‘ઓપન એર સ્ક્રીનિંગ્સ’ દ્વારા સ્થાનિક લોકો માટે IFFI ના દરવાજા ખુલ્લા મૂકાયા
"આ સ્ક્રીનિંગ્સ પારિવારિક પ્રેક્ષકો માટે આયોજિત કરવામાં આવી છે": પંકજ સક્સેના
#IFFIWood, 27 નવેમ્બર 2025
ખુલ્લા આકાશ હેઠળના સ્ક્રીનિંગ્સ (ઓપન-એર સ્ક્રીનિંગ્સ) એ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) નો એક સહજ ભાગ છે. મુખ્ય ફેસ્ટિવલ પોતે એવા ડેલિગેટ્સ (પ્રતિનિધિઓ) માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ નોંધણી કરાવે છે, ફી ચૂકવે છે અને જેઓ ખરેખર ફિલ્મ પ્રેમીઓ છે. IFFI સ્ક્રીનિંગ્સમાં હાજરી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો પૂરતી મર્યાદિત છે અને તે પરિપક્વ, ફિલ્મ-સાક્ષર પ્રેક્ષકો માટે તૈયાર કરવામાં આવી છે.

જોકે, IFFI સ્થાનિક સમુદાયને સામેલ કરવા અને ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ ઊભું કરવા માટે પ્રતિબદ્ધ છે. ગોવા, ખાસ કરીને IFFI દરમિયાન, ખૂબ જ ઉત્સવમય બની જાય છે અને સ્થાનિક ગોવાના પરિવારો સાથે બહાર નીકળવાનું, ઉત્સવના વાતાવરણનો આનંદ માણવાનું, સારું ભોજન લેવાનું અને બીચ પર દરિયાઈ પવનનો અનુભવ કરવાનું પસંદ કરે છે. ખુલ્લા આકાશ હેઠળના સ્ક્રીનિંગ્સનો હેતુ આ જ વર્ગને પૂરો પાડવાનો છે.
શ્રી પંકજ સક્સેના, આર્ટિસ્ટિક ડિરેક્ટર, IFFI એ ઉલ્લેખ કર્યો, “આ સ્ક્રીનિંગ્સ પારિવારિક પ્રેક્ષકો માટે ડિઝાઇન કરવામાં આવી છે. મોટાભાગના ઓપન-એર સ્થળો સુંદર સ્કાયલાઇન, સ્વચ્છ આસપાસનું વાતાવરણ, સારો સાઉન્ડ, આરામદાયક બેઠક અને ઉચ્ચ-ગુણવત્તાવાળા પ્રોજેક્શન સાથે દરિયા કિનારે ગોઠવવામાં આવ્યા છે. સાત દિવસ માટે સામાન્ય રીતે દરરોજ એક શો હોય છે, અને પસંદ કરાયેલી ફિલ્મો આંતરરાષ્ટ્રીય તેમજ ભારતીય હોય છે; પરંતુ હંમેશા પારિવાર સાથે જોવા માટે યોગ્ય હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું, "પસંદગી અંગે, આ વર્ષે અમારી પાસે લગભગ આઠ ફિલ્મોની લાઇનઅપ છે. વિચાર એ છે કે આંતરરાષ્ટ્રીય સિનેમાનું મિશ્રણ રજૂ કરવું જે તમામ વય જૂથો માટે યોગ્ય હોય અને ઘણીવાર નાનો સંદેશ અથવા સાર્વત્રિક થીમ ધરાવતું હોય. આ ઉપરાંત, અમે જે ફિલ્મોનું સ્ક્રીનિંગ કરીએ છીએ તેમાંથી કેટલીક અગાઉ IFFI ની આવૃત્તિઓમાં ઇન્ડિયન પેનોરમા વિભાગમાં પ્રદર્શિત અથવા પુરસ્કૃત થઈ ચૂકી છે." આ વર્ષના 'ઓપન એર સ્ક્રીનિંગ્સ' માટેની ફિલ્મોની યાદીમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:
- હોમ અલોન (Home Alone)/ દિગ્દર્શક. ક્રિસ કોલંબસ
- આઇએફ (કાલ્પનિક મિત્રો) (IF (Imaginary Friends))/ દિગ્દર્શક. જ્હોન ક્રેસિન્સ્કી
- સોનિક ધ હેજહોગ (Sonic the Hedgehog)/ દિગ્દર્શક. જેફ ફાઉલર
- ધ ટ્રુમૅન શો / દિગ્દર્શક. પીટર વીઅર
- 12th Fail/ દિગ્દર્શક. વિધુ વિનોદ ચોપરા
- માય બોસ / દિગ્દર્શક. નંદિતા રોય, શિબોપ્રસાદ મુખર્જી
- મંજૂમ્મલ બોય્ઝ / દિગ્દર્શક. ચિદમ્બરમ
- શ્યામ’સ મધર / દિગ્દર્શક. સુજય દહાકે
મૂળભૂત રીતે, ઓપન-એર સ્ક્રીનિંગ્સ એ સુનિશ્ચિત કરે છે કે IFFI એક ગંભીર, પ્રતિનિધિ-આધારિત ફેસ્ટિવલ રહે, તે જ સમયે તે દરેક માટે એક ઉત્સવ પણ બની જાય; ખાસ કરીને તે પરિવારો માટે જેઓ માત્ર ખુલ્લા આકાશ હેઠળ સારા સિનેમાનો આનંદ માણવા માંગે છે.
વધુ માહિતી માટે, અહીં ક્લિક કરો:
IFFI વેબસાઇટ: https://www.iffigoa.org/
PIBની IFFI માઇક્રોસાઇટ: https://www.pib.gov.in/iffi/56/
PIB IFFIWood બ્રોડકાસ્ટ ચેનલ: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X હેન્ડલ્સ: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
SM/DK/GP/JD
Release ID:
2195448
| Visitor Counter:
6