એવો સંદર્ભ પ્રદાન કરી શકે છે જ્યાં શબ્દો ઓછા પડે છે. "અમે પ્રેક્ષકોને શું થયું તે સમજવા માટે જગ્યા આપવા માંગતા હતા."
એન્ડ્રુએ વાસ્તવિક જીવનના આઘાતને સ્વીકારવાના પડકાર વિશે વાત કરી. તેમણે કહ્યું કે સાચી વાર્તા કહેવાની સાથે જવાબદારી પણ આવે છે. "વાર્તાકાર તરીકે, આપણે ફક્ત કોઈ ઘટનાને ફરીથી કહી રહ્યા નથી. આપણે તેનો અર્થ, મહત્વ અને બાકી રહેલા પ્રશ્નો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તે જ વાસ્તવિક કાર્ય છે."
અભિનેતા સૂરજ શર્મા માટે આ ફિલ્મ ફક્ત બીજો પ્રોજેક્ટ નહોતો; તે વ્યક્તિગત હતો. આ અનુભવને "ઘણા લોકો માટે સાર્વત્રિક" ગણાવતા, તેમણે માનસિક અને ભાવનાત્મક દુર્વ્યવહારના ભયાનક વ્યાપ વિશે વાત કરી. "અગિયાર ટકા સ્ત્રીઓ તેમાંથી પસાર થાય છે અને ભારતમાં તે વધુ છે. એવી ફિલ્મનો ભાગ બનવું મહત્વપૂર્ણ લાગ્યું જે વાતચીતને વેગ આપે છે."
તેમણે તેમના જીવનની એક ક્ષણ શેર કરી જ્યાં તેમણે એક મિત્રની બહેન સાથે દુર્વ્યવહાર થતો જોયો અને તેણીને પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરી. તેમણે કહ્યું, "આ ફિલ્મ એવા લોકોને શ્રદ્ધાંજલિ છે જેમણે ખરેખર સહન કર્યું છે."
દરમિયાન, ઝેનોબિયા શ્રોફે એક ભારતીય માતાની ભૂમિકા ભજવવાના તેમના વર્ણનમાં સૂક્ષ્મતા અને જુસ્સો ઉમેર્યો, જે બાહ્ય રીતે સહાયક છે પરંતુ આંતરિક રીતે સાંસ્કૃતિક મૌનથી દબાણ હેઠળ છે. "આપણે બધા આ દેશમાં માતા-પુત્રીના સમીકરણને જાણીએ છીએ," તેમણે કહ્યું. "હંમેશા 'કોઈને ન કહો' નું એક દબાણ હોય છે. એક છુપાયેલ સ્ત્રીદ્વેષ જે માતાઓ પણ પોતાની અંદર અનુભવે છે." તેમણે વધુમાં કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય આ પેટર્ન પર પ્રકાશ પાડવાનો હતો: "આપણે આપણી સ્ત્રીઓને સહન કરવાનું કહેવાનું બંધ કરવું પડશે, અને આપણા પુરુષોને વધુ સારા બનવાનું કહેવાનું શરૂ કરવું પડશે."
જેનિફરે ઉમેર્યું કે પાત્રોના ભારતીય પૃષ્ઠભૂમિ હોવા છતાં, વાર્તા પોતે જ સાર્વત્રિક હતી. "અમે ભૂમિકા માટે શ્રેષ્ઠ વ્યક્તિ, સિમોન એશ્લેને કાસ્ટ કરી, અને તે ભારતીય મૂળની હતી," તેણીએ કહ્યું. બાકીના કલાકારોએ તેણીને સાંસ્કૃતિક ખાસિયતો સમજવામાં મદદ કરી જેનાથી તે પરિચિત ન હતી.
ટેકનિકલ મોરચે, ટીમે સમજાવ્યું કે મિયાની સ્મૃતિભ્રંશ (amnesia) અને ગૂંચવણ દર્શાવવા માટે ઇન્ટરકટ મેમરીઝ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેનિફરે સ્પષ્ટતા કરી, "જ્યારે તમે યાદશક્તિ ગુમાવો છો, ત્યારે કંઈપણ સચોટ હોતું નથી. તેથી, અમે એક એવી દ્રશ્ય રચના (visual structure) બનાવી જે સતત વર્તમાન અને તૂટેલી સ્મૃતિઓ વચ્ચે ફરતી રહે."
એક પત્રકારે જ્યારે જેનિફરને પૂછ્યું કે શું ફિલ્મ બનાવતી વખતે તેણે વર્જિનિયા વુલ્ફ પાસેથી પ્રેરણા લીધી હતી? તેણીએ નહોતી લીધી, પરંતુ તેણીએ હસીને કહ્યું કે તે હવે તેને વાંચવા માંગે છે અને તે દ્રષ્ટિકોણનું અન્વેષણ કરવા માંગે છે.
વાર્તાના ભાવનાત્મક મૂળ પર પ્રતિબિંબ પાડતા, જેનિફરે તેને સંવેદનશીલ રીતે સમજાવ્યું: "લેખક-દિગ્દર્શક તરીકે, મારી ભૂમિકા દરેક પાત્રમાં માનવતા શોધવાની છે. આપણા બધાને કોઈક સમયે ઉન્માદનું આકર્ષણ (tempted by madness) અનુભવાય છે."
એન્ડ્રુએ સત્રનો અંત એક બોલ્ડ નિવેદન સાથે કર્યો: "સાચી ઘટનાઓથી પ્રેરિત આ ફિલ્મ શક્તિનો પણ પુરાવો છે. લોકો બદલાઈ શકે છે, અને તેઓ મજબૂત બની શકે છે."
આઘાત, પ્રેમ, આત્મ-શંકા અને અસ્તિત્વના વિષયો સાથે ધીસ ટેમ્પટીંગ મેડનેસે IFFI પ્રેક્ષકોને ફક્ત ફિલ્મ જ નહીં; તેણે તેમને પ્રશ્નો પૂછવા, પ્રતિબિંબિત કરવા અને કદાચ લોકો જે અદ્રશ્ય લડાઈઓનો સામનો કરે છે તેના પ્રત્યે ઊંડે સહાનુભૂતિ દર્શાવવા માટે પણ છોડી દીધા.
SM/DK/GP/JD
रिलीज़ आईडी:
2195833
| Visitor Counter:
4