ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન 22-23 નવેમ્બર, 2025ના રોજ આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

Posted On: 21 NOV 2025 5:26PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણન 22-23 નવેમ્બર, 2025ના રોજ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીની મુલાકાત લેશે.

ઉપરાષ્ટ્રપતિ 22 નવેમ્બર, 2025ના રોજ પુટ્ટપર્થી ના શ્રી સત્ય સાંઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર લર્નિંગ, પ્રશાંતિ નિલયમના 44મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

ઉપરાષ્ટ્રપતિ 23 નવેમ્બર, 2025ના રોજ પુટ્ટપર્થીના શ્રી સત્ય સાંઈ હિલ વ્યૂ સ્ટેડિયમ ખાતે શ્રી સત્ય સાંઈ બાબાના ભવ્ય શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

ત્યારબાદ, ઉપરાષ્ટ્રપતિ પલાસમુદ્રમ ખાતે નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN) ના નવા કેમ્પસની મુલાકાત લેશે અને સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સમાં હાજરી આપી રહેલા ઓલ ઇન્ડિયા સર્વિસીસ અને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસના  ટ્રેઇની ઓફિસરોને સંબોધિત કરશે.

SM/DK/GP/JD


(Release ID: 2192693) Visitor Counter : 5